નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભારતના લોંખંડી પુરૂષ ગણાતા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનુ લોકાર્પણ કરવામાં આવ્યા બાદથી આસપાસના વિસ્તારોમાં ઝડપી વિકાસની કામગીરી ચાલી રહી છે. આસપાસ લોકોને આકર્ષિત કરવા માટે જુદી જુદી હોટેલ, આવાસ, રેલવે સ્ટેશન અને વિમાની મથક પર ચર્ચા ચાલી રહી છે. પ્રવાસના એક કેન્દ્ર તરીકે પ્રતિમા ઉભરી આવી છે. આ પ્રતિમાનુ લોકાર્પણ કરવામાં આવ્યા બાદ નર્મદા જિલ્લાની વિકાસની ગતિ અનેક ગણી ઝડપી બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિકાસના દ્ધાર ખોલી કાઢ્યા છે. હવે ટુંક સમયમાં જ નર્મદા પછાત જિલ્લાઓની યાદીમાંથી બહાર નિકળી જાય તેવી શક્યતા છે. સંભાવનાના દ્વારા ખુલી ગયા છે. ચિત્ર પણ બદલાવવા લાગી ગયા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના દરેક વિસ્તારો બાગ બગીચાથી સુગંધિત થઇ ગયા છે. આના કારણે જિલ્લાનુ ચિત્ર બદલાઇ રહ્યુ છે. સૌથી ઉંચી પ્રતિમાના કારણે કેવડિયા આંતરરાષ્ટ્રીય સ્તર પર મુખ્ય પ્રવાસ સ્થળ તરીકે વિકસિત કરવાની વાત થઇ રહી છે. દેશ વિદેશના લોકો અહીં મોટી સંખ્યામાં આવવા લાગશે ત્યારે પ્રવાસને વિકાસના પંખ લાગી જશે. મોટા હોટેલ્સ, રેસ્ટોરન્ટ જ નહીં બલ્કે ટેક્સી, ઓટોમોબાઇલ જેવા આર્થિક ક્ષેત્રમાં પણ તેજી આવનાર છે. રાજપીપળાથી કેવડિયા તરફ દોરી જતા રસ્તાના કાયાકલ્પ જાવા મળી રહ્યા છે. માર્ગોના બંને બાજુ વિકાસની ગાથા લખાવવાની શરૂઆત શઇ ચુકી છે. રસ્તા પર બહુમાળી કોમર્શિયલ સંકુળ આવવા લાગી ગયા છે. માર્ગના કિનારે રહેલી ચા અને રસ્તાની દુકાનો પર લોકોની ભીડ જામવા લાગી ગઇ છે. લોકો કેવડિયા પહોંચવા માટે ઉત્સુક બની ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તાને પુછવા માટે લોકો રોકાવવા લાગી ગયા છે.
બીજ બાજુ લોકોને રોજગારીની પણ પુરતી તક મળનાર છે. પ્રવાસી આવશે. તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળશે. આદિવાસી સમાજના લોકો હસ્ત કલામાં મહારત ધરાવે છે. આવી સ્થિતમાં તેમની પ્રગતિ પણ થશે. લાકડા અને અન્ય ચીજા પર કુશળતાથી કામ કરવુ તેમને આવડે છે જેથી તેમની આવકના સાધન પણ હવે વધી જશે. હસ્ત કલા અને કલા સંસ્કૃતિને વેગ મળશે. એંકદરે નર્મદા જિલ્લા માટે સરદાર પટેલની પ્રતિમા પારસ સાબિત થશે તેમાં કોઇ બે મત નથી. ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ટેન્ટ સીટી હવે આકર્ષણનુ કેન્દ્ર છે.
નર્મદા મૈયાના કુદરતી સાનિધ્યમાં ૭૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ૨૫૦ ટેન્ટનુ વિશાળ નગર નિર્માણ કરવામાં આવ્યુ છે. પહાડોની વચ્ચે તૈયાર તેની સુન્દરતા જોવાલાયક છે. ટેન્ટ સીટીને આધુનિક સુવિધા સાથે સજ્જ કરવામાં કોઇ કમી રાખવામાં આવી નથી. પ્રવાસીઓ અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે નર્મદા બંધ અને કુદરતી નજારાને જોઇ શકે છે. જુદા જુદા ક્ષેત્રોમાં રોજગારીની તક સર્જાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારોમાં અન્ય કેટલીક શાનદાર હોટેલ અને રેસ્ટોરન્ટ પણ હવે તૈયાર કરવામાં આવનાર છે. આ ક્ષેત્રે પણ રોજગારી લોકોને મળશે. આવાસનુ મોટા પાયે નિર્માણ કરવામાં આવનાર છે.