લોકસભાની ચૂંટણી યોજાયા બાદ દેશમાં એક નવો રાજકીય પ્રવાહ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે પસ્ત થઇ ગયેલા વિપક્ષને છોડીને કર્મઠ સરકારની તરફ કુચ કરવાનો સિલસિલો જારી રહ્યો છે. પસ્ત વિપક્ષને છોડીને કર્મઠ સરકારની તરફ કુચ કરવા માટેના પણ કેટલાક રાજકીય કારણો છે. ટોચના રાજકીય નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીની અતી દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રીતે મજબુત થઇ રહી છે તે જાતા જુદી જુદી ગણતરી કરી રહ્યા છે.
ભાજપ સિવાય અન્ય વિરોધ પક્ષના નેતાઓ પણ માનવા લાગ્યા છે કે સરકારમાં રહીને જ સમાજના હિતમાં કામ કરી શકાય છે. આવી જ ગણતરી સાથે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના મોટી સંખ્યામાં ટોપ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી ચુક્યા છે. આમાં ગુજરાતના શક્તિશાળી નેતાનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના કેટલાક શક્તિશાળી નેતાઓ પણ તેમની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી કરી રહ્યા છે. મોદીની હાજરીમાં વિપક્ષની હાલત દિન પ્રતિદિન મોટા ભાગના રાજ્યોમાં ખરાબ થઇ રહી છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીની લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે બહુમતિ મેળવી હતી અને પોતાની તાકાત પર સરકાર બનાવી હતી. પાંચ વર્ષ બાદ હાલમાં યોજાયેલી ચૂંટણીમાં પણ મોદીની સુનામી હેઠળ વર્ષ ૨૦૧૪ કરતા પણ વધારે પ્રચંડ બહુમતિ સાથે મોદી સતત બીજી અવધિમાં સત્તામાં આવ્યા છે.
જેથી વિરોધ પક્ષોમાં હતાશા રહે તે સ્વાભાવિક છે. આ જ હતાશામાં જુદા જુદા રાજ્યોમાં કોગ્રેસ સહિતના તમામ પક્ષોમાં ભારે ઉથલપાથલ જારી છે. એકબાજુ ચન્દ્રયાને ચન્દ્ર તરફ આગેકુચ કરી દીધી છે. બીજા બાજુ વિપક્ષ તો મુખ્ય વિપક્ષની સ્થિતીમાં પણ આવવાની સ્થિતીમાં નથી. સતત બીજી લોકસભાની ચૂંટણીમાં કોગ્રેસને મુખ્ય વિપક્ષ બનવામાં પણ સફળતા મળી નથી. જે હતાશા વધારે તે સ્વાભાવિક છે. કોંગ્રેસ પાર્ટી છોડીને ટોપના નેતાઓ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. જાણકાર લોકો કહે છે કે વિપક્ષ કેટલા પણ પસ્ત કેમ ન હોય પરંતુ કર્મઠ લોકો પસ્ત થતા નથી. રાજનીતિમાં તો પસ્ત થવાનો અર્થ અસ્ત થવા સમાન છે. જેથી રાજનીતિના કર્મઠ લોકો તો પસ્ત થયેલા વિપક્ષને છોડીને મસ્ત સરકારમાં તક ઝડપી લેવાના પ્રયાસમાં છે. અલબત્ત સરકારને મસ્ત કહેવાની બાબત યોગ્ય રહેશે નહીં. કારણ કે તેના કારણે કેટલાક બીજા અર્થ પણ નિકળી શકે છે. તેને કર્મઠ કહેવાની બાબત વધારે યોગ્ય છે. કારણ કે અહીં તો કર્મઠતામાં થોડીક પણ નબળાઇ આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રધાનોને પણ ફટકાર લગાવી દે છે. પરંતુ કર્મઠ લોકો સરકારની સાથે આવવા માટે ઇચ્છુક છે. આ લોકો કેટલાક એવા અંદાજમાં સરકારમાં તક શોધી રહ્યા છે કે હમ કો ભી સાથ લે લે હમ રહ ગયે અકેલે, આવી સ્થિતીમાં દળ બદલુ કાનુનને યાદ કરવાનો કોઇ અર્થ નથી.
આને યાદ કરવામાં આવે તો વાત દુર સુધી જતી રહે છે. ભજનલાલની પણ યાદ આવી જાય છે. કહેવામાં આવે છે કે ભજનલાલ દળબદળમાં પીએચડી હતા. કોંગ્રેસ માટે ભજનલાલનુ યોગદાન તો ગણી શકાય છે. કારણ કે એક વખતે નહેરુને બચાવી લીધા હતા. આવા કર્મઠ નેતા ઇતિહાસમાં કેટલા રહેલા છે. સરકાર હવે જુના કાયદાઓને બદલી નાંખવામાં લાગેલી છે. બોરી ભરી ભરીને આ જુના કાયદા ફેંકવામાં આવી રહ્યા છે. મોદીની સરકાર આવતાની સાથે જ સક્રિયતા વધી ગઇ છે. સરકારને કર્મઠ લોકોની જરૂરિયાત દેખાઇ રહી છે. જાણકાર લોકો કહે છે કે એક દિવસ એવો આવશે કે ભાજપના ઘાટ પર કર્મઠ લોકોની ભીડ એવી જ થઇ જશે જે રીતે ચિત્રકુટ પર સંતોની ભીડ જામે છે. મોબ લિચિંગમાં સરકારને ઘસેડી જવાની બાબત યોગ્ય નથી. હાલમાં તો આ વિષય પર હોબાળો જારી છે.