અમદાવાદ : નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા ટૂડેએ પોતાના ફ્લેગશિપ અર્ધવાર્ષિક અહેવાલની ૧૧મી આવૃત્તિ ઈન્ડિયા રિયલ એસ્ટેટ રજૂ કરીહતી. આ અહેવાલમાં જાન્યુઆરીથી જૂન ૨૦૧૯ (એચ-૧ ૨૦૧૯)ના સમયગાળા દરમિયાન આઠ શહેરોના રહેણાંક અને ઓફિસ માર્કેટ પ્રદર્શનનું વિગતવાર એનાલિસિસ કરવામાં આવ્યું છે. અહેવાલમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં યર ઓન યર (વાયઓવાય) રહેણાંક સ્કીમોમાં ૧૫૭%નો અધધ કહી શકાય તેટલો વધારો થયો છે. એચ-૧ ૨૦૧૮માં ૧,૩૨૩થી વધીને એચ૧ ૨૦૧૯માં ૩,૩૯૮ થઈ ગયા છે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અમદાવાદ બ્રાન્ચના ડાયરેક્ટર શ્રી બલબિરસિંઘ ખાલસાએ કહ્યું છે કે, ૨૦૧૯નો પ્રથમ હાફ અમદાવાદ શહેરના ઓફિસ માર્કેટ માટે ઘણો જ ઉત્સાહજનક રહ્યો છે જેમાં એચ-૧ ૨૦૧૮ની તુલનામાં વેચાણ પણ વધ્યું છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે નાના બજારોમાં ગુણવત્તામાં ઘણો વધારો જોવા મળ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના ઓફિસ માર્કેટમાં ધીમે ધીમે પરંતુ સાતત્યપૂર્ણ રીતે વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને એસજી હાઈવેના આસપાસના વિસ્તારમાં આ વધુ જોવા મળે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ડેવલોપર્સ પણ કંપનીઓની જરૂરીયાત મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂ પાડે છે. ભલે કંપનીને શહેરમાં નવો વિસ્તાર કરવો હોય કે પછી જ્યાં ત્યાં જ તેનો વિસ્તાર કરવો હોય પરંતુ ડેવલોપર્સ તેમને તેમની જરૂરીયાતો પૂરી પાડે છે. જેથી કરીને તેમાં વધારો જોવા મળ્યો છે. વર્તમાન સમયમાં માંગની તુલનામાં સપ્લાય ઘણો વધારે છે. શહેરમાં આ ડબલ ડિજિટ વેકન્સી રેટ દર્શાવે છે જે એચ૧ ૨૦૧૮થી વધ્યો છે.’
નવી ઓફિસ સ્પેસમાં ગત વર્ષના રેકોર્ડ કરતા એચ-૧ ૨૦૧૯માં રેકોર્ડ ૧૯૨%નો વધારો થયો છે. એચ૧ ૨૦૧૯માં નવી ઓફિસ સ્પેસમાં રોકોર્ડ ૦.૨૫ એમએનએસક્યુ એમ (૨.૬૫ એમએનએસક્યુએફટી)નો વધારો થયો છે. જે એચ૧ ૨૦૧૮માં ૦.૦૮ એમએનએસક્યુ એમ (૦.૯૧ એમએનએસક્યુએફટી) હતો. ઓફિસ સ્પેસ વોલ્યુમમાં શહેરમાં એચ૧ ૨૦૧૯માં ૦.૦૫ એમએનએસક્યુ એમ (૦.૫૯ એમએનએસક્યુએફટી)નો વધારો થયો છે જે એચ૧ ૨૦૧૮માં ૦.૦૪ એમએનએસક્યુ એન (૦.૪૦ એમએનએસક્યુએફટી) હતો.
અમદાવાદના રહેણાંક માર્કેટની હાઈલાઈટ્સઃ
- અમદાવાદમાં એચ૧ ૨૦૧૮માં નોંધાયેલા ૧,૩૨૩ રહેણાક યુનિટ્સની તુલનામાં એચ૧ ૨૦૧૯માં ૩,૩૯૮ યુનિટ નવા બન્યા છે. આમ તેમાં ૧૫૭%નો વધારો નોંધાયો છે.
