હાલમાં જ કરવામાં આવેલા વ્યાપક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જીવનસાથી અથવા તો લાઇફ પાર્ટનરને ખુશ રાખીને મોટી વય સુધી જીવિત રહેવાની તક મળી શકે છે. જીવનસાથીને ખુશ રાખવાથી હેપ્પી હાર્મોનમાં વધારો થયા છે. સાથે સાથે વયમાં પણ વધારો થાય છે. રિસર્ચમાં પણ આ બાબતની સાબિતી મળી ગઇ છે કે જીવનમાં સ્વસ્થ રહેવા માટે ખુશ રહેવાની બાબત ઉપયોગી છે. સાથે સાથે જેની સૌથી વધારે નજીક રહીએ છીએ તેને ખુશ રાખવા માટે સારા આરોગ્યની જરૂર હોય છે. અભ્યાસમાં પણ કેટલીક બાબતો સાબિત થઇ ગઇ છે. ટેન્શનના કારણે ખુશી આપનાર હાર્મોનમાં કમી થાય છે. આના માટે ખુશ રહેવાની બાબત જરૂરી છે. આના કારણે સારા આરોગ્યની સાથે સાથે સફળતા માટેની સંભાવના પણ વધી જાય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે લાંબી વયની ઇચ્છા ધરાવનાર લોકોએ જીવનસાથીને ખુશ રાખવાની જરૂર હોય છે.
સાયકોલોજિકલ પત્રિકામાં આ અંગેની વાત કરવામા આવી છે. નેધરલેન્ડની ટિલબુર્ગ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે અમેરિકામાં ૫૦ વર્ષના ૪૪૦૦ દપત્તિઓને આવરી લઇને અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શરૂના આઠ વર્ષ બાદ આશરે ૧૬ ટકા પ્રતિભાગીઓના મોત થઇ ગયા હતા. જે લોકોના મોત થયા હતા તે પૈકી જીવિત પ્રતિભાગીની તુલનામાં ઓચા શિક્ષિત, ઓછા અમીર, શારરિક રીતે ઓછા સક્રિય લોકો હતા. તેમના જીવનસાથી પણ જીવનથી ઓછા સંતુષ્ટ હતા. રિસર્ચ-બેમાં કહેવામાં આવ્યુ છે કે ખુશ રહેનાર લોકોના હાર્ટ સામાન્ય કરતા વધારે સ્વસ્થ રહે છે.
આ અભ્યાસની કામગીરી ૨૮૭૩ મહિલા અને પુરૂષોને આવરી લઇને કરવામાં આવ્યા છે. ખુશ રહેવાથી તેના પોઝિટીવ વાઇબ્સના કારણે બીજા પાર્ટનરમાં સિરોટોનિન હાર્મોનનુ સ્ત્રાવ વધી જાય છે. આના કારણે તેને ખુશી પણ મળે છે. સાથે સાથે શરીરમાં ફ્રી રેડિકલ્સ જમા થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સારી સેક્સ લાઈફ આયુષ્યને વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અમેરિકાના વય વિરોધી નિષ્ણાંત ડાક્ટર ઇરીક બ્રેવરમેને તેમના નવા પુસ્તક યંગર (સેક્સીયર) યુમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે સારી સેક્સ લાઈફ માત્ર આયુષ્યને જ વધારવામાં ઉપયોગી નથી બલ્કે વધુ યુવા દેખાવામાં તથા ખુશખુશાલ અનુભવ કરવામાં પણ મહત્વની ભૂમિકા અદા કરે છે. પુસ્તકમાં તેમણે એમ પણ કહ્યું છે કે સેક્સના લીધે માત્ર હારમોનના સ્તરમાં જ વધારો થતો નથી. બલ્કે ડિમાંગની કામગીરી, હાર્ટની ક્તિતિ અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ ઉપયોગી ભૂમિકા અદા કરે છે. પુસ્તકમાં બ્રેવરમેને જણાવ્યું છે કે કોફી પણ ઘટતી જતી સેક્સ શક્તિને ઘટાડવામાં ઉપયોગી ભૂમિકા અદા કરે છે. બ્રાઉન રાઇસ ખાવાથી પણ ઘટતી જતી સેક્સ શક્તિને અટકાવવામાં મદદ મળે છે. બ્રેવરમેને પુસ્તકમાં અન્ય ઘણી મહત્વની બાબતનો ઉલ્લેખ કર્યો છે.
ઓએ અભ્યાસમાં જણાવ્યું છે કે સપ્તાહમાં ત્રણ અથવા વધુ વખત સેક્સ હાર્ટ એટેકના જાખમને ઘટાડવામાં મદદ કરે છે અથવા તો પુરુષોમાં સ્ટ્રોકના હુમલાઓને ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તાજેતરના અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે સેક્સથી ઇન્ફેક્સન સામે લડતા સેલ્સની સંખ્યામાં પણ ૨૦ ટકા સુધીનો વધારો કરે છે. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટી વયના પુરુષોમાં વધારે સેક્સ પ્રવૃત્તિથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો પણ ટળે છે. તબીબોના જણાવ્યા મુજબ બ્રેન અને શરીરના અન્ય ભાગો માટે પણ ઘણા મહત્વપૂર્ણ સૂચનો પણ કરવામાં આવ્યા છે. એક અન્ય અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે સેક્સની પણ ખુશ રહેવામાં ભૂમિકા રહેલી છે. પોતાને તરોતાજા રાખવા અને ટેન્શનને દૂર કરવા માટે નિયમિત સેક્સ એક સારો વિકલ્પ છે. સેક્સથી શરીરમાં પેદા થનાર એસ્ટ્રોજન હારમોન ઓસ્ટીયોપોરોસિસ નામની બિમારી નહીં થવા દેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. સેક્સના કારણે એન્ડોરફિન હારમોનનું કદ વધી જાય છે જેનાથી સ્કીનની ખૂબસુરતી વધી જાય છે. એસ્ટ્રોજન હારમોન શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શરીરની સુખસુવિધાઓને વધારવામાં ઉપયોગી છે. શરીરને આનંદની લાગણી આ હારમોનના કારણે થાય છે. અભ્યાસના તારણ તમામ માટે ઉપયોગી છે.