એક પરિવારના પ્રભુત્વના દંશ સહન કરી રહેલી દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસ પાર્ટી હવે પરિવારવાદમાંથી બહાર નિકળી જવા માટે સંઘર્ષ કરી રહી છે. પરિવારવાદમાંથી બહાર નિકળી જવા માટે આ પાર્ટી ઉત્સુક બનેલી છે. તેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પોતે કહી ચુક્યા છે કે પાર્ટીનૂ નેતૃત્વ હવે બિન નહેરુ-ગાંધી પરિવારની કોઇ વ્યક્તિને સોંપવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ સમાજવાદ અને ધર્મિનરપેક્ષતાનો દમ ભરનાર પાર્ટીઓમાં પરિવારવાદને લઇને સ્પર્ધા ચાલી રહી છે. દરેક પાર્ટીના નેતા ઇચ્છે છે કે પાર્ટી પર તેમના અને તેમના પરિવારના સભ્યોનુ પ્રભુત્વ રહે. જા પ્રભુત્વ રહેશે તો જ સમાજ અને દેશના હિતમાં કામ કરી શકાશે. શુ તેમની પાર્ટીમાં પરિવારના સભ્યો સિવાય કોઇ અન્ય વ્યક્તિ સક્ષમ નથી ? તેવો પ્રશ્ન હવે દેશના દરેક વ્યક્તિને સતાવે છે. આવા નેતા માત્ર જનતાની આંખમાં ધુળ નાંખવા માટે પ્રયાસ કરે છે. રાષ્ટ્રવાદ તેમના માટે કોઇ મહત્વ રાખતુ નથી. જાતિવાદ અને પરિવારવાદ જ તેમના માટે સર્વોચ્ચ બાબત રહેલી છે.
સૌથી પહેલા ભારતમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ડાયનેસ્ટી સિસ્ટમને અમલી કરી દીધી હતી. કોંગ્રેસમાં તમામ કુશળ નેતા હોવા છતાં પોતાની પુત્રી ઇÂન્દરા ગાંધીને આગળ લાવવામા ંઆવી હતી. ઇÂન્દરા ગાંધીને આગળ લાવવામાં આવ્યા બાદ જેમ દેશમાં એક પરિવારવાદને લઇને સ્પર્ધા છેડાઇ ગઇ હતી. તમામ પાર્ટીઓના નેતા તેમના પુત્ર પુત્રીઓ અને પરિવારના અન્ય સભ્યોને પાર્ટીમાં લાવવા લાગી ગયા હતા. કોંગ્રેસ પાર્ટીની જ વાત કરવામાં આવે તો કમલાપતિ ત્રિપાઠી, બાબુ જગજીવન રામ, જેબી પટનાયક, ચૌધરી બંસીલાલ, દેવીલાલ, જીતેન્દ્ર પ્રસાદ જેવા દિગ્ગજ પરિવારવાદને પ્રોત્સાહન આપવા માટે સૌથી પહેલા આગળ આવી ગયા હતા. જા કે ટોપ પર તો ગાંધી-નહેરુ પરિવારનુ જ પ્રભુત્વ રહ્યુ હતુ. ત્યારબાદ સમય જતા દક્ષિણમાં એનટી રામારાવ, એમજી રામચન્દ્રન તેમજ કરૂણાનિધીએ પણ આ પરંપરા આગળ વધારી દીધી હતી. આ તમામ નેતાઓએ પોતાના વારિસોને ખુરશી સોંપી દીધી હતી. જેપી આંદોલનમાંથી નિકળેલા અને સમાજવાદી હોવાનો દમ ભરનાર મુલાયમસિંહ યાદવ અને લાલુ પ્રસાદ યાદવ પણ પરિવારવારના સકંજામાં આવી ગયા છે. મમતા બેનર્જી પર બંગાળમાં પોતાના ભત્રીજાને આગળ લાવવા માટેના આરોપો થઇ રહ્યા છે. નવેસરનો દાખલો તો બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીનો છે.
માયાવતીએ પોતાના ભાઇ આનંદને પાર્ટીના રાષ્ટ્રીય નાયબ અધ્યક્ષ બનાવી દીધા છે. આવી જ રીતે ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય કોઓર્ડિનેટર બનાવી દીધા છે. હવે કાંશી રામ અને બાબા સાહેબના મુલ્યો ક્યામ રહ્યા છે. તેમના આદર્શને માયાવતીએ ધ્યાનમાં લીધા નથી. બહુજન હિતની વાત કરનાર માયાવતીએ હવે પરિવારવાદ હિતાયની વાત કરી દીધી છે. સ્પષ્ટ છે કે પાર્ટીઓ સામાન્ય લોકોને ભ્રમિત કરીને એટલી અમીર બની ગઇ છે કે સામ્રાજ્ય અન્ય વ્યક્તિને સોંપવા માટે તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટી આ મામલે ચોક્કસપણે અલગ દેખાઇ આવે છે. કારણ કે હાલમાં ભારતીય જનતા પાર્ટીની નિતીઓમાં સંઘની ભૂમિકા રહેલ છે. જા કે આ પાર્ટીના નેતા પણ તેમના પરિવારના સભ્યોને આગળ લાવી ચુક્યા છે.
જો કે ટોપના સ્તર પર લોકશાહી વ્યવસ્થા ચોક્કસપણે જાવા મળે છે. પરિવારની પાછળ ભાગનાર પાર્ટીને હવે સમજી લેવાની જરૂર છે કે લોકશાહીમાં આગળ વધવુ છે તો મોહમાયાને ત્યાગ કરીને લોકહિતની વાત કરવી પડશે. લોકશાહીને મજબુત કરીને દરેક વ્યક્તિ વિકાસની વિચારધારાને આગળ વધારી શકે છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પરિવારવાદની જે હાલત થઇ છે તેવી હાલત વધારે થઇ શકે છે. પરિવારવાદને લોકો ફગાવી ચુક્યા છે. આવીસ્થિતીમાં હવે પાર્ટીમાં સક્ષમ નેતાઓને જવાબદારી સોંપવામાં આવે તો તમામ માટે હિતની બાબત રહેશે. પરિવારવાદના મોહમાંથી બહાર નિકળી જવાની જરૂર છે. પરિવારવાદના દંશમાંથી કઇ કઇ પાર્ટી બહાર નિકળશે તેને લઇને વિવાદ છે.