- હાઉસિંગ યુનિટના સેલમાં એચ૧ ૨૦૧૯માં ૧.૫ ટકાનો વધારો થયો છે. એચ૧ ૨૦૧૮માં તે ૮,૦૮૭ હતા જે વધીને ૮,૨૧૨ થઈ ગયા છે.
- અમદાવાદમાં હાઉસિંગ યુનિટ્સના ભાવ તાજેતરના વર્ષોમાં મોટાભાગે યથાવત રહ્યા છે. ભાવમાં ફક્ત ૧%નો વધારો નોંધાયો છે. અગાઉ ૩૦,૬૭૭/સ્ક્વેર મીટર હતો (૨,૮૫૦/સ્ક્વેર ફૂટ) જે વધીને ૩૦,૩૪૫/સ્ક્વેર મીટર (૨,૮૨૦/સ્ક્વેર ફૂટ) થયો છે.
- ન વેચાયેલા મકાનોની સંખ્યા એચ૧ ૨૦૧૮માં ૨૦,૧૨૦ હતી જે વાયઓવાયમાં રેકોર્ડ ૫૦% ઘટીને એચ-૧ ૨૦૧૯માં ૧૦,૦૪૯ થઈ છે.
- ક્વાર્ટર ટૂ સેલ (ક્યુટીએસ) એચ૧ ૨૦૧૯માં ૨.૫ ક્વાર્ટર્સ રહ્યો છે. નવી સ્કીમોમાં ઘટાડા અને વેચાણમાં સ્થિરતાના કારણે ક્વાર્ટર્સ ટુ સેલ (ક્યુટીએસ)માં વધારે ફેરફાર થયો નથી.
- શહેરમાં પૂર્વ અને ઉત્તર અમદાવાદને મુખ્ય રીતે અફોર્ડેબલ માર્કેટ માનવામાં આવે છે જેમાં એચ૧ ૨૦૧૯માં શહેરમાં આ વિસ્તારોમાં વેચાણમાં ૫૬%નો વધારો થયો છે. રાણીપ, ચાંદખેડા, ગોતા, નરોડા અને વસ્ત્રાલમાં વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
- એચ૧ ૨૦૧૯માં ઉત્તર અમદાવાદમાં ન વેચાયેલા મકાનોની સંખ્યા સૌથી વધુ છે.
- શહેરના પશ્ચિમ વિસ્તારમાં કે જે ર્વકિંગ પ્રોફેશનલ્સનું ઘર છે, ત્યાં એચ૧ ૨૦૧૮ની તુલનામાં એચ-૧ ૨૦૧૯માં પોતાનો હિસ્સો જાળવી રાખ્યો છે. સાઉથ બોપલ, સિંધ ભવન રોડની આસપાસના વિસ્તારો અને બોપલ-આંબલી રોડ પર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અમદાવાદ બ્રાન્ચના ડાયરેક્ટર શ્રી બલબિરસિંઘ ખાલસાએ જણાવ્યું છે કે બજાર હવે નવી પોલિસીઓને અનુરૂપ બની રહ્યો છે અને કેટલાક કેસમાં તો તેવી પોલીસીને રદ્દ કરવામાં આવી છે જેનાથી એચ-૧ ૨૦૧૯માં નવી સ્કિમોમાં વધારો જોવા મળ્યો છે. સ્થિર માંગ અને રહેવા માટે તૈયાર મકાનોની ઉપલબ્ધતા, ચોક્કસ કિંમતોના કારણે વેચાણમાં નોંધપાત્ર વેગ જળવાઈ રહ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટીએ જોઈએ તો જેનાથી શહેરમાં રિયલ એસ્ટેટના વિકાસમાં સૌથી મહત્વની હકારાત્મક અસર પડી છે તે છે એસજી હાઈવેને પહોળો બનાવ્યો છે તે.
