મુંબઇ : શેરબજારમાં આજે સવારમાં મંદીનુ મોજુ ફરી વળ્યુહતુ. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૮૬ પોઇન્ટ ઘટીને ૩૯૯૯૭ની સપાટી પર હતો. યશ બેંક, એસબીઆઇ સહિતના શેરમાં મોટો કડાકો બોલાયો હતો. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં માત્ર નિફ્ટી એફએમસીજીમાં તેજી રહી હતી. સવારમાં કારોબારમાં બ્રોડર માર્કેટમાં મિડ કેપમાં ૮૩ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવશે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ લોન સસ્તી થશે.
૬ સભ્યોની પોલિસી સમીક્ષાની બેઠક આજે પણ જારી છે. હવે આજે ગુરુવારના દિવસે પોલિસી રેટના સંદર્ભમાં અંતિમ નિર્ણય કરવામાં આવશે. નાણાંકીય વર્ષ ૨૦૨૦ની તેની બીજી દ્વિમાસિક પોલિસી સમીક્ષામાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. મોટાભાગના કારોબારીઓ અને બજાર સાથે જાડાયેલા લોકોનો મત છે કે, સામાન્ય ચૂંટમીમાં એનડીએની પ્રચંડ જીત થયા બાદ વ્યાજદરમાં વધુ એક વખત ઘટાડો કરવામાં આવશે.
ઉપરાંત ચોથા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવી ચુક્યા છે જે દર્શાવે છે કે, હાલમાં મંદીનો માહોલ રહેલો છે. એણપીસીની બેઠકમાં આ બાબતની ખાતરી કરવામાં આવશે હાલમાં વ્યાજદરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ બેંકોએસામાન્ય લોકોને આપ્યો છે કેમ. જા વ્યાજદરમાં ફરી ઘટાડો કરવામાં આવશે તો બેંક, ઓટો અને રિયાલીટીના શેરમાં તેજી આવી શકે છે. કારણ કે, લોન વધુ સસ્તી થશે અને લોકો ઓટો અને રિયાલીટીના શેર તરફ ફરી એકવાર આકર્ષિત થઇ શકે છે.