અમદાવાદ : એક અગ્રણી ખાનગી રિસર્ચ કંપનીનાં રિપોર્ટ મુજબ, ભારતનાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ચાલુ વર્ષ ૨૦૧૯માં આશરે ૧૦ ટકા વધીને ૬૨૭ મિલિયન થઈ જશે, જે માટે ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટની ઝડપી વૃદ્ધિ મુખ્ય જવાબદાર પરિબળ છે. વધુને વધુ ગ્રાહકો ફંડ ટ્રાન્સફરથી લઈને બિલની ચુકવણી સુધીની સુવિધા એક બટન દબાવીને મેળવવા ઓનલાઇન માધ્યમ તરફ વળી રહ્યાં હોવાથી બેંકિંગ ઉદ્યોગમાં વધારો જોવા મળ્યો છે.
આઇસીઆઇસીઆઇ બેંકે આ ટ્રેન્ડમાં આગેવાની લીધી છે તથા એની મોબાઇલ બેંકિંગ એપ આઇમોબાઇલ સાથે એનાં ગ્રાહકો માટે બેંકિંગને ઝડપી અને અભૂતપૂર્વ રીતે સરળ બનાવવામાં સક્રિયપણે સહભાગી છે. અમેરિકાની પ્રસિદ્ધ રિસર્ચ કંપની ફોરેસ્ટરે પ્રકાશિત કરેલા રિપોર્ટમાં ભારતમાં મોબાઇલ બેંકિંગ એપ્સનાં પેકમાં આઇસીઆઇસીઆઇ બેંક ઓવરઓલ લીડર તરીકે ઉભરી આવી છે એમ આઇસીઆઇસીઆઇબેંકનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનુપ બાગ્ચીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેંકે રિપોર્ટ- ધ ફોરેસ્ટર બેંકિંગ વેવનઃ ઇન્ડિયન મોબાઇલ એપ્સ, ઊ૨ ૨૦૧૯માં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. રિપોર્ટમાં બેંકનો સંયુક્ત સ્કોર ૭૭ છે, જે બીજું સ્થાન ધરાવતી બેંક કરતાં ૧૩ પોઇન્ટ વધારે છે.
આ સ્કોર ૩૬ કામગીરી અને યુઝરનાં ૨૬ અનુભવોનાં મૂલ્યાંકન પર આધારિત છે. બેંક ફરી એક વાર ટોચનું સ્થાન મળ્યું છે. રિપોર્ટ મુજબ,આઇસીઆઇસીઆઇ બેંકે કામગીરી અને યુઝરને શ્રેષ્ઠ અનુભવ આપવો એમ બંને દ્રષ્ટિએ ઉત્કૃષ્ટતા પ્રદાન કરવાનું જાળવી રાખ્યું છે. એટલે આઇસીઆઇસીઆઇ બેંકે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આઇમોબાઇલ એપમાં લેબલમાં અલ્ગોરિધમનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારોનું ઓટો-ટેગિંગ સામેલ છે, જે ગ્રાહકોને તેમની નાણાકીય સ્થિતિ સમજવામાં અને તેમનાં અગાઉનાં ખર્ચને આધારે આગામી વ્યવહારોની જાણકારી મેળવવા, સિંગલ વર્કફ્લોમાં તમામ પ્રકારનાં પેયી (પ્રાપ્યકર્તાઓ)નું ગ્રૂપિંગ કરીને ઝડપથી ફંડ ટ્રાન્સફર કરવાની અને ગ્રાહકોને સ્વાભાવિક રીતે નેવિગેશન જેવી સુવિધાઓ આપે છે.
ઉપરાંત એપ કોલ બટનને ક્લિક કરીને સરળતાપૂર્વક ટેકો આપે છે, જે તેમને ફોન બેંકિંગ ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ બાયપાસ કરીને પ્રસ્તુત ટીમ સાથે જોડે છે. આઇસીઆઇસીઆઇબેંકનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનુપ બાગ્ચીએ ઉમેર્યું કે, અમે આઇસીઆઇસીઆઇબેંકમાં અમારાં ગ્રાહકોને ટેકનોલોજી સંચાલિત રિટેલ ઉત્પાદનો તાત્કાલિક ઓફર કરીએ છીએ, જેથી તેઓ તાત્કાલિક ડિજિટલ સેવાઓનાં અનુભવની સુવિધા મેળવી શકે છે. આ અભૂતપૂર્વ ઉત્પાદનો અને સેવાઓ શક્ય તેટલી ઝડપથી અને અત્યંત સુવિધા સાથે ગ્રાહકોને મળે છે.
દેશ મોબાઇલ ટેકનોલોજીમાં ઝડપથી હરણફાળ ભરવાની સાથે ગ્રાહક તમામ પ્રકારનાં નાણાકીય વ્યવહારો ઓન-ધ-ગો કરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. આ ઉપયોગી જાણકારી અમને ડેટા એનાલીટિક્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ તાત્કાલિક ઉત્પાદનો પ્રસ્તુત કરવા માટે પ્રેરિત કરે છે.