આજે દેશને ભુ જળ સ્તર ખુબ નીચે જવાના કારણે એક મોટો પડકારનો સામનો કરવાની ફરજ પડી રહી છે. ડિજિટલ ટેકનિકના માધ્યમથી અમે ખેડુતોને જાગૃત કરી શકીએ છીએ. તેમના રાજ્ય અને જિલ્લામાં જળ સ્તર કેવુ છે તેને લઇને વાકેફ કરી શકીએ ચીએ. જેના કારણે જળના સદઉપયોગ કરીને વધારે નફો ખેડુતો મેળવી શકે છે. દેશમાં આશરે ૫૭ ટકા વસ્તી ૩૦ વર્ષથી નીચેની વયની છે. જે લોકોની વસ્તી આશકે ૭૫ કરોડની આસપાસ પહોંચે છે. જેમાંથી ૧૦ કરોડ વિદ્યાર્થીઓ શિક્ષણ અને રોજગાર મેળવી રહ્યા છે. જા આ તમામ ગ્રામીણ યુવાનોને કૃષિ ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે તો આના કારણે એકબાજુ રોજગારીની તક સર્જાશે અને બીજી બાજુ અમારા કૃષિ ઉત્પાદનમાં વધારો પણ થશે. સ્માર્ટ ફોનના પ્રયોગથી ખેતીને પણ સ્માર્ટ બનાવવામાં આવી શકે છે. ઇન્ટરનેટથી પોતાના પાકના સંબંધમાં સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. જા પાકમાં કોઇ પણ પ્રકારના રોગ છે તો તે અંગે પણ માહિતી મેળવી શકાય છે. સ્માર્ટ ફોનથી ફોટો મોકલીને નિષ્ણાંતોના અભિપ્રાય મેળવી શકાય છે. ભારતમાં ડિજિટલ ટેકનિકનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આજે દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકોના હાથમાં પણ આપને મોબાઇલ ફોન જાવા મળી શકે છે. તેઓ મોબાઇલ ફોન પર માત્ર વાત જ કરતા નથી બલ્કે ફેસબુક, વોટ્સ એપ જેવા સોશિયલ મિડિયાનો પણ ઉપયોગ કરે છે. આ પ્લેટફોર્મનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જેથી આ ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરીને ખેતીમાં પણ લાભ અને ફાયદા મેળવી શકાય છે. ડિજિટલ ટેકનિકનો ખેતીમાં ઉપયોગ કરવાની વ્યાપક તક રહેલી છે. માત્ર જરૂર છે તો આ ક્ષેત્રમાં ટેકનિકનો વધારે સારો ઉપયોગ કરવાની છે. આજે દેશમાં ૧૨ કરોડ ખેડુતોસીધી રીતે ખેતી અને ખેતી સાથે જાડાયેલા કારોબારમાં જાડાયેલા છે.જુદા જુદા અભ્યાસ અને દાખલા મારફતે સાફ થઇ ગયુ છે કે ડિજિટલ ટેકનિકના ઉપયોગને વધારી દેવાથી કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન આશરે ૧૦ ટકા અને ઉત્પાદકતામાં આશરે પાંચ ટકાનો વધારો થઇ શકે છે. આ ઉપરાંત ઉત્પાદનની ગુણવત્તાને સુધારી દેવામાં પણ મદદ મળે છે. ખેડુતોની રોકડ આવકમાં પણ આને કારણે વધારો થઇ શકે છે. સૌથી મોટા દાખલા હાલમાં હરિયાણા, પંજાબ, ઓરિસ્સા અને બિહારમાં જાવા મળ્યા છે. ત્યાં કયા ક્ષેત્રમાં અનાજને કેટલા પ્રમાણમાં પાણીની જરૂર છે, છોડને કેટલા અંતર પર રાખવાની જરૂર છે, કયાં ક્યા સમય પર ખેતીના ક્ષેત્રમાં કેટલા પ્રમાણમાં ખાતર આપવાની છે તે અંગે માહિતી મળી જાય છે. આ તમામ બાબતોનુ ધ્યાન ડિજિટલ ટેકનિકના મારફતે રાખવામાં આવે છે. આનુ પરિણામ એ આવ્યુ છે કે અનાજના ઉત્પાદન અને ઉત્પાદકતામાં ઉલ્લેખનીય વધારો થયો છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં અનાજનુ ઉત્પાજન ૧૦.૩૬ કરોડ સુધી વધીને ૧૧.૫૦ કરોડ સુધી પહોંચી ગયુ છે. ખેડુતને ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરીને હવામાનની માહિતી પણ આપી શકાય છે. દેશમાં આજે જમીન પાણી સ્તર નીચે જતા અનેક પ્રકારના પડકારોની Âસ્થતીમાં છે.
ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરીને અમે તમામ પ્રકારની માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. પાકને વિવિધ પ્રકારના જંતુ અનેબિમારીથી બચાવી શકાય છે. દેશમાં કરોડો ગ્રામીણ યુવાનો ગામમાં રોજગારી મેળવી લેવા માટે પ્રયાસ કરે છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાના કહેવા મુજબ આશરે ૩૦ ટકા યુવાનોને શિક્ષણ અને રોજગારીની પુરતી તક મળી રહી નથી. અમારા દેશની આશરે ૫૭ ટકા વસ્તીની વય ૩૦ વર્ષની નીચેની રહેલી છે. જે આશરે ૭૫ કરોડની આસપાસની વસ્તી બેસે છે. જેમાંથી માત્ર ૧૦ કરોડ વિદ્યાર્થીઓ જ શિક્ષણ અને રોજગાર મેળવી રહ્યા છે. જા આ ગ્રામીણ યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવે તો સીધો ફાયદો થઇ શકે છે. આના કારણે યુવાનોને રોજગારીની સાથે સાથે કૃષિનુ ઉત્પાદન પણ વધી શકે છે. જા આ ગ્રામીણ યુવાનોને કૃષિમાં ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે તો આના કારણે રોજગારની વ્યાપક તક સર્જાશે. આના કારણે ખેડુતની આવક પણ વધી શકે છે. ગ્રામીણ ક્ષેત્રમાં દર મહિને ૧૦ લાખ બેરોજગાર યુવાનો વધી રહ્યા છે. તેમને રોજગારી આપીને ઉત્પાદન વધારી દેવાની બાબત પ્રાથમિકતા રહે તે જરૂરી છે.