ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી મહાશક્તિ બનવાની દિશામાં ઝડપથી આગેકુચ કરવામાં વ્યસ્ત છે. ચન્દ્ર પર પગ મુકવા માટે અમારા યાન રવાના થઇ ચુક્યા છે. આગામી પાંચ વર્ષમાં ૫૦ ખર્વ ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ ભારત આગેકુચ કરવામાં વ્યસ્ત છે. હાલમાં દરેક દિવસે દેશવાસીઓને મોટા સપના દર્શાવવામાં આવી રહ્યા છે. હજુ વધુ કેટલાક મોટા સપના દર્શાવવામાં આવનાર છે. શુ આ સપના વાસ્તવમાં પૂર્ણ થનાર છે. કારણ કે જ્યારે પણ સિઝન બદલાય છે ત્યારે ઠંડીમાં હિમવર્ષા હોય કે પછી ગરમીમાં પારો ૫૦ ડિગ્રી સુધી પહોંચી જાય અથવા તો વરસાદ થઇ જાય. આ તમામ બાબતો પડકાર ફેંકે છે. આ તમામના કારણે અમારા લાખા લોકો ભગવાન ભરોસે થઇ જાય છે. મુંબઇ હોય, ભોપાલ હોય, ઇન્દોર હોય, જયપુર હોય, લખનૌ હોય, બેંગલોર હોય, મેટ્રો સિટી હોય કે પછી સ્માર્ટ સિટી દરેક જગ્યાએ મોટી સમસ્યા આવવા લાગી જાય છે.
જ્યારે પણ કુદરતી પ્રકોપ આવે છે ત્યારે મોટી સંખ્યામાં લોકોના મોત થઇ જાય છે. સરકાર અને વ્યવસ્થા કેમ હાથ ઉંચા કરી નાંખે છે. મહારાષ્ટ્રમાં શુક્રવાર અને શનિવારના દિવસે રાત્રી ગાળા દરમિયાન મહાલક્ષ્મી ટ્રેનના હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રેનમાં હજારો યાત્રીઓ દ્વારા જે રીતે માનસિક અને શારરિક પરેશાની ઉઠાવી તેને લઇને અનેક પ્રશ્નો થાય છે. લોકોની આ માનસિક અને શારરિક પરેશાની માટે કોણ જવાબદાર છે ? તેને લઇને પ્રશ્ન થાય છે. એ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવાઇ દળની કુશળતા રહી કે તમામ લોકોને બચાવી લેવામાં સફળતા મળી ગઇ. તમામ લોકોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા. જા આવુ ન થયુ હોત તો ભારે ખુવારી થઇ ગઇ હોત. પરંતુ પ્રશ્ન એ થાય છે કે અમારા માહિતી તંત્રની એટલી હદ સુધી બેદરકારી હતી કે તેને ખબર નથી કે થાણેમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. સાથે સાથે રેલવે લાઇન પર પાણી ફરી વળ્યા છે.
ટ્રેનને એ સ્થિતી સુધી કેમ પહોંચાડી દેવામાં આવી ? રેલવે અને હવામાન વિભાગ દ્વારા આવા અધિકારીઓ સામે કોઇ પગલા લીધા છે ? આ પ્રશ્ન થાય છે. આવી જ સ્થિતી રાજસ્થાન, બિહાર, યુપી અને અન્ય રાજ્યોમાં છે. જ્યાં કેટલીક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઇ હોવા છતાં હજુ ઉદાસીનતા રાખવામાં આવી રહી છે. પુલ નુકસાનગ્રસ્ત થઇ ગયા છે. રાજમાર્ગ પર પાણી છે. જો કે સંબંધિત અધિકારીઓને આ અંગે માહિતી પણ હોતી નથી. આ વખતે મોદી સરકારે નવા જળ શક્તિ મંત્રાલયની રચના કરી છે. નારો પાંચ વર્ષમાં તમામને શુદ્ધ પીવાના પાણીથી સજ્જ કરવા માટેનો છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં આ દિશામાં પગલા લેવામાં આવ્યા હતા. ગંગાને સ્વચ્છ કરવા માટેની મહાયોજના તૈયાર કરવામાં આવી છે. આશરે સાઢા ત્રણ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. શુ જંગી ખર્ચ કરવામાં આવ્યા બાદ પણ ગંગા નદી સ્નાન માટે લાયક બની છે. આ વર્ષે પણ અબજા ક્યુબિક વરસાદી પાણી વ્યર્થ બગડી રહ્યુ છે. આના માટે જળ સંચયની કોઇ વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. વાજપેયીની નદી જાડો યોજના હજુ સુધી ફાઇલોમાંથી બહાર નિકળી શકી નથી.