આજે તેલંગાના માં સ્થિત જયશંકર ભુપાલપલિ ડિસ્ટ્રિક્ટ માં 12 જેટલા માઓવાદીઓ ની પોલીસ સાથેના સંઘર્ષ માં માર્યા ગયા હતા. આ સંઘર્ષ માં એક પોલીસ કોન્સ્ટેબલ પણ શાહિદ અને ત્રણ એન્ટી માઓવાદી ફોર્સ ના લોકો પણ ઘાયલ થયા હતા. માંઓઇસ્ટ ને આ નુકશાન જોઈન્ટ ઓપરેશન થકી થયું હતું જે બે રાજ્યો ના સહકાર થી તડાપણાંગુટ્ટા અને પુજારીકમકેદુ રિજન દ્વારા સીમા ઉપર થયા હતા.
શુક્રવારે ઘટિત આ ઘટના માં પોલીસે માઓવાદીઓને ઘેરી અને સરન્ડર કરવા જણાવ્યું હતું અને જીવન દાન નો મોકો આપ્યો હતો પરંતુ જવાબ માં માઓવાદીઓ દ્વારા ઓપન ફાયરિંગ અને ગોળીબાર કરવામાં આવતા પોલીસ તંત્રએ પણ તેજ ભાષા માં જવાબ આપ્યો હતો. આ ઘટના ની જાણ થતા એડીશ્નલ પોલીસ ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી હૈ હતી જેની આગેવાની ડીસ્ટ્રીકટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ આર ભાસ્કરણ કરતા હતા.
આ એન્કાઉન્ટર માં પ્રતિબંધિત કૉમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ના તેલંગાણા સેકરીટરી હરીભૂષણ ના પત્ની સમકકા નું પણ મૃત્યુ થયું હતું। આ 12 જેટલા માઓવાદી માં 6 જેટલી મહિલા માંઓઇસ્ટ નો સમાવેશ થાય છે. પોલીસ તંત્ર માટે આ એક સફળ એન્કાઉન્ટર ગણવા માં આવે છે. આ એન્કાઉન્ટર માં 5 ગન જેમાં એકે 47 રાઇફલ, સ્કેનર , એક લેપટોપ અને 41000 કેશ રકમ બરામદ થઇ હતી.