જંક ફુડ દરેક વયની વ્યક્તિને નુકસાન કરે છે. આ સંબંધમાં વારંવાર અભ્યાસના તારણો જારી કરવામાં આવે છે. નિષ્ણાંત તબીબો પણ જંક ફુડ ન ખાવા માટેની સલાહ વારંવાર આપતા રહે છે. જંક ફુડ અનેક પ્રકારની બિમારીઓને આમંત્રણ આપે છે. એલર્જી માટે કારણ પણ બને છે. હવે હાલમાં રિસર્ચ કરવામાં આવ્યા બાદ તેના તારણ પણ જારી કરવામા આવ્યા છે. જેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે જંક ફુડના વધારે ઉપયોગના કારણે બાળકોમાં ફુડ એલર્જી થવાનો ખતરો રહે છે.
તેમની યાદ શક્તિમાં પણ માઠી અસર થાય છે. યુનિવર્સિટી ઓફ નેપલ્સ ફેડરિક (ઇટાલી)માં છમાંથી ૧૨ વર્ષની વયના ૬૧ બાળકો પર કરવામા આવેલા અભ્યાસ બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા છે. વધારે પ્રમાણમાં ઉપયોગના કારણે એડવાન્સ્ડ ગ્લાઇકેશન એન્ડ પ્રોડક્ટસનુ પ્રમાણ વધી જાય છે. આના કારણે ત્રણ પ્રકારની એલર્જી હોય છે. પ્રથમ ફુડ એલર્જી છે. બીજી શ્વાસ લેવા સાથે સંબંધિત અને ત્રીજી એલર્જી હેલ્થ રિક્વરીમાં વિલંબ હોય છે.
માઇક્રોવેવમાં બનેલા ફુડ બારબેક્યુ, વધારે પ્રમાણમાં મીઠુ, ખાંડયુક્ત ફુડ એલર્જી માટે જવાબદાર છે. નિષ્ણાંતોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો જંકફુડમાં પિજર્વેિટવ અને અન્ય અનેક પ્રકારના સોલ્ટ હોય છે. શરીરમાં વધારે પ્રમાણમાં હોવાની સ્થિતીમાં તે એલર્જી વધારે છે. વધારે જંક ફુડ ખાનારમાં અસ્થમા, એગ્જિમા તેમજ આંખમાંથી પાણી આવવાની સમસ્યા હોય છે. આનાથી બચવા માટે એન્ટીઓક્સીડેન્ટ યુક્ત ફળફળાદી અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. આધુનિક સમયમાં ભાગદોડની લાઇફમાં મોટા ભાગના લોકો જંક ફુડ પર આધારિત થઇ ગયા છે. સમયના અભાવના કારણે જંક ફુડનો ઉપયોગ કરી લેવામાં આવે છે.