મિત્રો, ગઇ યુગપત્રીમાં આપણે જોયું કે કોઈ પણ દેશદાઝવાળો વ્યક્તિ એનાં દેશ માટે ઍક જ આશા રાખતો હોય કે એનું જીવન તથા મરણ બન્ને દેશ માટે જ હોય.એને જીવીને કે મરીને કોઈપણ પ્રકારે એનાં દેશની સેવા જ કરવી હોય છે. હવે જોઈએ આગળ,
મિત્રો કોઇપણ વ્યક્તિ એનાં વતનને યાદ કરે ને એટલે સૌથી પહેલું એને એનું બાળપણ યાદ આવે.એ શેરીઓ કે જેમાં એ ચપ્પલ વગર રખડ્યા હોય,એ મિત્રો કે જેમણે કોઇપણ લોભ લાલચ વગર,સાવ નિસ્વાર્થ ભાવે નિભાવેલો એ સંબંધ યાદ આવે,એને એ રમતો યાદ આવે કે જે રમતો રમવામાં એ દેહભાન ભુલી જતા, ક્યારેક ક્યારેક તો રમવામાં એટલાં મશગુલ થઈ ગયા હોય કે જમવાનું પણ ભુલી જતા હોય. સાવ સરળ અને સહજ રીતે તેઓ ઉછર્યા હોય એ વાતાવરણ યાદ આવે,રાતે અગાસી પર સુતા સુતા સાંભળેલી વાર્તાઓ કે આકાશમાં જોયેલું તારાઓનું ટમટમ યાદ આવે,બધાં એ સાથે મળીને ઉજવેલાં એ તહેવાર યાદ આવે.
જ્યારે પણ કોઈ તહેવાર આવવાનો હોય એનાં આઠ-દસ દીવસ અગાઉથી એની તૈયારીઓ થવા લાગે, એનાં માટે ટુકડીઓ બને, એનું નેતૃત્વ સૉંપાય, પોતપોતાની જવાબદારીઓ કોઇના કહ્યા વગર જ ઉપાડી લેવાય, અને આ બધુ કામ કરવાનો થાક તો જરાય લાગે જ નહીં. ઉલ્ટાનું આટલા બધાં કામ કર્યા પછી પણ તહેવારના દિવસે આખા ફળિયાને અને ગામને માથે લીધુ હોય…!! આ બધો વૈભવ માણીને મોટા થયાં પછી એ વતનથી દુર થવાનું થાય એટલે આ બધી યાદો એની નજર સામે તરવરવા લાગે અને માટે જ એવું લખાયને કે,
सरसों से भरे खलिहान मेरे जहाँ, झूम के भांगड़ा पा न सका |
ધોધમાર વરસાદ વરસ્યા પછી ખેતરોમાં લહેરાતા લીલાછમ પાક અને એ પાકની લણણી થયાં પછી ઉજવાતા ઉત્સવોમાં કરેલો એ નાચ કોને ભુલાય…!?!?! પણ મન પર પથ્થર મુકીને એ બધુ ઍક ઝાટકે છોડીને આવેલા એ માણસને પોતાનુ મન મનાવવું જ પડે છે.અને ત્યારે મને ભગતસિંહનાં જીવનનો ઍક પ્રસંગ યાદ આવે કે,
અંગ્રેજોની કેદમાં પારાવાર યાતનાઓ અપાય છે, છતા પણ ભગતસિંહનાં મો માંથી એમનાં સાથીઓ વિરૂદ્ધ ઍક પણ શબ્દ સાંભળવા મળતો નથી એટલે એ યાતનઓમાં વધારો કરાય છે.ભગતસિંહને બરફની પાટ ઉપર સુવડાવીને એનાં શરીર પર ચાબુકનાં ફટકા મારવામાં આવે છે.આ ઓછું હોય એમ એ જખ્મો પર મીઠુ ઘસવામાં આવે છે. અને એકવાર આવી યાતનાઓ વચ્ચે જેલર ભગતસિંહને કહે છે કે શા માટે આટલું સહન કરો છો..!? એનાં કરતાં ચૂપચાપ પોતાના બીજા સાથીઓની બાતમી આપી ને આ બધા દુખમાંથી મુકત કેમ નથી થઈ જતા..!? ત્યારે ભગતસિંહના મોંમાંથી શબ્દો નીકળે છે જે રામપ્રસાદ બિસ્મીલંની કવિતા છે કે,
हम भी आराम उठा सकते थे घर पर रहकर,
हमको भी पाला था मां-बाप ने दुख सह-सहकर,
वक़्ते-रुख़सत उन्हें इतना ही न आए कहकर,
गोद में आंसू कभी टपके जो रुख़ से बहकर,
तिफ़्ल उनको ही समझ लेना जी बहलाने को!
हमने जब वादी-ए-गुरबत में क़दम रखा था,
दूर तक यादे-वतन आई थी समझाने को!
ભગતસિંહ કહે છે કે અમે જો ધાર્યું હોત તો ઘરમાં બેઠા બેઠા આરામ કરી શક્ય હોત, અમારી ખુશી માટે જેમણે પોતાની ખુશીઓની કુરબાની આપી હોય એવાં લાડકોંડમાં ઉછેરતાં મા-બાપનાં સંતાનો છીએ અમે,પણ જ્યારે ક્રાંતિની રાહ પર ચાલવા માટે અમે ઘર છોડ્યું ત્યારે અમે એમને એટલું પણ નથી કહી શક્યાં કે અમે આમ તો અત્યાર સુધી તમને ભેટમાં કાંઇ નથી આપી શક્યા પણ અમારાં આંસુઓ કે જે રડતી વખતે તમારા ખોળામા પડ્યા હતા એને જ તમે ઍક ભેટ,ઍક સોગાદ,ઍક સંભારણું માની લેજો….કારણકે હવે જ્યારે અમે ક્રાંતિની આ કાંટાળી રાહ પર કદમ માંડવા જઇ રહ્યાં છીએ ત્યારે અમારી માતૃભૂમિ પણ અમને એ જ સમજાવે છે કે,
मेरा रंग दे बसंती चोला…. मेरा रंग दे बसंती चोला…..!!!
ઍક સાચો દેશભક્ત આટલું જ કહે કે બસ અમારે બીજુ કાંઇ નાં જોઈએ પણ જેને અમે જીવથી પણ વધારે માનીએ છીએ એવો અમારો આ દેશ સુરક્ષિત રહે, એની એકતા જળવાઈ રહે, એની અખંડિટતા જળવાઈ રહે એનાથી વિશેષ અમારે બીજુ કાંઇ નાં જોઈએ. માટે એવું લખાય કે,
आबाद रहे वो गाँव मेरा,
जहाँ लौट के बापस जा न सका |
અમે પાછા જઇ શકીએ કે નાં જઈ શકીએ પણ અમારો એ દેશ આબાદ રહે……
વધું આવતાં શુક્રવારે….
Collumnist :- યુગ અગ્રાવત