પ્રથમવાર આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ક્વાલિફાયર ૨૦૧૮ની મેચોનું પ્રસારણ પાંચ ખંડોના ૨૦૦ દેશોમાં થવા જઇ રહ્યું છે. આ પ્રસારણ આઇસીસીના વૈશ્વિક મીડિયા હક ભાગીદાર સ્ટાર સ્પોર્ટ્સ અને અન્ય અધિકૃત બ્રોડકાસ્ટર્સ દ્વારા કરવામાં આવશે. આ કારણે સમગ્ર વિશ્વના લોકો ક્રિકેટની મઝા માણી શકશે.
સમગ્ર વિશ્વમાં દસ મેચોનું પ્રસારણ કરવામાં આવશે. ૨૦૧૪માં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ક્વાલિફાયરની ચાર મેચોના જીવંત પ્રસારણમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો હતો, જેથી આઇસીસી દ્વારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ક્વાલિફાયરની પહોંચને વ્યાપક બનાવવા માટે વિવિધ બ્રોડકાસ્ટર્સ સાથે તેની લાંબા ગાળાની ભાગીદારીને જાળવી રાખી છે.
ક્રિકેટ પ્રેમીઓ આ મેચોને ઓનલાઇન અથવા તેમના મોબાઇલ ડિવાઇઝ પર પણ જોઇ શકશે. ૧૯ કેમેરા સાથે સાત જાણીતા કોમેન્ટેટર્સ કોમેન્ટ્રી આપવા જઇ રહ્યા છે, આ કોમેન્ટેટર પેનલમાં ઇયન બિસપ, મ્બાગવા, લિસા સ્થાલેકર, દિપ દાસગુપ્તા, ફઝીર મોહમંદ, માર્ક બુચર અ ડિર્ક નેન્સનો સમાવેશ થાય છે.
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ક્વાલિફાયર ૨૦૧૮ની મેચની યાદીઃ