લોકો ડેટ પર કેમ જાય છે ? જો આવો પ્રશ્ન કોઇને પણ પુછવામાં આવે તો તેનો જવાબ હોય છે કે પાર્ટનરની સાથે ક્વોલિટી ટાઇમ ગાળવા અને રોમાન્સ માટે જાય છે. જો કે હાલમાં કરવામા આવેલા સર્વેમાં કેટલીક નવી વિગત સપાટી પર આવી છે. જેને જાણીને તમામને આશ્ચર્ય થઇ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે કેટલાક લોકો તો ફ્રીમાં ભોજન કરવા માટે જ ડેટ પર જાય છે. હાલમાં કરવામા આવેલા અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે એક તૃતિયાંશ મહિલાઓ તો માત્ર ફ્રી ભોજન કરવા માટે જ ડેટ પર જાય છે. મહિલાઓને બે જુદા જુદા ગ્રુપમાં સામેલ કરીને અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આમાંથી ૨૩ ટકા મહિલાઓએ કબુલાત કરી લીધી છે કે પોતાની પાસે પૈસા ન હોવાની સ્થિતીમાં આ મહિલાઓ અનેક વખત ફુડી કોલ્સ કર્યા હતા. એટલ કે પાર્ટનરની સાથે માત્ર ભોજન કરવા માટે ડેટ્સ પર પહોંચી હતી. બીજી બાજુ અન્ય અભ્યાસમાં આ આંકડો ૩૩ ટકાનો રહ્યો છે.
શોધ કરનાર લોકોનુ કહેવુ છે કે અભ્યાસમાં મહિલાઓ કહી ચુકી છે કે ડેટ પર જતી વેળા તેમનો વધારે રસ ફ્રી ભોજન પર વધારે રહ્યો છે. પુરૂષમાં રસ ઓછો રહ્યો છે. પહેલા અભ્યાસમાં ૮૨૦ મહિલાઓને આવરી લેવામાં આવી હતી. તેમને રિલેશનશીપ, ખાનગી વિશેષતા, જેન્ડર રોલના મામલે ચર્ચા કરવામાં આવી હતી. ફુડી કોલ્સને લઇને પણ ચર્ચા રહી છે.