અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા શહેરમાં તા.૪થી જૂલાઇના રોજ નીકળનાર છે ત્યારે તેને લઇ અયોધ્યા, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન, સૌરાષ્ટ્ર સહિત દેશના ખૂણેખૂણેથી અનેક સાધુ-સંતો અને મહાન વિભૂતિઓ માટે આજે જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૦૦થી વધુ સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી તેઓને વ†, રોકડ, દાન અર્પણ કરવામાં કરવામાં આવ્યા હતા.
જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્ર્સ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના મહાનુભાવો દ્વારા આ પ્રસંગે સાધુ-સંતોનું ભારે આદર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારે સરસપુર ખાતેના નાની વાસણશેરીની ભલા ભગતની પોળમાં આવેલા પ્રાચીન રણછોડરાયજી મંદિર ખાતે પણ સાધુ-સંતો માટે વિશેષ ભંડારો યોજાયો હતો, જેમાં એક હજારથી વધુ સાધુ-સંતોને ભારે આદર અને પ્રેમપૂર્વક જમાડવામાં આવ્યા હતા અને મંહત શ્રી લક્ષ્મણદાસજી ગુરૂ વાસુદેવજી મહારાજ દ્વારા દેશભરમાંથી પધારેલા સાધુ-સંતોને વસ્ત્ર, રોકડ-દાન અર્પણ કરી તેમની ભાવભરી આગતા સ્વાગતા અને સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં દેશભરના ખૂણેખૂણેથી આવતાં સાધુ-સંતોનુ તેમના અખાડા, સંપ્રદાય, મહામંડલેશ્વર સહિતની પદવીઓ અને તેમના હોદ્દા મુજબ માન-સન્માન અને આદર જાળવાતો હોય છે, રથયાત્રામાં સાધુ-સંતોનું પણ ખાસ મહત્વ હોય છે, તેમની હાજરી વિના રથયાત્રા શકય બનતી નથી. દેશના ખૂણેખૂણેથી આવેલા હજારો સાધુ-સંતો માટે આજે જમાલપુર જગન્નાથજી મંદિર ખાતે કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ(દૂધપાક)નો વિશેષ ભંડારો યોજાયો હતો. મંદિર આશરે ૨૫૦૦થી વધુ સાધુ-સંતોને ભારે આદરપૂર્વક જમાડવામાં આવ્યા હતા અને તેઓને તેમના મોભા અને ધાર્મિક પદવી મુજબ, સન્માનિત કરી વ†, રોકડ-દાન અર્પણ કરવામાં આવ્યા હતા. આ જ પ્રકારે ભગવાનના મોસાળ એવા સરસપુરમાં નાની વાસણશેરી ખાતે ભલા ભગતની પોળમાં આવેલા પ્રાચીન રણછોડરાયજી મંદિર ખાતે આજે ખાસ ભંડારો યોજાશે, જેમાં એક હજારથી વધુ સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી તેઓને વસ્ત્ર, રોકડ, દાન અર્પણ કરવામાં આવ્યું હતું.
આમ, રથયાત્રા પહેલાં આજે દેશભરમાંથી પધારેલા સાધુ-સંતો બે અલગ-અલગ ખાસ ભંડારા યોજાયા હતા, જેમાં પ્રભુપ્રસાદી પામી સાધુ સંતો તૃપ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની રથયાત્રા માટે ખાસ દેશના અયોધ્યા, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન, ત્ર્યંબકેશ્વર, સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગિરનાર, મથુરા, વૃંદાવન સહિતના ખૂણેખૂણેથી આવેલા સાધુ-સંતો અહીં પધાર્યા છે. આજે ભંડારા દરમ્યાન હજારો શ્રધ્ધાળુઓ પણ સાધુ-સંતોના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટયા હતા.