અમદાવાદ : વિશ્વ સ્તરની અગ્રણી એકીકૃત ટેલિકોમ સેવાઓ પૂરી પાડનારભારતી એરટેલ (એરટેલ)એ આજે જણાવ્યું હતું કે તેનું ૪જી હવે ગુજરાતમાં ૧૫,૦૦૦થી વધુ શહેરો અને ગામોને આવરી લેતાં ગ્રાહકોને હાઈ સ્પીડ મોબાઈલ બ્રોડબેન્ડ સેવાઓ માટે સક્ષમ બનાવે છે.
એરટેલ ગુજરાતમાં ૧.૧૫ કરોડથી વધુ ગ્રાહકો ધરાવે છે અને તાજેતરમાં તેણે પ્રદેશમાં તેની હાઈ સ્પીડ ડેટા સર્વિસીસને વધુ વ્યાપક બનાવવા નેટવર્ક વિસ્તરણ પહેલની જાહેરાત કરી હતી. વધારામાં ટેલીનોર ઈન્ડિયા અને ટિકોનાના હસ્તાંતરણના પગલે એરટેલે ગુજરાતમાં ૧૮૦૦ બેન્ડમાં ૫ Mhz સ્પેક્ટ્રમ અને ૨૩૦૦ બેન્ડમાં ૨૦ Mhz સ્પેક્ટ્રમના ઉમેરા દ્વારા તેનું સ્પેક્ટ્રમ વધુ મજબૂત બનાવ્યું છે. આથી, નવી સાઈટ્સ અને ફાઈબરનું વિસ્તરણ વધુ પૂરક બનશે અને ઈનડોર અને આઉટડોર કવરેજ વધુ સારું બનતાં ગ્રાહકો વધુ સારો અનુભવ મેળવી શકશે.
ભારતી એરટેલ ગુજરાતના સીઓઓ નવનિત શર્મા જણાવ્યું હતું કે, ‘ડિજિટલ હાઈવે પર વધુ ને વધુ ગ્રાહકોને લાવતાં અમે સમગ્ર ગુજરાતમાં અમારી ૪જી સેવાઓના વિસ્તરણ માટે કટીબદ્ધ છીએ. બજેટને અનુરૂપ સ્માર્ટફોન્સની ઉપલબ્ધતાને પગલે ૪જી ડેટાના વપરાશમાં જંગી વધારો થયો છે અને એરટેલનો આશય તેના વિસ્તૃત ડેટા અનુભવ સાથે ગુજરાતમાં ગ્રાહકોની પસંદગીનું ૪જી નેટવર્ક બનવાનો છે. અમારા નવા #AirtelThanks કાર્યક્રમ સાથે ગ્રાહકો પ્રીમિયમ ડિજિટલ કન્ટેન્ટ, ડિવાઈસ પ્રોટેક્શન, નાણાકીય સેવાઓ અને બીજી અનેક વિશેષ ઓફર્સ સાથે સ્માર્ટફોનનો અનુભવ માણી શકશે.’
શર્મા
નવો #AirtelThanks કાર્યક્રમ તેની સેવાઓની ઓફરમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવા સ્તરમાં વિભાજિત છે. પ્રત્યેક સ્તર એરટેલ ગ્રાહકો માટે લાભોનો એક નવો જ સેટ ખોલે છે. આ લાભોઅમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ અને ઝી૫થી લઈને વિન્ક મ્યુઝિક, ડિવાઈસ બ્રાન્ડ્સ જેવી પ્રીમિયમ કન્ટેન્ટ બ્રાન્ડ્સજેવા એરટેલના ભાગીદારો દ્વારા પૂરા પાડવામાં આવે છે.
સિલ્વર સ્તર એરટેલટીવી, વિન્ક જેવા બેઝિક કન્ટેન્ટના વિશ્વમાં પ્રવેશ સમાન છે. ગોલ્ડ સાથે ગ્રાહકો વધારાના ટેલિકોમ લાભ મેળવી શકશે અને પ્રીમિયમ કન્ટેન્ટ અથવા નાણાકીય સેવાઓ પર મહત્તમ વેલ્યૂ પણ એક્સેસ કરી શકે છે. પ્લેટિનમ સાથે ગ્રાહકો એરટેલમાંથી વીઆઈપી સેવાઓ મેળવી શકશે, જેમાં પ્રીમિયમ કન્ટેન્ટ, ઈ-બૂક્સ, ડિવાઈસ પ્રોટેક્શન, અને ચોક્કસ ઈવેન્ટ્સ અને વેચાણ પરવિશેષ આમંત્રણો તેમજ એક્સેસમાં અગ્રતાનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ વિશિષ્ટ એપ અનુભવ દ્વારા સંચાલિત છે, જે એકદમ સરળ અને મૈત્રીપૂર્ણ રીતે ગ્રાહકોને તેમના લાભો પસંદ, એક્સેસ અને નેવિગેટ કરવામાં મદદરૂપ થાય છે. આ એપને ‘‘Airtel Thanks’નું નવું નામ આપવામાં આવ્યું છે. આ એપવપરાશકારના રસ અને પ્રોફાઈલ્સના આધારે ડેટા સાયન્સ અને સેગ્મેન્ટેશન અલ્ગોરિધમના ઉપયોગથી વપરાશકારના અનુભવોને કસ્ટમાઈઝ કરે છે.
એરટેલ ગુજરાતમાં મોબાઈલ સર્વિસીસ (૪જી/૩જી/૨જી)નો વ્યાપક બૂકે ઓફર કરે છે, જે ૪૦ હજારથી વધુ ભાગીદારોની વ્યાપક વિતરણ ચેનલની મદદથી અંતરિયાળ ગામડાઓમાં પણ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. એરટેલનું નેટવર્ક હવેસમગ્ર ગુજરાતમાં અંદાજે ૮૫%ની વસતીને આવરી લે છે.
ટ્રાન્સફોર્મેશન
ગુજરાત પર વિશેષ ફોકસ :
તેના નેટવર્ક ટ્રાન્સફોર્મેશનકાર્યક્રમ – પ્રોજેક્ટ લીપના ભાગરૂપે એરટેલે તેની નેટવર્ક ક્ષમતા વધારવા અને તેની સેવાઓને ગ્રામીણ તથા બીન-જોડાયેલા વિસ્તારોમાં વધુ સેવાઓનું લક્ષ્ય રાખીને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં ૧૧૭૫ નવી મોબાઈલ સાઈટ્સ લગાવી છે. રાજ્યમાં દૈનિક ૩ નવી એરટેલ મોબાઈલ સાઈટ્સ લગાવીને આ કાર્યક્રમને અસરકારક રીતે હાથ ધરવામાં આવ્યો છે.
આ સુઆયોજિત કાર્યક્રમ સાથે ગુજરાતમાં એરટેલની મોબાઈલ સાઈટ્સની સંખ્યા ૨૫% જેટલી વધીને ૨૭૮૦૩ થઈ છે અને ગ્રાહકો માટે નેટવર્ક અનુભવમાં નોંધપાત્રણ સુધારો થયો છે. એરટેલે પ્રદેશમાં ૨૧૦૦ કિ.મી. નવા ઓપ્ટિક ફાઈબર લગાવીને તેની ફાઈબર ફૂટપ્રિન્ટ ૧૪,૬૦૦ કિ.મી. સુધીની કરી છે. નવી ફાઈબર ક્ષમતા વધારાથી પ્રદેશમાં હાઈ સ્પીડ ડેટા સેવામાં વધારાને ટેકો મળશે.