મિત્રો ગાયત્રી માં આપણે જોયું હતું કે એ માણસ જ પ્રેમમાં નાસીપાસ થાય છે જે માણસની અંદર હિંમત હોતી નથી કે પછી જે માણસ છે એ પ્રેમના સાચા સ્વરૂપને સમજી નહી શકોં. આપણે વાત કરી હતી કે એ માણસ જજ વગાડવાથી દુઃખી થાય છે કે જે માણસને ફાટેલાં દૂધમાંથી છે પણ બનાવતા નથી આવડતું અને આપણે બીજી વાત એ પણ કરી હતી કે પ્રેમ છે એ શરીરથી પરની વસ્તુ છે સ્પર્શથી પરની વસ્તુ છે, જે રૂપ,રસ,ગંધ તથા સ્પર્શ અને આવી બધી બાબતોથી પર છે એ પ્રેમ છે.જેમા બે મન સાચા દિલથી, સાચી લાગણીથી જોડાયેલ છે એને જ પ્રેમ કહેવાય છે.બાકી જે વાસના થી ભરેલો છે એ પ્રેમ નથી એ કામ છે, અને કામને લઈને કોઈ માણસ છે એને શાંતિ નહી મળી શકે, બનાવટી પ્રેમ છે દુનિયામાં લાંબો સમય ટકી શકતો નથી.
તો હવે વાત કરવી છે આગળ કે જે માણસ પ્રેમમાં નિષ્ફળ જાય છે એ માણસ છે જે આપણે એક ભાષામાં કહીએ તો દેવદાસ જેવો બની જતો હોય છે. જીવનમાંથી અને રસ જતો રહેતો હોય છે, એના ચહેરા પર નૂર જોવા નથી મળતું ત્યારે ખરેખર આપણને એમ થાય કે કુદરતે આપણને આપેલી એક સરસ મજાની વસ્તુ એવી જીંદગી. અને કોઈ ઍક વ્યક્તિના જવાથી આપણે આ અમૂલ્ય જિંદગીને કે કોને ખબર એ પછી ક્યારે મળવાની છે.એવી જિંદગીને ખાલી ખોટા કોઈ એવા તકવાદી વ્યક્તિ, કોઈ એવા તકલાદી વ્યક્તિ ના હિસાબે બગાડવા માટે બેઠા છીએ.આપણે આપણી આજુબાજુ ના વાતાવરણ માં ક્યાંય ધ્યાનથી જોતા નથી કે આપણા માટે પણ ઘણું બધું બનાવેલું છે, આપણા માટે પણ ઘણું બધું રાહ જોઇને બેઠુ છે અને એ આ ગીતમા બહુ સરસ વાત કરી કે
कितनी हसरत से तकती हैं कलियाँ तुम्हें
क्यूँ बहारों को फिर से बुलाते नहीं
કોઈ પણ વસ્તુ છે એની શરૂઆત બહુ મહત્વની છે એટલે માટે એમ કહ્યું છે કે કલીયા. હા,જિંદગીને કળી કીધી છે ફૂલ નથી કહ્યુ. એ કળી છે એ જો તમે ધરશો તો તમે ભલે પ્રેમમાં ભંગ થયા પણ એની અંદરથી છે એ જીવનની સુવાસ ને તમે માણી શકશો,જીવનના આનંદને તમે માણી શકશો અને જો તમે એવા ને એવા તમારા વર્તન અને વાણી રહ્યા એટલે કે પ્રેમમાં દુઃખી થઇ અને મજનુ કે દેવદાસની જેમ ફરતા હશે તો એ કલીઓ છે એ પાછી મુરઝાઇ જશે એટલા માટે મને એવું લાગે છે કે એ પહેલો શબ્દ છે એ ફૂલની જગ્યાએ કળી લીધો છે કે
કિતની હસરત સે તકતી હૈ કલીયા તુંમ્હે અને એ પણ આપણને એટલી બધી આશાઓ સાથે જોઈ રહ્યા છે આપણું જીવન છે એ ફૂલની કળી જેવું જ છે કે જેની અંદર થી આપણે છે એને ખીલવવાની છે,એને સુવાસિત બનાવવાનું છે, ત્યારે જ આપણું જીવન પણ આપણી પાસે એવી જ અપેક્ષાઓ રાખીને બેઠું હોય છે કે આ માણસ છે એની જિંદગીમાં કંઈક કેવું નામ બનાવશે કે એ પોતાના ગામ, પોતાના રાજ્ય, પોતાના દેશ, અને સમગ્ર અસ્તિત્વ માટે ગર્વ લઈ શકે.પણ આપણે છીએ તો કોઇ ના જવાથી દુઃખી થયા અને ઓટલા ઉપર બેસી જતા હોય છે જાણે કે આપણે બારે વહાણ ડૂબી ગયાં હોય છે ખરેખર આપણે એવું ન કરવું જોઈએ.