અમદાવાદના કોમર્શિયલ માર્કેટની હાઈલાઈટ્સઃ
- શહેરમાં નવી ઓફિસ સ્પેસમાં રેકોર્ડ ૧૯૨%નો વધારો થયો છે. એચ૧ ૨૦૧૮માં તે ૦.૦૮ એમએનએસક્યુ મીટર (૦.૯૧ એમએનએસક્યુ
આભાર – નિહારીકા રવિયા એફટી) હતો તે એચ૧ ૨૦૧૯માં વધીને ૦.૨૫ એમએનએસક્યુ મીટર (૨.૬૫ એમએનએસક્યુએફટી) થઈ ગયું છે. ઓફિસ સ્પેસ વોલ્યુમમાં પણ ૨૫%નો વધારો થયો છે. એચ૧ ૨૦૧૮માં તે ૦.૦૪ એમએનએસક્યુ મીટર (૦.૪૦ એમએનએસક્યુ એફટી) હતો જે એચ૧ ૨૦૧૯માં વધીને ૦.૦૫ એમએનએસક્યુ મીટર (૦.૫૯ એમએનએસક્યુ એફટી) થઈ ગયો છે.
- એચ-૧ ૨૦૧૮ની તુલનમાં એચ-૧ ૨૦૧૯માં વેકેન્સી રેટ ૨૪.૬૩ ટકાથી વધીને ૩૪.૦૩% થઈ ગયો છે.
- આઈટી/આઈટીઈએ સેક્ટરના ભાગમાં કુલ ટ્રાન્સેક્ટેટેડ સ્પેસના રેકોર્ડ ૧૪%નો વધારો થયો છે.
- એચ૧ ૨૦૧૯માં ઉત્પાદન સેક્ટરમાં શહેરના કુલ સ્પેસ ટ્રાન્સએક્ટેડમાં ૨૭%નો વધારો થયો છે..
- અન્ય સર્વિસ સેક્ટરનો હિસ્સો એચ૧ ૨૦૧૮માં ૪૩%થી વધીને એચ-૧ ૨૦૧૯માં ૫૪%થઈ ગયા છે.
- કંપનીઓ કે જે કો-ર્વકિંગ સ્પેસમાં કાર્યરત છે તેમાં ૐ૧ ૨૦૧૯માં ૫,૮૪૮ જૂ દ્બ (૬૨,૯૪૩ જૂકં)નો વધારો થયો છે જે અન્ય સર્વિસ સેક્ટરમાંની કંપનીઓ દ્વારા પ્રાપ્ય કુલ સ્પેસના ૨૦% છે.
- સીબીડી વેસ્ટને ઓફિસ સ્પેસ માર્કિટંગમાં સૌથી મહત્વનું ગણવામાં આવે છે જેમાં કુલ ટ્રાન્સેક્ટેડ ઓફિસ સ્પેસના હિસ્સામાં એચ૧ ૨૦૧૯માં ૫૨%નો ઘટાડો થયો છે.
- એચ૧ ૨૦૧૯માં સીબીડી વેસ્ટમાં એસજી હાઈવે પણ નંબર વનના સ્થાને યથાવત છે. એચ-૧ ૨૦૧૮માં તેનો હિસ્સો ૩૨% રહ્યો હતો જે એચ૧ ૨૦૧૯માં ૩૪% થઈ ગયો છે.
- એસજી હાઈવે અને એસપી રિંગ રોડ વચ્ચેનો કોરીડોર શહેરના રિયલ એસ્ટેટમાં સૌથી વધુ કિંમત ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તાર પ્રીમિયમ રહેણાંક અને ઓફિસ માટેનું હબ ગણાય છે.
- પેરિફેરલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (પીબીડી)નો હિસ્સો ૪૩% રહ્યો છે. પીબીડીની સરેરાશ ડીલ એચ-૧ ૨૦૧૯માં ૩,૮૯૩ સ્ક્વેર મીટર (૪૧,૯૦૨ સ્ક્વેરફૂટ) રહી છે. નવા વાડજ, રાણીપ, ગોતા, એસપી રિંગ રોડ, મકરબા અને શિલજ તેના મુખ્ય વિસ્તારો રહ્યા છે.
- એચ૧ ૨૦૧૮ની તુલનામાં એચ-૧ ૨૦૧૯માં ભાડામાં ૧૪%નો વધારો થયો છે. ગુણવત્તા સભર ઓફિસ સ્પેસના અભાવે શહેરમાં ભાડામાં વધારો થયો છે.