વોશિગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે કાશ્મીરના મામલે મધ્યસ્થતા કરવા સાથે સંબંધિત નિવેદન કર્યા બાદ અમેરિકાની મુશ્કેલી વધી ગઇ છે. ટ્રમ્પે ભુલ કર્યા બાદ હવે વ્હાઇટ હાઉસના તમામ પ્રધાનો અને અધિકારીઓ ડેમેજ કન્ટ્રોલ કવાયતમાં લાગી ગયા છે. ટ્રમ્પની નબળાઇ પણ આના કારણે જાહેર થઇ ગઇ છે. વૈશ્વિક સમુદાય પ્રત્યે ટ્રમ્પની કુશળતાની પણ પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન હાલમાં અમેરિકા પહોંચ્યા છે. ઇમરાન ખાન સાથેની બેઠક દરમિયાન ટ્ર્મ્પે કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાને લઇને ઓફર કરી હતી.
ત્યારબાદથી ટ્રમ્પ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ટ્રમ્પે વાતચીત દરમિયાન એમ કહ્યુ હતુ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાલમાં યોજાયેલી વાતચીત દરમિયાન તેઓને મોદીએ મધ્યસ્થતા કરવા માટેની વાત કરી હતી. અત્રે નોંધનીય છે કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પીએમ તરીકે તેમની પ્રથમ યાત્રા પર અમેરિકા પહોંચી ગયા છે. ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન જુદા જુદા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દ્ધિપક્ષીય મુદ્દા પણ સામેલ છે.
વાતચીત દરમિયાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દા પર દરમિયાનગીરી કરવા માટે રજૂઆત કરી હતી. ઇમરાને કહ્યુ હતુ કે અમેરિકા દુનિયાના સૌથી શÂક્તશાળી દેશ પૈકી એક તરીકે છે. તે પેટાખંડમાં શાંતિ સ્થાપિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધવામાં ભૂમિકા અદા કરી શકે છે. ઇમરાને કહ્યુ હતુ કે અમે વાતચીતના મામલે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. આના પર જવાબ આપતા ટ્રમ્પે કહ્યુ હતુ કે બે સપ્તાહ પહેલા પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમની વાતચીત થઇ હતી. આ વાતચીત દરમિયાન મધ્યસ્થતા કરવા માટે મોદીએ તેમને કહ્યુ હતુ. આ મુદ્દો છેલ્લા ૭૦ વર્ષથી અટવાયેલો છે અને જો તમે મધ્યસ્થી કરશો તો અમને ખુશી થશે તેવી વાત મોદીએકરી હોવાનો દાવો ટ્રમ્પે કર્યો હતો. ટ્રમ્પે કહ્યુ હતુ કે આ મુદ્દાનો ઉકેલ આવે તે જરૂરી છે. કાશ્મીર દુનિયાના સૌથી ખુબસુરત વિસ્તાર પૈકી એક તરીકે છે. પરંતુ અહીં રક્તપાતનો દોર ચાલી રહ્યો છે.
જો કે વ્હાઇટ હાઉસે મોડેથી બંને નેતાઓ વચ્ચેની વાતચીતની યાદી જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે પ્રમુખ ટ્રમ્પ પાકિસ્તાનની સાથે એવા મુદ્દા પર કામ કરવા માટે ઇચ્છુક છે જેના કારણે દક્ષિણ એશિયામાં સુર૭ા, સ્થિરતા અને ખુશાલી આવી શકે. ટ્મ્પે ઇમરાન ખાનને કહ્યુ હતુ કે ભારતીય પણ આ મામલો ઉકેલાય તેમ ઇચ્છે છે. પાકિસ્તાનના લોકો પણ આ મામલો ઉકેલાય તેમ ઇચ્છે છે. જા તેઓ કોઇ મદદ કરી શકે છે તો ચોક્કસપણે મધ્યસ્થીની ભૂમિકા અદા કરશે. તેમનુ કહેવુ હતુ કે જા તમે ઇચ્છો છો કે અમેરિકા મધ્યસ્થતા કરે તો અમે આના માટે તૈયાર છીએ. અમેરિકી પ્રમુખે ઇમરાન ખાનને એમ પણ કહ્યુ હતુ કે ભારતની સાથે અમારા ખુબ સારા અને મજબુત સંબંધો છે. આપના સંબંધો ભારતની સાથે સારા રહેલા નથી.,
ટ્રમ્પે કહ્યુ હતુ કે કદાચ અમે મધ્યસ્થતા કરવામાં મદદ કરી શકીએ છીએ. અમે ભારત અને અફઘાનિસ્તાન બંને મામલે વાતચીત કરીશુ.ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકામાં તકલીફ વધી ગઇ છે. ટ્રમ્પની ચારેબાજુ ઘરમાં જ નિંદા કરવામાં આવી રહી છે. અમેરિકી વિરોધ પક્ષો તેમની ટિકા કરી રહ્યા છે. યુએસ દ્વારા ડેમેજ કન્ટ્રોલ કવાયત હવે હાથ ધરવામાં આવી છે.