લોકસભાની ચૂંટણી યોજાઇ ગયા બાદ પ્રચંડ બહુમતિ સાથે સતત બીજી અવધિ માટે સત્તામાં આવેલી મોદી સરકાર નવી અવધિમાં પ્રથમ બજેટ પાંચમી જુલાઇના દિવસે રજૂ કરનાર છે. નવા બજેટમાં પગલાને લઇને તમામ કારોબારીઓ, શેર બજાર, કોર્પોરેટ જગત અને સામાન્ય લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. હાલના વર્ષોમાં જે નિરાશા દેખાઇ રહી છે તેને દુર કરવા માટે સૌથી પહેલી પ્રાથમિકતા નવા નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની સામે દેખાઇ રહી છે. તેમની સામે કેટલાક મોટા પડકારો છે. જે પૈકી મોટો પડકાર જે સુસ્ત અર્થવ્યવસ્થામાં રોકાણ કરવા માટે રોકાણકારો ખચકાટ અનુભવ કરી રહ્યા છે તે અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફુંકવા માટે છે. નિરાશાના માહોલને દુર કરવા માટેની જરૂરિયાત દેખાઇ રહી છે.
અર્થવ્યવસ્થાની સામે હાલમાં કેટલાક પડકારો છે. જે પૈકી સૌથી મોટો પડકાર તો બેરોજગારીને લઇને રહેલો છે. આને લઇને લોકસભાની ચૂંટણી દરમિયાન પણ પ્રશ્નો ઉઠ્યા હતા. મોદીને પોતાને પણ આ મુદ્દાથી બચવા માટેની તક મળી ન હતી. જેથી મોદી આને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે હાથ ધરવા માટે ઇચ્છુક છે. સરકારે મોડેથી પણ બેરોજગારીને લઇને આંકડા જારી કરી દીધા છે. સરકારને એનએસએસઓના આંકડા જારી કરી દીધા છે. જેમાં દર્શાવવામાં આવ્યુ છે કે બેરોજગારી સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઇ છે. બેરોજગારીનો આંકડો ૪૫ વર્ષની સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયો છે. જીડીપી વૃદ્ધિ દરનો આંકડો નીચે પહોંચી ગયો છે જેથી વિશ્વમાં સૌથી ઝડપથી કુચ કરનાર અર્થવ્યવસ્થા પૈકીનો દરજ્જા પણ ગુમાવી દીધો છે. પાંચ વર્ષના સૌથી નીચના સ્તર પર વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપી દર પહોંચી ગયો છે. જીડીપી વૃદ્ધિ દર સાત ટકા કરતા નીચે પહોંચી ગયો હોવાના હેવાલ મળ્યા છે. એફએમસીજી સેક્ટર પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે. દરરોજના ઉત્પાદકો તેલ, સાબુ, ટુથપેસ્ટ અને ચાના વેચાણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ઓટો સેક્ટર પર ભારે સંકટની સ્થિતી રહેલી છે. માંગમાં ભારે ઘટાડો થઇ ગયો છે.
સતત ૧૨માં મહિનામાં પેસેન્જર વાહનોની માંગમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં વેચાણનો આંકડો બે આંકડા ઘટી ગયા છે. જીએસટી વસુલાતમાં પણ ઘટાડો થયો છે. જીએસટી વસુલાતમાં ભરપાઇ ઘટી ગઇ છે. રાજ્યોને કેન્દ્રની અપેક્ષા વધારા હિસ્સો આપવો પડશે. નવા રોકાણ ખુબ ઘટી ગયા છે. બચત દર દશકોના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. મે મહિનાની વાત કરવામાં આવે તો વસુલાતનો આંકડો ૧.૧૩ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે જુન મહિનામાં જીએસટી વસુલાતનો આંકડો ૯૯૯૩૯ કરોડ સુધી પહોંચી ગયો છે. કૃષિ વૃદ્ધિ દરની વાત કરવામાં આવે તો તે ૨.૯ ટકા થઇ ગયો છે. દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે. નવા મુખ્ય આર્થિક સલાહકારો કઇ રીતે પડકારોને હાથ ધરે છે. કોર્પોરેટ નફા ઘટી રહ્યા છે જેથી કોર્પોરેટ કરમાં પણ વધુ વધારો થઇ રહ્યો નથી. નોટબંધી બાદ આવકવેરા રિટર્ન ભરનાર લોકોની સંખ્યા ચોક્કસપણે વધી છે પરંતુ તેમા રિવર્સ ટ્રેડ આવી ગયો છે.
મુડીરોકાણના મોરચા પર પણ નિરાશા જેવા મળે છે. સરકારી કંપનીઓમાં પોતાની ઇક્વિટીમાં ખરીદી વેચાણ સિવાય સરકાર કોઇ નક્કર પગલા લેવાની સ્થિતીમાં નથી. પગલાઓથી લાગે છે કે રાજસ્વ સંગ્રહનો આંકડો પણ ઓછો રહી શકે છે. સબસિડી અને ચૂંટણીમાં કરવામાં આવેલા વચનો પર ખર્ચની જાગવાઇ રોકાણ માટે ઉપલબ્ધ સંશાધનોને ઘટાડી શકે છે. કિસાન સન્માન નિધીના નેટવર્કને વધારી દેવાના કારણે આના પર ખર્ચ ૮૫ હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કરી જશે. સબસિડી પણ આશરે સવા બે લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી રહી છે. સ્વાભાવિક બાબત છે કે જા રાજકોષીય ખાદ્યને ૩.૪ ટકા પર રાખવી છે તો ખર્ચ પર અંકુશ મુકવાની જરૂર પડી શકે છે. વર્તમાન સ્થિતીમાં આ બાબત તો શક્ય દેખાઇ રહી નથી. વચગાળાના બજેટમાં શ્રમિકોને પેન્શન, આરોગ્ય સેવામાં સુધાર સહિતના અનેક પગલા જાહેર કરવામાં આવ્યા હતા.
અલબત્ત તેમની દફનવિધી માટે મુખ્યપ્રધાન પલાનીસ્વામી દ્વારા મરીના બીચ પર જગ્યા આપવાના ઇન્કારના કારણે જે વિવાદ થયો હતો તેના કારણે વર્ષ ૨૦૧૯માં આને મુદ્દા તરીકે રજૂ કરવામાં આવી શકે છે. ડીએમકે આને મુદ્દો બનાવી શકે છે. ભલે મોડેથી મરીના બીચ પર દફનવિધી માટે જગ્યા આપવામાં આવી છે.કેટલાક નારાજ સભ્યો તુટી ગયેલા ગ્રુપ અમ્મા મક્કલ મુન્નેત્ર કઝગમમાં કેટલાક સભ્યો જતા રહ્યા છે.