ગુગલ અને ફેસબુક અન્ય કંપનીઓ કરતા બિલકુલ અલગ કંપનીઓ છે. આ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તરીકે છે. તેમના બિઝનેસ મોડલ જાહેરખબર પર આધારિત હોય છે. આજે ફેસબુકના ૨.૨૭ અબજ સક્રિય ગ્રાહકો છે. આ દુનિયાના સૌથી મોટા સોશિયલ મિડિયા નેટવર્ક તરીકે છે. અહીં લોકો પોતે પોતાના સંબંધમાં માહિતી અને સામગ્રી મુકે છે અને અમે ફેસબુક મારફતે તમામ અન્યોની કામગીરીને નિહાળી શકીએ છીએ. ફેસબુક કંપની આ જાણકારીની મદદથી અમારા પ્રોફાઇલને તૈયાર કરે છે. અમે શુ પસંદ કરીએ છીએ અને શુ લખીએ છીએ, શુ વાંચીએ છીએ તે તમામ બાબતોને ધ્યાનમાં લઇને પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. આ રીતે આ તમામ માહિતી જાહેરાત કંપનીઓને આપી દેવામાં આવે છે.
જાહેરાતની દુનિયામાં ગુગલ અને ફેસબુકે પરંપરાગત મિડિયાને પછડાટ આપી દીધી છે. આજે કેટલાક એવા નવા પ્લેટફોર્મ બની ગયા છે જે શેયરિગ ઇકોનોમીમા કામ કરે છે. આની શરૂઆત એમેઝોન દ્વારા કરવામાં આવી હતી. જેના પર કોઇ બજારની જેમ બીજા પણ પોતાના માલને વેચી શકે છે. ચોક્કસપણે લાભનો સૌથી મોટો હિસ્સો તો આ પ્લેટફોર્મ જ લઇ જાય છે. આજે એક નવા વિષય પર પણ ચર્ચા ચાલી રહી છે. ફેસબુક અને ગુગલ સોશિયલ મિડિયાની દુનિયામાં ધુમ મચાવી રહ્યા છે. તેમની સાથે તમામ લોકો સારી રીતે જોડાયેલા છે.