શા માટે તમે છે એ બહાને વસંતને છે પાછી નથી બોલાવતા કોઈ એક વ્યક્તિ છે એ જતું રહે છે તેનો મતલબ એવો નથી કે આપણા જિંદગીમાં કાયમ માટે પાનખર આવી ગઇ.આવવું અને જવું હોય તો કુદરતનો નિયમ છે.કોઈ વ્યક્તિ છે અંત સુધી સાથે નથી રહેવાનું. તો જે વ્યક્તિ જતો રહ્યો છે એનું દુઃખ ઓછું કરી ને આપણે આપણી જીવનમાં છે વસંત ફેલાવવાનો પ્રયત્ન કરીએ. ત્યારબાદ આગળ એવું કહે છે કે
एक दुनिया उजड़ ही गई है तो क्या
दूसरा तुम जहाँ क्यूँ बसाते नहीं
ખરેખર એવું હોતું નથી એક દુનિયા પૂરી થાય છે ત્યાંથી આપણે બીજી દુનિયા શરૂ થાય છે આપણે એ માણસનો આભાર માનવો જોઈએ કે એ માણસ આપણને જીવનમાં કંઈક અનુભવ આપીને જાય છે.અને એના હિસાબે છે આપણે જિંદગી ની અંદર કંઈક નવી શરૂઆત કરી શકીશુ. એ દુનિયા ઉજડી ગઇ હોય એવું એને ભૂલી જાવ. સર્જન અને સંહાર છે આ કુદરતનો નિયમ છે. તો સર્જનની પહેલાં હંમેશા સંહારની ભુમિકા હોય છે એ સંહાર થાય પછી જ સર્જન થતું હોય છે અને ઘટના ને યાદ કરીએ કે બ્રહ્માંડમાં ઍક એટલો મોટો ધડાકો થયો પછી જ પૃથ્વી મંગળ સૂર્ય ચંદ્ર વગેરે જેવા ગ્રહો અને તારાઓ અસ્તિત્વમાં આવ્યા.સંહાર પછી ખરેખર સર્જન રહેલું હોય છે.સંહાર ની પાછળ જ સર્જન છે ચાલ્યું આવતું હોય છે.અને સંહાર પછીનું સર્જન પણ ઘણી વખત બહુ સરસ હોય છે.તો આપણે પણ છે કોઈ વ્યક્તિ છોડીને જાય તો એના પાછળ છે એ દુઃખી થવાનું, આપણો સમય બગાડવા કરતાં જે દુનિયા એના લીધે આપણે ઉજડી ગઈ છે એને ફરીથી છે એ નવપલ્લવિત કરીએ અને આપણી જિંદગીને છે એ ફરી પાછી હરીભરી કરીએ, આપણે જીંદગીને ફરી પાછી છે એકદમ લીલીછમ તાજી મારી કરી એ. ખરેખર તો આપણો એક એટીટ્યુડ આવો જ હોવો જોઈએ અને આ બધું તમને ગમે કે ન ગમે છતાં પણ છે એ આપણે કરવું પડશે.
કોઈ એમ કહેશે કૈ શા માટે… !!? તો કે
दिल ने चाहा भी तो, साथ सँसार के
चलना पड़ता है सब की खुशी के लिए
કદાચ તમારું દિલ છે કોઈ વ્યક્તિના પ્રેમમાં એટલું બધું ગળાડૂબ થઈ ગયું હોય,એના મોહની અંદર એટલું બધું છે એ આવી ગયું હોય કે તમને આ દુનિયા આખી બેકાર લાગે તો પણ તમને દુનિયા છોડીને જવાનું મન થઈ જાય તો પણ, તમને કદાચ મરી જવાનું મન થઈ જતું હોય તો પણ એ મનને છે તમારે મારવું પડશે અને આ દુનિયાની સાથે ચાલવું પડશે.
શા માટે..!?! તો કે બધાની ખુશી માટે…ચલના પડતા હે સબ કી ખુશી કે લિયે…
દરેક વ્યક્તિ ની ખુશી માટે એવું કહેવાય છે કે આપણા પ્રાણીઓમાં છે એ કૂકડા અને કૂતરાને સ્વાર્થી કહ્યા છે, કારણ કે, ઍક એવી માન્યતા છે કે કુકડા કુટુંબનું કરે અને કુતરા છે માત્ર પોતાનું કરે છે, જ્યારે કાગડાને છે એ આખા સમાજનું કરતા જોયેલા છે. કોઈ જગ્યાએ કંઈક ખાવાનું મળે તો કાગડો કા કરી અને આખા એના સમાજને છે એકઠૉ કરી લે છે એવી જ રીતે આપણે પણ જો આપણું મન ન હોય છતાં સમાજમાં આપણે ચાલવું પડે છે. આ સમાજને સાથે લઈને ચાલવું પડે છે કારણ કે એ જ છે દુનિયાની રીત.
કોઈને છોડીને કે જંગલમાં જઈને આપણને સાચી શાંતિ નથી મળવાની પણ આપણી સાથે જેટલા લોકો સંકળાયેલા છે આપણા માતા-પિતા ભાઈ-બહેન જે કંઈ પણ સંસારના સંબંધથી આપણી સાથે જોડાયેલા છે એ દરેક વ્યક્તિને સુખી કરવા એ પણ આપણી એક જવાબદારી છે તે કુટુંબની જવાબદારીને સ્વીકારીને એના મનને ખુશ જોવા માટે આપણે પણ છે મુસ્કુરાતા રહેશું. કારણ કે જો આપણે દુઃખી હશો તો સતત એને પણ ચિંતા સતાવતી હશે કે આને કઈ વાતનું દુઃખ છે !?! એટલે બને ત્યાં સુધી એવું થાય કે આપણો પ્રેમ,આપણું ગમતું પાત્ર આપણને છોડીને જાય તો દુખ તો થાય, પરંતું એ દુઃખની સાથે બીજા કેટલા બધા દુઃખી થાય છે એ પણ જોવાનું છે અને એ લોકો દુઃખી ન થાય એટલા માટે આપણે છે હસતું રહેવાનું છે. મુસ્કુરાતા રહેવાનું છે અને આપણે જીવનમાં,આપણી દુનિયામાં નવા નવા કાર્યો અને નવા નવા વિચારો સાથે આગળ વધતું રહેવાનું છે.
કોલમીસ્ટ :- યુગ અગ્રાવત