પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં આપવામાં આવે તે જરૂરી છે. આના કારણે બાળકોના આધારને મજબુત કરવામાં મદદ મળે છે. તે તમામ ચીજોને સરળ રીતે સમજી શકે છે. ખાનગી શિક્ષણ સંસ્થાઓના દબાણમાં એક ચીજ સારી થઇ છે તે એ છે કે અભ્યાસક્રમ સિવાય અન્ય બાબતો પર પણ તમામનુ ધ્યાન ગયુ છે. હવે બાળકો માત્ર પુસ્તકો જ વાંચતા નથી. બલ્કે અન્ય પ્રવૃતિ પર પણ ધ્યાન આપે છે. તેમના ભારે બેગ આ બાબતની સાબિતી આપે છે કે સાથે સાથે ખેલકુદ અથવા તો અન્ય ગતિવિધીમાં તેઓ સામેલ થઇ રહ્યા છે. અમને અહીં આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે કે નાની વયમાં બાળકો પર શિખવા માટે એટલુ બોજ નાંખવુ જોઇએ નહીં કે તેમની કમર તુટી જાય. દુનિયાના મોટા ભાગના દેશેઆ બોધપાઠ લઇ ચુક્યા છે.
જેથી પાંચ વર્ષની વય પહેલા કોઇ ચીજ શિખતા નથી. ભારતમાં તો અમે લોકો ત્રણ વર્ષની વયથી જ બાળકની પાછળ પડી જઇએ છીએ. જે તેની સાથે ન્યાય નથી. થોડીક વાત ઉચ્ચ શિક્ષણની કરી લેવામાં આવે તે પણ જરૂરી છે. વિષયની પસંદગીમાં કોલેજ અને યુનિવર્સિટીની પસંદગી તેમજ રોજગારની પસંદગીમાં અમારી સામાજિક, આર્થિક અને અન્ય બાબતોની પણ ભૂમિકા રહે છે. તાજેતરમાં જ કેટલાક એવા અભ્યાસ કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે યુવતિઓને માત્ર આર્ટસમાં અભ્યાસ કરાવવામાં આવે છે.
ઘરવાળાની એવી પ્રાથમિકતા હોય છે કે એવા વિષય ભણાવવામાં આવે જેના કારણે નોકરી સરળતાથી મળી શકે. નોકરી માટે દુર જવુ ન પડે. સામાન્ય રીતે યુવતિઓને બીએડ કરાવવા પર ધ્યાન આપવામાં આવે છે. જેથી લગ્ન માટે ઓછામાં ઓછી યોગ્યતાને પૂર્ણ કરી શકાય છે. આવી જ બાબતો વંચિત માટ વિષયને લઇને કરવામા આવે છે. કેટલાક ગરી પરિવાર મોંઘા વિષયમાં જઇ શકતા નથી.