અમદાવાદ : મહિન્દ્રા કંપની દ્વારા આજે ગુજરાતમાં અમદાવાદ ખાતે તેની વધુ એક દમદાર અને શાનદાર એવી સ્ટાઇલીશ અને અનેક વિશેષતાઓથી ભરપૂર નવી પિક અપ બોલેરો કેમ્પર રેન્જ લોન્ચ કરી હતી. ૨૦.૭ અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રુપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (એમએન્ડએમ)એ આજે અમદાવાદમાં વધુ સુવિધાજનક ખાસિયતો સાથે બોલેરો કેમ્પરની નવી રેન્જ લોંચ કરવાની જાહેરાત કરી હતી, જેની કિંમત રૂ. ૭.૨૭ લાખથી શરૂ થાય છે. આ રેન્જમાં નવું પ્રીમિયમ વેરિઅન્ટ કેમ્પર ગોલ્ડ ઝેડએક્સ સામેલ છે, જે પેસેન્જર અને કાર્ગો મૂવમેન્ટ એમ બંને પ્રકારનાં ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને ૧,૦૦૦ કિલોગ્રામની સંવર્ધિત પેલોડ ક્ષમતા ધરાવે છે. મહિન્દ્રા એની ફ્લેગશિપ પ્રોડક્ટ તરીકે કેમ્પર સાથે ડબલ કેબિન પિક-અપ સેગમેન્ટમાં પથપ્રદર્શક અને લીડર છે. નવી રેન્જ મજબૂતી, ખડતલતાં અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે, જે બોલેરોની ઓળખ સમાન ગુણો ધરાવે છે.
હૂડ નીચે કેમ્પર ગોલ્ડ ઝેડએક્સ અસરકારક ૨,૫૨૩સીસી એમટુડીઆઇસીઆર એન્જિન ધરાવે છે, ૬૩ એચપી પાવર આપે છે અને ૧૯૫ એનએમનો પીક ટોર્ક આપે છે. ફ્રન્ટ એન્ડ નવું ફેશિયા (પટ્ટી) સ્ટાઇલિશ ફ્રન્ટ ગ્રિલ અને રિફ્લેક્ટર હેડલેમ્પ ધરાવે છે, જે સ્માર્ટ, આકર્ષક લૂક આપે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં સેલ્સ અને માર્કિટંગ, ઓટોમોટિવ ડિવિઝનનાં વડા વિજય રામ નાકરાએ જણાવ્યું હતું કે, મહિન્દ્રા દાયકાથી વધારે સમયગાળાથી પિકઅપ સેગમેન્ટમાં લીડર છે. અમે અમારાં ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતોને સમજવા અને એને પૂર્ણ કરવા માટે હંમેશા આતુર છીએ, જેથી નવીન અને પ્રસ્તુત પ્રોડક્ટ વિકસાવીએ છીએ. ખાસ લોગો કી ખાસ ગાડી સૂત્રને ખરાં અર્થમાં સાકાર કરીને વ્યવસાયિક વાતાવરણમાં કેમ્પર રિફ્રેશ ગોલ્ડ ઝેડએક્સ ગ્રાહકનું મૂલ્ય વધારે છે.
અમારી બોલેરો બ્રાન્ડે મૂળભૂત ખડતલતા અને મજબૂતીનાં ગુણો જાળવી રાખ્યાં છે, જે મહિન્દ્રાનાં વાહનોની મૂળભૂત ખાસિયતો છે. નવી કેમ્પર ગોલ્ડ ઝેડએક્સ વિશાળ ડબલ કેબિન ડિઝાઇન પણ ધરાવે છે, જેથી સહેલાઇથી એની અંદર પ્રવેશ કરી શકાય અને બહાર નીકળી શકાય છે. પ્રીમિયમ ઇન્ટેરિઅર્સ ડ્યુઅલ ટોન સ્ટાઇલ અને નવું સેન્ટર કન્સોલ ધરાવે છે. આ સ્ટાઇલિશ પિક-અપ હેડ હેસ્ટ સાથે ફોક્સ-લેધર સીટ, રિક્લાઇનર અને સ્લાઇડર જેવી ખાસિયતો પણ પૂરી પાડે છે, જે એની ઉપયોગિતા વધારે છે અને ડ્રાઇવિંગનો થાક ઘટાડે છે તેમજ નવું બોડી ગ્રાફિક્સ, પાવર વિન્ડો, સેન્ટ્રલ લોકિંગ, પાવર સ્ટિઅરિંગ અને રિટ્રેક્ટેબલ સીટ બેલ્ટ સલામતી અને સુવિધા વધારે છે.
બોલેરો કેમ્પર એર-કન્ડિશનર પણ ધરાવે છે, જેથી બહાર ગમે તેવી સ્થિતિમાં ઇન્ટેરિઅર ઠડું અને સુવિધાજનક જળવાઈ રહે છે. નવા લોંચ થયેલા પ્રીમિયમ કેમ્પર ગોલ્ડ ઝેડએક્સ વેરિઅન્ટ ઉપરાંત બોલેરો કેમ્પર ગોલ્ડ,વીએક્સ, ૪ડબલ્યુડી, નોન-એસી વેરિઅન્ટ અને કેશ વાન વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે. મહિન્દ્રાએ ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે અને એનાં આધારે એમની સાથે ગાઢ સંબંધ વિકસાવ્યો છે. આ માટે એનાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની ક્ષમતા, ઉત્પાદનોની મજબૂતી, આવકની સંભવિતતા, મેઇન્ટેનન્સનો ઓછામાં ઓછો ખર્ચ અને આ ઉપરાંત બ્રાન્ડ મહિન્દ્રાની વિશ્વસનિયતા તેમજ કેટેગરીમાં સૌથી વધુ રિસેલ વેલ્યુ જેવા પરિબળો જવાબદાર છે. બોલેરો વિવિધતા, મજબૂતી અને વિશ્વસનિયતાનો પર્યાય છે. એને મહિન્દ્રાનાં વિસ્તૃત સર્વિસ નેટવર્કનું પીઠબળ મળશે. એની સાથે ૩ વર્ષ/૧લાખ કિમીની વોરન્ટી અને એક વર્ષ માટે ૨૪બાય૭ -રોડ સાઇડ આસિસ્ટન્સ મળે છે.