ગુજરાત : નવા યુગની બેન્ક ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, જે સમગ્ર ભારતમાં બાળકો, યુવાનો, પરિવારો અને વેપારીઓને એક નવીન અને મનોરંજક રીતે બેન્કિંગ સુવિધા પૂરી પાડે છે, તેણે ભારતમાં તેની બધી જ શાખાઓમાં ‘વિશ્વ પર્યાવરણ દિન’ના પ્રસંગે છોડના વિતરણ અભિયાનનું આયોજન કર્યું હતું.
પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ લાવવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે ગ્રાહકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પશ્ચિમ ભારતમાં બેન્કની ૬૨ શાખાઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો અને ગ્રાહકોને મફતમાં ૩૫૦૦થી વધુ છોડનું વિતરણ કરાયું હતું.
આ અભિયાનનો મુખ્ય આશય ગ્રાહકોને પ્રત્યક્ષરૂપે આ અભિયાનમાં સામેલ કરવાનો હતો, જેથી શહેરમાં લીલોતરીવાળા વિસ્તારોમાં વધારો કરી શકાય, ઉપરાંત માનવ જીવનમાં વૃક્ષોના મહત્વ અને અસર અંગે લોકોમાં જાગૃતિ લાવી શકાય. ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આશય દેશને રહેવા માટે વધુ સારું સ્થળ બનાવવાનો અને આપણા કુદરતી સંશાધનનોને પુનઃ ભરવાની પ્રક્રિયા શરૂ કરવાનો છે. વધુ સારા ભવિષ્ટ માટે આજે વૃક્ષારોપણના મહત્વનો સંદેશ ફેલાવીને પર્યાવરણની જાળવણી માટે નોંધપાત્ર યોગદાન આપવાનો આ અભિયાનનો આશય હતો.