હંમેશા હાઈજીન કોન્શિયસ સુલેખાને સમાજ આખો વખાણે. પડોશીઓ પણ કહે છે કે તેના ઘરે ટાઈલ્સ એટલી ચોખ્ખી હોય કે મોઢું પણ દેખાય. પણ તેનો પતિ તો સુલેખાનું મોઢુ જોવાથી પણ કતરાય છે…આવું શા માટે….કેવી રીતે બન્યું?
ઘરનો ખૂણે ખૂણો ચમકાવનાર સુલેખા પરિવારનાં તમામ સભ્યોનાં સ્વાસ્થ્યનું પણ એટલુ જ ધ્યાન રાખતી. દરેકને વ્યક્તિગત ભાવતું જમવાનું પણ બનાવતી. કોને કંઈ વસ્તુથી શુ તકલીફ છે તેવી નાનામાં નાની વાત પર ધ્યાન રાખતી. તેનો આખો દિવસ ઘરનાં કામ કાજમાં અને ઘર સજાવવામાં જ જતો.
તે પોતે ઘરને સરખુ રાખવામાં એટલી બધી ઓતપ્રોત થઈ જતી કે પોતાના શરીર પર જરા પણ ધ્યાન જ ન આપતી. ૩૫ની ઉંમરે તેની વય ૫૦ની લાગતી. ઘરને ચકચકાટ રાખવામાં વાળ કયારે સફેદ થઈ ગયા તેની તો ખબર જ ન રહી. કરિયાણાનાં પૈસા બચાવીને દેરાણીને ફેશિયલ માટે પૈસા આપતી વખતે ક્યારેય એવો વિચાર જ ન આવ્યો કે તેના પોતાના ચહેરો કેટલો ડલ છે. બેડશીટપર એક ગળી પણ ન રહેવી જોઈએ તેવી ચોકસાઈ રાખવામાં પોતાના ચહેરા પર કેટલી કરચલીઓ આવી ગઈ તેની ક્યારેય નોંધ પણ ન લીધી.
બાથરૂમમાં એક ડાઘ ન રહેવો જોઈએ તેવું ધ્યાન રાખવામાં આંખ નીચે કાળા કુંડાળા પણ એટલા વધી ગયા તેની ખબર જ ન રહી. હવે સુંદર ઘર પસંદ કરનાર રાજેશને સુલેખા જેવી બેડોળ અને નિસ્તેજ ચહેરાવાળી પત્નીને સાથે બહાર લઈ જતાં પણ શરમ આવે….
આ સ્ટોરીમાં પણ હું કઈ જ નહીં કહું …આગળ તમે વિચારો….આ હતી સુલેખાની સ્ટોરી …આગળ મળીશું અન્ય કોઈ મહિલાની કહાની સાથે…