મુંબઈ : રિટેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા બાદ આજે હોલસેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવશે. શાકભાજી અને ખાદ્યાન્ન ચીજવસ્તુઓની ઉંચી કિંમત વચ્ચે મે મહિનામાં રિટેલ ફુગાવો સાત મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ હવે હોલસેલ ફુગાવાનો આંકડો જારી કરવામાં આવશે.
એપ્રિલ મહિનામાં છ મહિનાની ઉંચી સપાટીએ ઇન્ડસ્ટ્રીય આઉટપુટનો આંકડો પહોંચી ગયો હતો. સીપીઆઈ ફુગાવો મે મહિનામાં વધીને ૩.૧ ટકા થઇ ગયો હતો જે અગાઉના મહિનામાં ૩ ટકાનો હતો. જા કે, આરબીઆઈના અંદાજ કરતા આ આંકડો હજુ પણ ઓછો દેખાઈ રહ્યો છે. ગયા સપ્તાહમાં જ આરબીઆઈ દ્વારા સતત ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. આની સાથે જ નવ વર્ષની નીચી સપાટીએ વ્યાજદર પહોંચ્યો હતો.