મુન્શી પ્રેમચંદની જન્મજયંતિના પ્રસંગે આજે તેમની લાઇફ અંગે અમે વાત કરી રહ્યા છીએ. મુન્શી હિન્દી સાહિત્ય સમ્રાટ હોવાની સાથે સાથે પત્રકારત્વના ક્ષેત્રે પણ તેમની પક્કડ રહી હતી. મુન્શીની પત્રકારિતામાં પ્રેમના પરચમ જોવા મળે છે. તેમની પત્રકારિતા ટકાઉ હતી. મર્યાદા, માધુરી અને હંસના એડિટર તરીકે તેઓએ વાસ્તવિક પત્રકારત્વની વાત કરી હતી. મુન્શીએ પત્રકારત્વના ક્ષેત્રે પણ અનેક રેકોર્ડ સર્જયા હતા. તેમનુ કહેવુ કહતુ કે વાસ્તવિક પત્રકારત્વ એટલે કે હથેળી પર સરસો જમાવવાની સ્થિતી જેવી છે. અથવા તો એમ કહી શકાય છે કે આગના દરિયા સમાન છે અને ડુબીને જવુ છે.
આ બંને બાબતોને મુન્શીએ ચરિચાર્થ કરીને બતાવી હતી. પ્રેમચંદ જેટલા સશક્ત ઉપન્યાસકાર હતા તેટલા જ શક્તિશાળી પત્રકાર તરીકે પણ હતા. પ્રેમચંદના દમ દુરાગ્રહમાં ન હતા. તેમનામાં દિલેરીના દમ હતા. મુન્શીએ અંગ્રેજોની સામે કોઇ દુરાગ્રહથી નહીં બલ્કે ભારત પ્રત્યે પ્રેમની ભાવના સાથે લખ્યુ હતુ.
તેમના કહેવા મુજબ પત્રકારત્વના બે પ્રકાર હોય છે જે પૈકી એક દમવાળી પત્રકારિતા અને બીજી દામવાળી પત્રકારિતા. દમવાળી પત્રકારિતા ઇમાનદાર છે. જ્યારે દામવાળી પત્રકારિતા વેચાઇ શકે તે પ્રકારની પત્રકારિતા છે. જ્યારે મુન્શી પ્રેમચંદ સરકારી નોકરીમાં હતા ત્યારે કાનપુરથી પ્રકાશિત થનાર એક માસિકમાં લેખ લખતા હતા. રફ્તારે જમાના ટાઇટલ સાથે મુન્શી લેખ લખતા હતા.