નવી દિલ્હી : ભારતમાં જુદી જુદી બિમારીઓના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થઇ જાય છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એવી નવી વિગત સપાટી ઉપર આવી છે કે, કેન્સર નહીં પરંતુ અન્ય બે રોગના કારણે ભારતમાં સૌથી વધુ લોકોના મોત થયા છે. સામાન્યરીતે ગંભીરતાનો અંદાજ બિમારીઓના કારણે થતાં મોતથી લગાવવામાં આવે છે. કેન્સર, હાર્ટએટેકથી વધુ લોકોના મોત થાય છે તો એમ માનવામાં આવે છે. ક્યારે પણ બિમારીઓથી થનાર પીડાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. દેશમાં સૌથી વધારે પીડિત જા લોકો છે તો તે પૌષ્ટિક તત્વોથી ગ્રસ્ત છે. પ્રોટીન, વિટામીન, આર્યનની કમીના કારણે ટીબી રોગથી મોટી સંખ્યામાં લોકો ગ્રસ્ત છે. દેશની અંદર આશરે ૪૬ ટકા વસતી કોઇને કોઇ પ્રકારના કુપોષણથી ગ્રસ્ત છે.
જ્યારે ૩૯ ટકા લોકો ટીબીથી ગ્રસ્ત છે. છેલ્લા દશકમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે. ૪૬ ટકા દર્દીઓ વધી ગયા છે પરંતુ માત્ર ૦.૧૫ ટકા ભારતીય આનાથી ગ્રસ્ત છે. ૨૦૧૭માં થયેલા કુલ મોત પૈકી માત્ર આઠ ટકા મોત કેન્સરના કારણે થયા છે. ભારતમાં હકીકતમાં જો કોઇ બે મોટી બિમારીઓ છે તે હાર્ટને લગતી બિમારી અને ડાયાબીટીસ છે. આ બિમારી પણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલનાર બિમારી નથી. કારણ કે, આ બિમારી બહારના એજન્ટો મારફતે ફેલાતી નથી. હૃદય સાથે સંબંધિત આશરે ૫.૫ કરોડ લોકો પ્રભાવિત થાય છે જ્યારે ડાયાબીટીસથી ૬.૫ કરોડ લોકો પ્રભાવિત થાય છે. બંને બિમારીઓના કારણે વ્યક્તિના જીવન ધોરણ પર પ્રતિકૂળ અસર થાય છે. હાર્ટ સાથે સંબંધિત રોગથી મોતની સંખ્યા વધારે છે.
કારણ કે આના શિકાર મોટી વયના લોકો વધારે થાય છે. સાથે સાથે સારવાર પણ મોંઘી છે. ડાયાબીટીસની વાત કરવામાં આવે તો શારીરિક પીડા આના કારણે થાય છે પરંતુ મોતનો આંકડો ઓછો છે. જો સારવાર તરફ યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવે તો મોતના આંકડામાં ઘટાડો કરવામાં આળી શકે છે. ડાયાબીટીસથી માત્ર ત્રણ ટકા મોત થાય છે. આ ખુલાસો મેડિકલ જનરલ લાન્સેટમાં કરવામાં આવ્યો છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝના ડેટાથી આ વિગત સપાટી ઉપર આવી છે. ડાયાબીટીસથી મોતનો આંકડો ઓછો છે. ભારત સાથે સંબંધિત ડેટા સ્થાનિક સર્વે, રજિસ્ટ્રેશન, મોતના કારણે સંબંધિત ડેટાથી એકત્રિત કરવામાં આવ્યા છે.