ઇન્ડિયન પ્રીમિયર લીગ ભારતીયો સહિત દુનિયાના ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચક બની રહે છે. હવે જ્યારે આપીએલની 11મી સીઝન 7 એપ્રિલથી શરૂ થવા જઇ રહી છે, ત્યારે દર્શકો અનિશ્ચિચતાથી ભરેલી રમત ક્રિકેટનો રોમાંચ માણવા તૈયાર છે.
આ વખતની આઇપીએલની સીઝનમાં પ્રથમવાર DRS નિયમને લાગૂ કરવામાં આવ્યો છે. બીસીસીઆઇ ખૂબ જ લાંબા સમયથી આ નિયમની વિરૂદ્ધ રહ્યું છે, પરંતુ આઇપીએલની 11મી સીઝન માટે ભારતીય ક્રિકેટ કંટ્રેલ બોર્ડ દ્વારા DRS નિયમના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
બીસીસીઆઇના એક અધિકારીના જણાવ્યા મુજબ બોર્ડ ઘણાં સમયથી DRSનો ઉપયોગ કરવા માટે ઇચ્છા ધરાવતું હતુ. છેલ્લી કેટલીક શ્રેણીઓમાં ભારતની આંતરરાષ્ટ્રીય મેચોમાં DRS ઉપયોગમાં લેવામાં આવી રહ્યો હતો. આ કારણોસર બોર્ડ ઇચ્છે છે કે DRSનો ઉપયોગ આઇપીએલમાં કરી શકાય છે.