અમદાવાદ : ઉત્તરપ્રદેશમાં જે રીતે નમામિ ગંગે યોજના શરૂ કરવામાં આવી છે તે રીતે હવે નમામિ સાબરમતી અભિયાનની શરૂઆત થઈ ચુકી છે. સ્વચ્છ સાબરમતી અભિયાનની આજે વિધિવત રીતે શરૂઆત થઈ હતી. નદીમાં પડનાર દુષિત પાણીને બંધ કરવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરાસતને આગળ વધારીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહાનગર પાલિકા સાબરમતી નદીને સંપૂર્ણ પણે સ્વચ્છ કરવા જઈ રહી છે. સ્વચ્છ સાબરમતી મહા અભિયાનની સાથે સાથે નીચે મુજબ છે.
પહેલાની સ્થિતિ
- ડ્રેનેજના ૧૪ આઉટલેટમાંથી કુલ ૧૭૮.૫ એમએલડી ગટરનું પાણી નદીમાં પડતુ હતું
- જાહેર રીતે પ્રદુષીત ચીજવસ્તુઓ નદીમાં ઝીંકવામા આવતી હતી
સ્વચ્છતાનું આયોજન
- નદીમાં હમેશા ભરાયેલા રહેતા ગંદા પાણીનું નિવારણ લવાશે
- નદીમાં આવનાર ગટરના પાણીને બંધ કરાશે
- પાણી વગર રહેતા કિનારે પર રહેતા તમામ કચરાને દુર કરાશે
- વરસાદની સિઝનમાં સ્વચ્છ પાણી તથા ટ્રીટેડ પાણીથી નદીને પુન સજીવન કરાશે
કામની રૂપરેખા
- મોટા પાઈપ તથા પંપના માધ્યમથી વાસણા બેરેજમાં ભરાયેલા પાણીને ડાઉનસ્ટ્રીટમાં નાખવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે
- ગટરના પાણીને પંપીગ સ્ટેશનમાં ડાયવડ કરવાથી હાલ માત્ર ૪.૨૫ એમએલડી પાણી નદીમાં પહોંચે છે. જેને સંપૂર્ણ પણે બંધ કરાશે
- ૨૫૦ ટન કચરાને દુર કરી દેવામાં આવ્યો છે
- જલ વિહાર એસટીપી પ્લાન્ટમાંથી આશરે ૬ એમએલડી ટ્રીટેડ પાણી નદીમાં છોડવામાં આવે છે
- આશરે ૩૫૦ કરોડ રૂપિયાના ખર્ચથી ૬ નવા એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવશે. જેના લીધે ૩૨૫ એમએલડી ટ્રેટીડ પાણી નદીમાં છોડાશે