નવી દિલ્હી : બીએસઈ અને એનએસઈ સાથે નોંધાયેલા ૧૪૦૦૦ બ્રોકરો બજેટને લઇને આશાવાદી છે. આમા ૫૦૦૦૦ રજિસ્ટર્ડ સબ બ્રોકરો પણ રહેલા છે. દલાલ સ્ટ્રીટ દ્વારા અર્થતંત્રમાં ૧૦ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રી દરજ્જા મળવાથી અન્ય ઘણી બધી રાહતો શેરબજારને મળી શકે છે. બે દશક જુના બ્રોકર્સ ફોરમમાં ૮૫૦ સભ્યો રહેલા છે તેમના દ્વારા વિવિધ માંગણીઓમાં એક માંગ ઇન્ડસ્ટ્રી સ્ટેટસની પણ છે. શેરબજાર સાથે જોડાયેલા લોકો બજેટને લઇને આશાવાદી બનેલા છે.
કારણ કે વર્તમાન સરકાર નવી અવધિમાં તેનુ પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. લોકસભાની ચૂંટણીમાં મોદીની સુનામી હેઠળ ભારતીય જનતા પાર્ટીને ૩૦૩ સીટો મળી હતી. જેથી નરેન્દ્ર મોદી સરકાર પાસેથી બજેટમાં આશા પણ વધી ગઇ છે.