ભલે હજુ સુધી લોકોની વચ્ચે એવી માન્યતા રહી છે કે પોર્નને માત્ર પુરૂષો જ એન્જોય કરે છે પરંતુ એક સ્ટડીમાં હવે એવી રોચક બાબત સપાટી પર આવી છે કે સેક્સી અને પોર્ન ફોટો દર્શાવવામાં આવ્યા બાદ માત્ર પુરૂષો જ નહીં બલ્કે મહિલાઓ પણ પુરૂષોની બરોબર જ ઉત્તેજના અનુભવ કરે છે. જર્મનીમાં આ અભ્યાસ કરવામાં આવ્યા બાદ તેના તારણો જારી કરવામાં આવ્યા છે. અભ્યાસના તારણ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી ચુક્યા છે. ૧૮૫૦ લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસના તારણ હવે જારી કરવામાં આવ્યા છે. આ તમામ લોકોના બ્રેનના ઇમેજની તપાસ કરવામાં આવી હતી.
અભ્યાસમાં કહેવામાં આવ્યુ હતુ કે સેક્સી અને પોર્ન ફોટોને જોઇને માનવીના બ્રેન એક જેવા જ રિએક્શન આપે છે. વ્યક્તિ પુરૂષ છે કે મહિલા તેનાથી કોઇ અંતરની સ્થિતી રહેતી નથી. અંતર માત્ર વ્યક્તિના વ્યવહારમાં જોઇ શકાય છે.તમામ ઇન્ટરનેટ ટ્રાફિક પૈકી આશરે ૩૦ ટકા પોનોગ્રાફી ટ્રાફીક છે. જ્યારે સૌથી મોટી પોર્ન સાઇટ ઉપર ૪ અબજથી વધુ પેજ વ્યુહ હોવાનું જાણવા મળ્યું છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૩૦ ટકા ગ્લોબલ વેબ ટ્રાફિક પોર્ન તરીકે છે. પોર્નોગ્રાફીની બોલબાલા અતિ ઝડપથી વિશ્વના દેશોમાં વધી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૩૫૦ મિલિયન લોકો દર મહિને પોર્નોગ્રાફી સાઈટ નિહાળે છે. એક્સ્ટ્રીમ ટેક વેબસાઈટે માહિતી આપતા કહ્યું છે કે જે વેબસાઈટે અતિ ઝડપથી વધી રહી છે તે વેબસાઈટ ગુગલ અને ફેસબુક છે.
બ્રિટનના જાણિતા અખબાર ડેલી મેલે માહિતી આપતા કહ્યું છે કે લાસવેગાસમાં થોડાક દિવસ પહેલા જ એવીએન એડલ્ટ એન્ટરટેનમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામા પોર્ન ચાહકો ઉમટી પડ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પોર્ન સાઈટના ચાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. યુઝરોની સંખ્યાની માહિતી પણ મેળવવામાં આવી રહી છે. વિશ્વની સૌથી મોટી પોર્ન સાઈટ તરીકે યુ પોર્ન તરીકે ગણવામાં આવે છે. યુ પોર્ન વેબસાઈટ પોર્નના ૧૦૦ ટીબી ધરાવે છે અને ૧૦૦ મિલિયન પેજ વ્યુહ ધરાવે છે. અહિથી ૯૫૦ ટેરાબાઈટ્સ દરરોજ ટ્રાન્સફર થાય છે.
આ વર્ષની શરૂઆતમાં યુ પોર્ન યુઝરના ૬૪૦૦ પાસવર્ડ અને ઇમેલ હેક કરવામાં આવ્યા હતા. યુ પોર્ન વેબસાઈટ અને અન્ય મહાકાય પોર્ન સાઈટો ઉપર દરરોજ નવી ચીજા સતત ઉમેરાય છે. હાલના સમયમાં મોટા ભાગના પુરૂષો પોર્ન ફિલ્મો નિહાળે છે. પરંતુ ઇન્ટરનેટ પર નિયમિત રીતે એડલ્ટ અથવા તો પોર્ન ફિલ્મ નિહાળનાર પુરૂષોને સાવધાન થઇ જવાની સલાહ નવા અભ્યાસમાં આપવામાં આવી છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છેકે પોર્ન ફિલ્મો નિહાળનાર પુરૂષો બેડરૂમમાં હોપલેસ થઇ જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા સંશોધન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓનલાઇન પોર્ન ફિલ્મ નિહાળનાર પુરૂષોના બેડરૂમમાં પર્ફોર્મ પર તેની માઠી અસર થાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છેકે વિશ્વ પોર્ન દુનિયામાં એન્ટ્રી કરી ચુકેલા પુરૂષો વધુ મુશ્કેલીની દિશામાં આગળ વધી રહ્યા છે.
આમાં જણાવવામાં આવ્યું છે કે પોર્ન ફિલ્મો નિયમિત રીતે નિહાળનાર પુરૂષો સામાન્ય સેક્સી ગતિવિધીથી રોમાંચિત થતા નથી. આઇટી પ્રોફેશનલ અને છેલ્લા ચાર વર્ષથી નિયમિત રીતે પોર્ન ફિલ્મ નિહાળનાર પુરૂષનું કહેવુ છે કે અન્ય મોટા ભાગના પુરૂષોની જેમ જ તે પણ ટિનેજરના ગાળાથી જ નિયમિત પોર્ન ફિલ્મ જુએ છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પોર્નની દુનિયામાં પણ નવી નવી સામગ્રી મુકાતી જાય છે જેથી ચાહકો તેનાથી દુર થતા નથી. આ પુરૂષનું કહેવુ છે કે તે તેની પત્નિ સાથે સેક્સ માણવા કરતા પોર્ન ફિલ્મ નિહાળવુ વધારે પસંદ કરે છે. આ સંબંધમાં સેક્સોલોજિસ્ટ દિપક જુમાનીનું કહેવુ છે કે આધુનિક સમયમાં વધતાં જતા ચલણથી કેટલાક નકારાત્મક પરિણામો પણ મળી રહ્યા છે જેની ચર્ચા છે.