અમદાવાદ : ભૂતકાળથી પ્રેરીત પ્રવાહો ફરી એકવાર ૨૦૧૯માં સમકાલીન ફેશનને પુનર્જીવીત કરવા આવી ગયા છે. તેમાં સૌથી આગળ એવી સ્ટ્રેક્સ પ્રોફેશનલ, કે જે હેયર કેર, કલર અને સ્ટાઇલમાં આગવી પ્રોડક્ટ છે અને ખાસ કરીને સલૂન વ્યાવસાયિકો અને ટેકનિશીયન્સ માટે બનાવવામાં આવી છે તેણે આજે રેટ્રો રિમીક્સનું નિદર્શન કર્યું હતું, જે તેની વિન્ટે સ્ટાઇલ્સનું નવુ કલેક્શન છે તેને આજના હાઇ ફેશનને અનુસરતા લોકો માટે પુનઃકલ્પીત સ્વરૂપમાં મુકવામાં આવ્યા છે. આ કલેક્શન તેની મેગા હેયર શો “હેયર એન્ડ બિયોન્ડ” ૨૦૧૯ની આવૃત્તિ ખાતે લોન્ચ કરવામાં આવ્યા હતા. આર્ગન સિક્રેટ્સ હેયર કલર, કેન્વોલાઇન સ્ટ્રેઇટનીંગ ક્રીમ અને હોલ્ડ એન્ડ પ્લે સ્ટાઇલીંગ રેન્જ, રેટ્રો રિમીક્સ બ્રુનેટ, ગોલ્ડ અને કોપર બ્લોન્ડ અને બ્રાઉન શેડ્ઝ જેવી તેની પ્રોડક્ટસનો ઉપયોગ કરીને ભારતીય મહિલાઓ માટે અદ્યતન રેટ્રો સ્ટાઇલ્સ રેન્જનું સર્જન કરશે.
પોતાના નવા કલેક્શનના લોન્ચની જાહેરાત કરતા હાઇજિનીક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના પ્રોફેશનર ડિવીઝન વડા શ્રીમતી રોશેલે છાબ્રાએ જણાવ્યું હતું કે, “સ્ટ્રેક્સ પ્રોફેશનલ આ નવી વિન્ટેજ સ્ટાઇલ રજૂ કરતા ગર્વ અનુભવે છે, જે અત્યંત ગ્લેમરસ ૭૦મા દાયકાની હેયરસ્ટાઇથી પ્રેરીત છે અને તે સ્ટાઇલનું આઇકોન જેમ કે પશ્ચિમના મેરીલીન મોનરો અને ઔડ્રે હિપબર્ન અને પૂર્વમાં ઝીનત અમાન અને હેમા માલિની માટે સર્જન કરવામાં આવ્યું હતું. અમારુ કલેક્શન કે જે બ્રાઉન પેલેટ પર ભાર મુકે છે તેની ખાસ કરીને ફેશન સતર્ક ભારતીય મહિલાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે જૂની દુનિયાના સોંદર્ય સાથે સમકાલીન તાજગીનું મિશ્રણ છે, જે રેટ્રો રિમીક્સને જૂની અને નવી પેઢીનું સંપૂર્ણ મિશ્રણ બનાવે છે.”
અભિનેત્રી કરિશ્મા તન્ના કે જે આ શોમાં આગળ પડતી હતી તેણે ઇવેન્ટ ખાતે રેમ્પ પર વોક કર્યુ ત્યારે ગ્લેમર ઘટકને દર્શાવવામાં ભૂમિકા બજાવી હતી. તેણે સીંગન શ્રેષ્ઠતા દર્શાવવા અન્ય મોડેલ્સ સાથે મળીને ભૂતકાળની છટાદાર વાળની ગોઠવણી કરીને સૌને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. આ ઇવેન્ટમાં અનેક પ્રકારની હેયર સ્ટાઇલ્સ દર્શાવવામાં આવી હતી જેમાં રોમેન્ટિક એમ્બર રેટ્રો ચિગનોન, બૌફ્ફાન્ટ ફ્યુજ સ્લિક, ડાર્ક ચોકલેક પ્રિસીશન બોબ, અનડન બીદ મેસી પોનીટેઇલ, જિપ્સી ટેન્ગરાઇન બ્લોન્ડ હાર્ટ શેપ્ડ બ્રેઇડનો સમાવેશ થાય છે જે દરેક અનેક પ્રકારની પ્રોડક્ટ્સના સંપૂર્ણ મિશ્રણનો ઉપયોગ કરીને સર્જવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય સેલિબ્રીટી હેયર સ્ટાઇલીસ્ટ યોલ્લી ટેન કોપ્પેલ કે જે ‘ક્વિન ઓફ હેયર’ તરીકે પણ જાણીતી અને તેણે ઇવેન્ટ ખાતે તાલીમ સત્ર સંભાળ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, “સ્ટ્રેક્સ પ્રોફેશનલના મેગા હેયર શોમા ભાગ લેતા હુ ખુશ છું. હાઇ પ્રોફાઇલ લોન્ચીઝ સિવાય “હેયર એન્ડ બિયોન્ડ” ભારતના હેયર ટેકનિશીયન્સને નવી આત્મદ્રષ્ટિ અને હેયરસ્ટાઇલીંગ શીખવાની પણ વિશિષ્ટ તક પૂરી પાડે છે જે તેમને તેમની કળાના સાચા નિષ્ણાત તરીકે ઉભરી આવવામાં સહાય કરે છે.”
યોલ્લી ટેન કોપ્પેલ સાથે સ્ટ્રેક્સ પ્રોફેશનલના ટેકનિકલ વડા એગ્નેસ ચેન પણ જોડાયા હતા જેમણે હેયર એન્ડ બિયોન્ડ ૨૦૧૯ ખાતે તાલીમ સત્રની આગેવાની લીધી હતી – તેમજ સ્ટેલિંગ ટિપ્સ, હેયરકટ ટ્યુટોરિયલ્સ અને કલરીંગ ટેકનિકસ પ્રેક્ષકો સાથે શેર કરી હતી.
સ્ટ્રેક્સ પ્રોફેશનલ “હેર એન્ડ બિયોન્ડ” દ્વારા પોતાના વ્યાવસાયિકોને શિક્ષણ અને તાલીમ આપવાનું સતત રાખે છે, તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણો અને વૈશ્વિક ટેકનિક્સમાં ભારતીય પ્રોફેશનલો માટે ઍક્સેસ પૂરો પાડે છે. આ બ્રાન્ડે અગાઉ પણ નવી દિલ્હી, કોલકાતા, કાઠમંડુ, મુંબઇ, ચેન્નઇ, દહેરાદૂન અને જમ્મુ ખાતે હેયર એન્ડ બિયોન્ડ ૨૦૧૯ના સેમિનારનું આયોજન કર્યું હતું. અમદાવાદ બાદ, રેટ્રો રિમીક્સનું વિજયવાડા, બેંગાલુરુ, જયપુર અને ફરિદાબાદ એમ ભારતના અનેક શહેરોમાં નિદર્શન કરાશે.