અમદાવાદ : ભારતીય વાનગીઓ માટે ઝડપથી વધતાં સ્થાનો, ચારકોલ ઈટ્સે આજે ગુજરાતમાં પ્રવેશની ઘોષણા કરી. કંપની 4 આઉટલેટ (એક ડાઈન- ઈન અને અમદાવાદમાં બે એક્સપ્રેસ, અને ગાંધીનગરમાં એક ડાઈન- ઈન) સાથે શરૂઆત કરી રહેલ છે. જ્યારે સેટેલાઇટ અને ડ્રાઈવ- ઈન એક્સપ્રેસ આઉટલેટ છે, મોટેરા અને ગાંધીનગર ઇન્ફોસિટીમાં ડાઈન- ઈન ખોલવામાં આવશે. કંપનીના અમદાવાદમાં 6 આઉટલેટ્સ ખોલવાની યોજના છે, કે જેથી શહેરમાં દરેક અમદાવાદીઓ માટે સ્વાદિષ્ટ આધુનિક ભારતીય સ્વાદની સરળ પહોંચ સુનિશ્ચિત કરવામાં આવી શકે. આ નવી શરૂઆત સાથે, ચારકોલ ઈટ્સના હવે ભારતના 15 શહેરોમાં 50 આઉટલેટ છે. કંપનીની યોજના આવનાર 12 મહિનામાં 20 શહેરોના 300 ઓન- ધ- ગો આઉટલેટ્સમાં પોતાની ઉપસ્થિતિ દાખલ કરાવવાની છે. આ અંગે ચારકોલ ઈટ્સના સહ- સંસ્થાપક તથા સીપીઓ મોહંમદ ભોલ અને ક્રાફટ હોસ્પિટાલિટીના પાર્ટનર દેવર્ષિ પટેલ અને મયંક ગૌતમે માહિતી અર્પિત કરી.
આ અવસર પર ચારકોલ ઈટ્સના સહ- સંસ્થાપક તથા સીપીઓ મોહંમદ ભોલ એ જણાવ્યું કે, “આ અમારા માટે એક સમયમાં એક શહેર, દેશભરમાં અમારા આધુનિક ભારતીય સ્વાદ લાવવા માટે એક રોમાંચક યાત્રા રહી છે. અમે ગુજરાત માટે એક મહત્વપૂર્ણ વ્યવસાય અને વાણિજ્યક ડેસ્ટિનેશન અમદાવાદ, પોતાની શરૂઆત સાથે રોમાંચિત છીએ. શહેર પોતાની સમૃદ્ધ અને જીવંત ખાદ્ય સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે અને અમે શહેરભરમાં અમદાવાદવાસીઓ માટે અમારા યુનિક મેનૂની સેવા આપવા માટે ઉત્સાહિત છીએ.
આ ભાગીદારી વિશે વાત કરતાં ક્રાફટ હોસ્પિટાલિટીના પાર્ટનર દેવર્ષિ પટેલ અને મયંક ગૌતમે જણાવ્યું કે, “અમે ગુણવત્તા ને ગ્રાહક પ્રસન્નતા, સંસાધન કુશલ વ્યવસાય મોડલ અને ભાગીદારી માટે તેમના ખુશહાલ દ્રષ્ટિકોણ પે ભાર આપવાના કારણે ચારકોલ ઈટ્સ ઘણું પ્રભાવિત છે. કેફેમોકાને ગુજરાતમાં લાવવાનો સફળ અનુભવ મેળવ્યો અને અમે ત્રણ કાફે માઇકા હોટ ડેસ્ટિનેશન માનનાર અમદાવાદ અને ગાંધીનગરમાં શરૂ કરવામાં આવ્યાં, અમે ચારકોલ ઈટ્સ સાથે ભાગીદારી કરીને પોતાને ઘણાં રોમાંચિત મેહસૂસ કરી રહ્યાં છીએ કે જેથી અમે અમદાવાદ અને ગુજરાતના ગ્રાહકોને સ્વાદિષ્ટ પ્રસ્તુતિ અને ચારકોલ ઈટ્સનો અનુભવ પ્રદાન કરી શકીએ. અમે એક ફળદાયી ભાગીદારીની આશા કરીયે છીએ અને આવનાર સમયમાં સફળ થઈશું.
ચારકોલ ઈટ્સ 6 બિરયાની વેરિયન્ટ્સ સાથે શરૂ થયું અને આજે સ્નેક અને ભોજનના સમયમાં 50થી વધુ અલગ- અલગ ખાદ્ય વિકલ્પોમાં સર્વ કરી રહ્યાં છીએ, જેમાં બિરયાની, સ્ટાર્ટર્સ, ભાત, બાઉલ રોલ, પાઉં વોજ, લોડેડ ફ્રાઈઝ, લિકવીડ ફૂડ અને ડેઝર્ટ સામેલ છે. ચારકોલ ઈટ્સ પોતાના ભોજનને સર્વશ્રેષ્ઠ- ઈન- ક્લાસ, આધુનિક સ્વચ્છ રસોઈમાં તૈયાર કરે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરે છે, અને કોઈપણ કુત્રિમ સ્વાદ, રંગ કે એમએસજીની સખતાઈથી બચાવે છે. આ ઉપાયોનો સીધો પ્રભાવ કંપનીની હાઈ રિપીટ રેટમાં જોઈ શકાય છે.
સપ્ટેમ્બર 2015માં લોન્ચ કરેલ ચારકોલ ઇટ્સના હાલમાં મુંબઈ, થાણે, નવી મુંબઈ, અમદાવાદ , કોલકાતા, બેંગ્લુરુ, પુણે, ગુરુગ્રામ, ચેન્નઈ, નાસિક, ગાંધીનગર, જયપુર, જમશેદપુર, ઇન્દોર અને ત્રિચી સાથે 15 ભારતીય શહેરોમાં 50 આઉટલેટ્સ છે. તેમાંથી 27માં ડાઈન-ઈન ની સુવિધા છે જયારે અન્યમાં ટેકઅવે તથા ડિલિવરીની સુવિધા આપવામાં આવી છે. તેની વિસ્તાર યોજના દ્વારા તે બ્રાન્ડને દેશના બધા ખૂણા સુધી પહોંચાડવાનું છે.