પાંચમી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવેલા બજેટને લઇને જાણકાર લોકો અને નિષ્ણાંતોમાં ચર્ચા છે. સામાન્ય રીતે જોતા લાગે છે કે મોટા ભાગના લોકોના આર્થિક જીવન પર બજેટ બાદ કોઇ અસર થનાર નથી પરંતુ આ બજેટને યોગ્ય દિશામાં આગેકુચ તરીકે ગણી શકાય છથે. મુભળુત માળખાને મજબુત કરીને પહેલા જાહેર કરવામાં આવેલા તમામ કાર્યક્રમોને યોગ્ય દિશામાં આગળ વધારી દેવા માટેની પહેલ આ બજેટમાં કરવામાં આવી છે. મજબુત માળખા અને આધારની દિશામાં આ બજેટમાં પગલા લેવામાં આવ્યા છે. મોદી-૨ સરકારના પ્રથમ બજેટનો ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોને ગંભીર રીતે દિશા આપી દેવા માટેનો રહેલો છે.
સરકારે ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરેલા પોતાના વચગાળાના બજેટમાં અનેક કાર્યક્રમોને જમીન પર ઉતારી દેવાની જાહેરાત કરી હતી. હવે આ તમામ કાર્યક્રમોને એક નિશ્ચિત દિશા અને મજબુતી આપવા માટેના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. આ બજેટ પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે બજેટમાં અગાઉ જાહેર કરવામાં આવેલા કાર્યક્રમોને યોગ્ય અને મજબુત દિશા સાથે રજૂ કરવાનો ઇરાદો છે. બજેટમાં આ બાબત પર ભાર મુકવામાં આવ્યો છે કે અમીર વર્ગના લોકો પાસેથી ટેક્સની વસુલી વધારે કરીને સામાન્ય લોકો માટે યોજનાઓ પર વધારે ખર્ચ કરવાનો હેતુ છે. બજેટમાં મુળભુત માળખાને વધારે મહત્વ આપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. કારણ કે આ સેક્ટરમાં રોજગાર ઉભા કરવાની સંભાવના વધારે છે. સરકાર બેરોજગારીને દુર કરવા માટે પડકારોનો સામનો કરી રહી છે. જેથી સરકારે આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટકચરને અપગ્રેડ કરવા પર ૧૦૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આની સાથે સંબંધિત પ્રોજેક્ટ ગામ અને શહેરની વચ્ચે અંતરને દુર કરવા માટે કામ કરનાર છે.
બજેટમાં માર્ગ, વોટરવે , મેટ્રો અને રેલના વિકાસ માટે કેટલીક મોટી જોગવાઇ કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે તે મુડીરોકાણને પણ આકર્ષિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર છે. આના માટે કેટલાક ક્ષેત્રોમાં એફડીઆઇ વધારી દેવા માટેની પણ વાત કરવામાં આવી છે. સરકાર ઉડ્ડયન, મિડિયા, એનિમેશન અને વીમામાં એફડીઆઇ વધારી દેવા માટે સંભાવના પર વિચારણા કરશે. વીમા ક્ષેત્રમાં તે ૧૦૦ ટકા એફડીઆઇ માટે ઇચ્છુક છે.
રોકાણને વધારી દેવા માટે પ્રવાસી ભારતીયોના રસ્તાને સરળ કરવામાં આવનાર છે. સરકારની સામે એક બાજુ પડકાર માંગને વધારી દેવા માટેનો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર, ઓટોમોબાઇલ અને અન્ય ક્ષેત્રોમાં કાયમી અડચણોને દુર કરવા માટેની પણ સ્થિતી રહેલી છે. આને ધ્યાનમાં લઇને જ હોમ લોનના વ્યાજ પર મળનાર ઇનક્મ ટેક્સ છુટને વાર્ષિક બે લાખ રૂપિયાથી વધારીને ૩.૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ છુટછાટ ૪૫ લાખ રૂપિયાના મકાન પર મળનાર છે. આનાથી રિયલ એસ્ટેટ સેક્ટરને પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧.૯૫ કરોડ મકાનો બનાવવા માટેની પણ યોજના તૈયાર કરવામાં આવી છે. બેકો વધારે લોન આપી શકે તે માટે બેંકોને ૭૦૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે.