અમદાવાદ : હવે અમદાવાદ શહેરમાં કોઇપણ રેસીડેન્સીયલ કે કોમર્શીયલ સ્કીમ, પ્રોજેકટ કે યોજનામાં આડેધડ બાંધકામ કે પોલ્યુશન અને પર્યાવરણને નુકસાન થાય તે પ્રકારે સ્કીમો તૈયાર કરવાને બદલે ઇકોફ્રેન્ડલી અને પર્યાવરણપ્રેમી ઇમારતોને આયામ આપવાનો એક નવતર અભિગમ શરૂ થયો છે. જા આવી ઇમારતો, સ્કીમો, પ્રોજેકટ કે યોજનામાં નિયત ધારાધોરણો અને જાગવાઇઓનું ચુસ્તપણે પાલન કરાયું હોય તો જ ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ(આઇજીબીસી) દ્વારા તેને ગોલ્ડ, સિલ્વર કે અન્ય સર્ટિફિકેશન અપાતું હોય છે, જેના આધારે આવી ઇમારતોની વિશ્વસનીયતા, ઇમેજ અને પ્રતિષ્ઠા નક્કી થતી હોય છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિવાન ગ્રુપ અને એડોર ગ્રુપના સંયુકત સાહસ તરીકે શિવરંજની ચાર રસ્તાથી ઝાંસીની રાણીના પૂતળાથી જમણી બાજુ, જૈન દેરાસર પાસે પ્રકાશકુંજ-૧ સામે વિશાળ એરિયામાં આકાર પામી રહેલી કલાઉડ ૯(કલાઉડ નાઇન) સ્કીમને પણ આ જ પ્રકારની ઇકોફ્રેન્ટલી અને પર્યાવરણ પ્રેમી સ્કીમ રજૂ કરવા બદલ ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્વારા ગોલ્ડ રેટેડ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. જેને લઇને કહી શકાય કે, અમદાવાદ ઇકોફ્રેન્ડલી અને પર્યાવરણ પ્રેમી ઇમારતોના કન્સેપ્ટ તરફ આગળ વધી રહ્યું છે.