ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ હેઠળ ઇન્ડિયા પોસ્ટ કુલ નવ પ્રકારની સેવિગ્સ સ્કીમોની ઓફર કરે છે. જેમાં સેવિંગ્સ એકાઉન્ટ, નેસનલ સેવિગ્સ રિકરિંગ ડિપોઝિટ, નેસનલ ટાઇમ ડિપોઝિટ, નેશનલ સેવિગ્સ મંથલી ઇનમક એકાઉન્ટ, સિનિયર સિટિજન્સ સેવિગ્સ સ્કીમ, પÂબ્લક પ્રોવિડેન્ટ ફંડ, નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર એકાઉન્ટ તેમજ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ચનો સમાવેશ થાય છે. આ નવ સ્કીમમાં પીએફ, સિનિયર સિટિજન્સ સેવિગ્સ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિમાં આઠ ટકા અથવા તો વધારે વ્યાજ મળે છે. ૧.૧૫ વર્ષ માટે પÂબ્લક પ્રોવિડેન્ટ ફંડ એકાઉન્ટની વાત કરવામાં આવે તો આ એકાઉન્ટમાં એક નાણાંકીય વર્ષમાં લઘુતમ ૫૦૦ રૂપિયા અને મહત્તમ ૧૫૦૦૦૦ રૂપિયાનુ રોકાણ કરી શકાય છે. આ રકમ જમા કરાવી શકાય છે. એકાઉન્ટમાં જમા કરવામાં આવતી રકમને એક સાથે અથવા તો ૧૨ હપ્તામાં જમા કરવામાં આવી શકે છે.
આ એકાઉન્ટમાં વાર્ષિક આઠ ટકાના દરે વ્યાજ મળે છે. જે દર વર્ષે જમા થાય છે. કોઇ પણ વ્યÂક્ત ૧૦૦ રૂપિયાની સાથે એકાઉન્ટ ખોલી શકે છે. પરંતુ એક વર્ષમાં ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા જમા કરવાના હોય છે. આ એકાઉન્ટમાં જમા થનાર પૈસા પર ઇન્કમ ટેક્સ એક્ટની કલમ ૮૦ હેઠળ ટેક્સ લાગુ થતા નથી. આ રકમ ટેક્સ ફ્રી હોય છે. ખાસ બાબત એ છે કે વ્યાજ પણ સંપૂર્ણરીતે ટેક્સ ફ્રી હોય છે. એકાઉન્ટ ખુલી ગયા બાદ ત્રીજા વર્ષથી આ એકાઉન્ટ પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ બની જાય છે. આ એકાઉન્ટની પાકતી મુદ્ત ૧૫ વર્ષની હોય છે. જેને મેચ્યોર થવાના એક વર્ષ પહેલા આગામી પાંચ વર્ષ માટે વધારી શકાય છે. આવી જ રીતે અન્ય ધ્યાન ખેંચનાર યોજના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ છે. આ સ્કીમમાં એકાઉન્ટ ખોલવા માટે એક નાણાંકીય વર્ષમાં કમ સે કમ ૧૦૦૦ રૂપિયા અને મહત્તમ ૧.૫ લાખ લાખ રૂપિયાની જરૂર પડે છે. એક મહિના અથવા તો સાલમાં કેટલી પણ વખત પૈસા જમા કરવામા ંઆવી શકે છે. આના માટે કોઇ લિમિટ નક્કી કરવામાં આવી નથી. આ સ્કીમમાં વાર્ષિક ૮.૫ ટકા વ્યાજ મળે છે. તેની ગણતરી પણ વાર્ષિક આધાર પર કરવામાં આવે છે. જા કે ધ્યાન આપવા માટેની વાત એ છે કે કોિ નાણાંકીય વર્ષમાં જા ૧૦૦૦ રૂપિયા જમા કરવામાં સફળતા મળતી નથી તો એકાઉન્ટ બંધ થઇ જાય છે.
જા એકાઉન્ટ બંધ થઇ જશે તો લઘુતમ જરૂરી પૈસા અને ૫૦ રૂપિયાની દંડની રકમ લાગી ગયા બાદ જ ફરી એકાઉન્ટ શરૂ કરવામાં આવે છે. આ એકાઉન્ટ બાળકીના જન્મની તારીખથી ૧૦ વર્ષની અંદર ખોલવામાં આવી શકે છે. આવી જ ત્રીજી ધ્યાન ખેંચે તેવી સ્કીમ સિનિયર સિટિજન્સ સેવિગ્સ સ્કીમ છે. આ એકાઉન્ટમાં ૧૦૦૦ રૂપિયાના ગુણિયામાં માત્ર એક ડિપોઝિટ રહે છે. મહત્તમ લિમિટ તેમાં ૧૫ લાખ રૂપિયા કરતા વધારે હોઇ શકે તેમ નથી. આ સ્કીમમાં વાર્ષિક ૮.૭ ટકા વ્યાજ મળે છે. જે ડિપોઝિટની તારીખ સાથે ગણતરી કરવામાં આવે છે. વ્યાજની ચુકવણી ૩૧મી માર્ચ, ૩૦મી જુન, ૩૦મી સપ્ટેમ્બર, અને ૩૧મી ડિસેમ્બરના દિવસે કરવામાં આવે છે. એક લાખ કરતા ઓછા રૂપિયા હોવાની સ્થિતીમાં એકાઉન્ટને કેશ મારફતે અને એક લાખથી વધારે પૈસા જમા કરવાની સ્થિતીમાં માત્ર ચેક દ્વારા ચુકવણી કરવામાં આવે છે.
એકાઉન્ટને માત્ર એ વખતે જ બંધ કરવામાં આવે છે ડિપોજિટની ૧.૫ ટકા રકમ ડિડક્ટ કરવામાં આવે છે. સાથે સાથે બે વર્ષ બાદ ડિપોઝિટની એક ટકા રકમ પાછી ખેંચવામાં આવે તો પણ એકાઉન્ટને બંધ કરવામાં આવે છે. આ એકાઉન્ટની પાકતી મુદ્દત પાંચ વર્ષની હોય છે. મોટા ભાગના લોકો દેશમાં આ સ્કીમોમાં નાણાં જમા કરાવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ સ્કીમોમાં સામાન્ય લોકો વધારે રકમ જમા કરે છે. આ નવ સ્કીમ પૈકી કેટલીક સ્કીમમાં વ્યાજ જુદા જુદા છે. પોસ્ટ ઓફિસની ત્રણ સ્કીમોમાં વ્યાજરની રકમ વધારે છે અને આ રકમ ૮.૭ ટકા છે. વ્યાજ વધારે હોવાના કારણે આ સ્કીમ હેઠળ જ ખાતા ખોલીને પૈસા જમા કરવામાં આવે છે. સામાન્ય મધ્યમ વર્ગના લોકો તેમના પૈસા સુરક્ષિત જગ્યાએ રોકવા માટેની યોજના ધરાવે છે. આના માટે ગણતરી પહેલાથી જ કરવામાં આવે છે. સલાહ પણ લેવામાં આવે છે.