હાલમાં જારી કરવામાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા બે દશકના ગાળામાં તલાક લેનારની સંખ્યા બેગણી થઇ ગઇ છે. દેશમાં લગ્ન ન કરનારની સંખ્યા ઓછી રહી છે પરંતુ સાથે સાથે તલાક લેનારની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે. આના માટે અનેક કારણો જવાબદાર રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યા બાદ આને લઇને નિષ્ણાંતોમાં પણ ચર્ચા રહી છે. સંબંધિત ક્ષેત્રમાં કામ કરનાર જુદી જુદી સંસ્થાઓ દ્વારા યુએનના હેવાલમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. તલાકના મામલા બે ગણા થયા છે. જો કે દુનિયાના અન્ય તમામ દેશોની તુલનામાં તલાકના મામલા ભારતમાં હજુ સુધી સૌથી સૌથી નોંધાયા છે. સંયુક્ત રાષ્ટ્રના નવેસરના હેવાલ ૨૦૧૯-૨૦૨૦ ફેમિલિઝ ઇન એજ ચેજિંગ વર્લ્ડ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં ૪૫થી ૪૯ વર્ષની વયની એવી મહિલાઓની સંખ્યા એક ટકા કરતા પણ ઓછી રહી છે જે મહિલાઓએ લગ્ન કર્યા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મામલામાં વધારો થયો હોવા છતાં માત્ર ૧.૧ ટકા મહિલાઓ જ તલાક લીધેલી છે.
આમાં પણ શહેરી વિસ્તારોમાં રહેતી મહિલાઓની સંખ્યા વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે એકલા પરિવારની સંખ્યા વધી રહી છે. ભારતમાં એકલ દંપતિઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તલાકના મામલામાં એકલા માતાઓવાળા પરિવારની સંખ્યામાં પણ ઉલ્લેનીય વધારો થઇ રહ્યો છે. દેશમાં આવા પરિવારની સંખ્યા ૫.૪ ટકા સુધી પહોંચી ગઇ છે. સૌથી ઓચા તલાકવાળા દેશોની વાત કરવામાં આવે તો આમાં દરરોજના જીવનમાં વધતા જતા પતિ અને પત્નિ વચ્ચેના મતબેદો પણ કારણરૂપ છે. પતિ અને પત્નિ વચ્ચે મતભેદો તલાકના મુખ્ય કારણ પૈકી એક તરીકે છે. જે દેશોમાં તલાકના મામલા ઓછા છે તેમાં ભારત, ચિલી, કોલંમ્બિયા, મેક્સિકો, કેન્યા, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, બ્રાઝિલ, , તુર્કી અને ઇરાનનો સમાવેશ થાય છે. તલાકની સંખ્યામાં ઝડપથી થઇ રહેલા વધારાના સંબંધમાં ટોપના સમાજશાસ્ત્રીઓ અને બુદ્ધીજીવી લોકો નક્કરપણે માને છે કે તલાક અથવા તો છુટાછેડા લેવા માટેના કોઇ એક કારણ હોઇ શકે નહીં. તેના અનેક કારણ રહેલા છે. એકલા પરિવારમાં પતિ અને પત્નિ બંને નોકરી કરી રહ્યા છે. જેના કારણે બંને દ્વારા એકબીજા માટે સમય કાઢી શકાતો નથી.
જેથી મતભદો આના કારણે પણ વધે છે. સાથે સાથે જીદ્દી વલણ, અહં અને અનેક મામલા સામેલ છે. લગ્ન બાદના સંબંધોને મોટા કારણ તરીકે ગણવામાં આવે છે. સૌથી વધારે તલાકવાળા દેશોની વાત કરવામાં આવે તો આમાં લક્ઝમબર્ગ પ્રથમ સ્થાને છે. આ દેશમાં તલાકના મામલા ૮૭ ટકાની આસપાસ રહેલા છે. સ્પેન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, જર્મની, બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં તલાકના કેસો સૌથી વધારે રહ્યા છે. યુએનના હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં ૫.૪ ટકા પરિવાર એકલા છે. એકલા પરિવારમાં મતભેદો ઝડપથી વધી જાય છે. અહંના ટકરાવને રોકવા માટે સતત પ્રયાસ દંપત્તિ કરે તે જરૂરી છે. મોંઘવારી વિશ્વના દેશોમાં વધી રહી છે. જુદા જુદા દેશોમાં હવે આર્થિક સ્થિતીને મજબુત કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવે છે.
આર્થિક પરિસ્થિતીને પણ તલાક માટે કારણ ગણી શકાય છે. તલાક અને છુટાછેડાના સંબંધોને રોકવા માટે સમાજશાસ્ત્રીઓ વારંવાર કોઇને કોઇ પગલાને લઇને સુચન કરતા રહે છે. આને લઇને દુનિયાના જુદા જુદા દેશોમાં કાયદા રહેલા છે. જે મુજબ તલાક થાય છે. આજે પણ ભારતમાં અન્ય દેશોની તુલનામાં તલાકને સારી રીતે જાવામાં આવતા નથી. તલાક લેનારની સામે આંગળી ઉઠાવવામાં આવે છે.તલાકના મામલા કેમ વધી રહ્યા છે તેવા પ્રશ્નના જવાબમાં સૌથી પહેલો જવાબ એ છે કે લાઇફસ્ટાઇલને ઉંચી કરવા માટે દરેક વ્યક્તિ પ્રયાસ કરે છે. આમાં નાણાંકીય તકલીફ આવે છે. આના માટે બાંધછોડ કરવામાં આવે છે. લગ્ન કર્યા બાદ પણ અન્ય સંબંધો પણ સૌથી મોટા કારણ તરીકે છે.