ભારત જ નહીં દુનિયાના દેશો સ્મોકિંગના કારણે મોટી સંખ્યામાં યુવાનોની સ્મોકિંગ ટેવને કારણે પરેશાન થયેલા છે. મોટી સંખ્યામાં કુશળ લોકો પણ સ્મોકિંગની ટેવથી પરેશાન છે. સ્મોકિંગ કરનાર ૫૩ ટકા લોકો ૨૦થી ૩૦ વર્ષના છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. અભ્યાસમાં એવી માહિતી પર સપાટી પર આવી છે કે મોટા ભાગના લોકો સ્ટ્રેસનો સામનો કરવા માટે સ્મોકિંગ કરે છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૧૫-૫૦ વર્ષની વયના લોકો પૈકી દરેક ત્રીજી વ્યક્તિ સ્મોકિંગના કારણે એક પ્રકારની ટેવથી ગ્રસ્ત છે.૧૫થી ૫૦ વર્ષની વયના ૩૩ ટકા લોકો માની ચુક્યા છે કે તેમને સિગારેટ પિવાની ટેવ છે.
સર્વેમાં એવો ખુલાસો પણ થયો છે કે યુવાને લાગે છે કે સિગારેટ પિવાથી તેમના સ્ટ્રેસને ઘટાડી દેવામાં મદદ મળે છે. ૫૬ ટકા લોકો માની ચુક્યા છે કે સ્મોકિંગના કારણે તેમના ટેન્શનને દુર કરવામાં મદદ મળે છે. ભારત દુનિયામાં એવા દેશોમાં સામેલ છે જ્યાં તમાકુ અને તેની પેદાશોના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ખુબ વધારે છે. દુનિયાના ૧૨ ટકા સ્મોકર્સ ભારતમાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા મુજબ ભારતમાં સ્મોકિંગ કરનાર લોકોની સંખ્યા ખુબ વધારે છે. યુવાનોંમાં પણ આની સંખ્યા વધી રહી છે. હાલમાં તેની અસર ફિલ્મોના કારણે વધારે જોવા મળી રહી છે. ૫૫ ટકા લોકો પોતાના આરોગ્યને લઇને પરેશાન પણ છે. તેમને સ્મોકિંગના કારણે નુકસાન થઇ રહ્યુ હોવાની માહિતી પણ છે.
છતાં આ લોકો આ પ્રકારની ટેવને છોડી શકતા નથી. ૫૫ ટકા લકો એવા પણ સપાટી પર આવ્યા છે જ સ્મોકિંગને છોડી દેવા માટેના તમામ પ્રયાસ કર્યા હોવા છતાં તેમાં સફળતા મળી નથી. સ્મોકિંગના કારણે એટલી હદ સુધી લોકો તેના સકંજામાં આવી જાય છે કે પછી તેને છોડવામાં સફળતા મળતી નથી. સ્મોકિંગની ટેવ અનેક ખતરનાક બિમારીને આમંત્રણ આપે છે. સરકાર દ્વારા તમાકુ અને તેની પેદાશોના ઉપયોગને રોકવા માટે વિવિધ પગલા વારંવાર લેતી રહે છે પરંતુ તેની કોઇ અસર દેખાતી નથી. ભારતમાં સ્મોકિંગને લઇને રહેલી ચિંતજનક સ્થિતીને રજૂ કરનાર એવિસ ફાઉન્ડેશનના કહેવા મુજબ સરકારની પોલીસી જાગૃતિને લઇને હમેંશા આદર્શ રહી છે. જો કે આને હજુ આ દિશામાં કામ કરવાની જરૂર છે. સર્વેના આંકડા આ બાજુ ઇશારો કરે છે કે હવે આ મુદ્દાનો ઉકેલ શોધી કાઢવા માટે વધારે પ્રભાવી પગલા લેવાની જરૂર ઉભી થઇ રહી છે સ્મોકિંગ અનેક પ્રકાની બિમારીને આમંત્રણ આપે છે.
જેમાં જીવલેણ કેન્સર પણ સામેલ છે. તમાકુ અને તેની પેદાશ તેમજ વધારે સ્મોકિંગના કારણે શરીરના જુદા જુદા ભાગમાં કેન્સરની શક્યતા વધી જાય છે. સ્મોકિંગના કારણે આસપાસના લોકોને પણ નુકસાન થાય છે. સેકન્ડ હેન્ડ સ્મોકિંગના કારણે પરિવારમાં અન્ય લોકોને નુકસાન થાય છે. ખાસ કરીને ઘરમાં રહેલા બાળકો પર પ્રતિકુળ અસર થાય છે. સ્મોકિંગના કારણે પરિવારના અન્યસભ્યોના પેટમાં પણ શ્વાસ મારફતે ઘુમાડો જાય છે જે વધારે નુકસાન કરે છે. ભારતમાં મોટી સંખ્યામાં યુવા પેઢી સ્મોકિંગ તરફ વળી રહી છે. ફિલ્મોની પ્રતિકુળ અસર યુવા પેઢી પર થઇ રહી છે. જેમ શરાબની ટેવ છે તેવી જ રીતે સ્મોકિંગની ટેવને છોડી દેવામાં પણ ખુબ તકલીફ પડ છે. જાણકાર લોકો માની રહ્યા છે કે વધારા પડતા કામના સ્થળ પર કર્મચારીઓ વધારે પ્રમાણમાં સ્મોકિંગ કરતા નજરે પડે છે. ખાસ કરીને પત્રકાર જગતમાં લોકો સ્મોકિંગની ટેવથી વધારે ગ્રસ્ત રહે છે. આ ઉપરાત બોલિવુડ અને કોર્પોરેટ જગતમાં પણ લોકો સ્મોકિંગથી વધારે ગ્રસ્ત હોવાની માહિતી સપાટી પર આવી ચુકી છે. બોલિવુડમાં એ એક પ્રકારની પ્રથા રહેલી છે. બોલિવુડમાં સુપરસ્ટાર ગણાતા શાહરૂખ ખાન જેવા સ્ટાર પણ સ્મોકિંગની ટેવ ધરાવે છે.
આ ઉપરાંત મોટી સંખ્યામાં નિર્માતા નિર્દેશકો પણ સિગારેટ અને અન્ય સ્મોકિંગની ટેવ ધરાવે છે. વિતેલા વર્ષોમાં તો ફિલ્મોમાં મોટા સ્ટારને સિગારેટ પિતા દર્શાવવામાં આવતા હતા. જો કે આધુનિક સમયમાં સરકાર દ્વારા જુદા જુદા નિયત્રંણના કારણે આ પ્રકારની સીન પર હિન્દી ફિલ્મોમાં મોટા ભાગે બ્રેકની સ્થિતી મુકી દેવામાં આવી છે. જો કે કેટલીક ફિલ્મોમાં ફિલ્મની પટકથા મુજબ સ્મોકિંગના સીન આજે પણ રાખવામાં આવે છે. જે યુવા પેઢીને પસંદ પડે છે. હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ કબીર સિંહ અને અન્ય ફિલ્મોમાં સ્મોકિંગને દર્શાવવામાં આવ્યા બાદ ચર્ચા છે.