હાઇટેક ગેજેટની વાત કરવામાં આવે તો હવે નવા જમાનાની છતરીઓ લોકોની સુવિધા મુજબ લઇને આવી રહી છે. નવા જમાનાની છતરીથી હવામાનના સંબંધમાં એલર્ટ પણ મળી શકશે.જો હવામાનની સ્થિતી ખરાબ થનાર છે અને આપને છતરી સાથે લઇ જવાની બાબત યાદ રહી નથી તો આ પ્રકારની છતરી આપના કામની છે.
વરસાદની ચેતવણી દરમિયાનવ તેના હેન્ડલ પર હવામનને લઇને સતત એલર્ટ સંકેત ચાલતા રહે છે. તેને એક વેબસાઇટથી જાડવામાં આવી છે. તેના વાયરલેસ ડેટા રેડિ.યો ચિપ અને તેના હેન્ડલને પ્રકાશિત કરે છે. તે હવામાનના એલર્ટને દર્શાવે છે. અન્ય એક છતરી એવી પણ છે જે હેન્ડસફ્રી તરીકે છે. આ છતરી એ પ્રકારથી ડિઝાઇન કરવામાં આવી છે કે તેના ઉપયોગના ગાળા દરમિયાન તમારા હાથ સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. આ હુડી સ્ટાઇલની છતરી છે. આમાં પવન તીવ્ર હોય તો પણ તમને હેરાન કરી શકે નહીં. નુબ્રેલા નામની આ છતરી બેક પેકની જેમ ફોલ્ડ કરવામાં આવી શકે છે. તેને ખભામાં લટકાવી શકાય છે.
તેનો છતરીના હિસ્સાવાળો ભાગ બેગની બહાર રહે છે. જેથી બેગની અંદર તમે તમારી અન્ય ચીજો પણ સરળ રીતે રાખી શકો છો. હાથ ફ્રી હોવાના કારણે અન્ય કામ કરતી વેળા પણ છતરીનો ઉપયોગ થઇ શકે છે. છતરી નિર્માતા કંપનીઓ લોકોની જુદી જુદી માંગોને ધ્યાનમાં લઇને આ દિશામાં આગળ વધી રહી છે. ખુબસુરત અને તમામ રાહત વરસાદમાં આપે તેવી છતરી કંપનીઓ પણ બનાવી રહી છે.