હાર્ટને હેલ્થી રાખવા માટે બ્લડ ડોનેટ કરવાની બાબત સૌથી સારી છે.બ્લડ ડોનેટ કરવાથી માત્ર બીજાની જાન જ બચાવી શકાતી નથી બલ્કે આ બ્લડ ડોનેટ કરનાર વ્યÂક્તને પણ ફાયદો કરાવે છે. બ્લડ ડોનેટ કરવાથી શરીર હેલ્થી રહે છે. આના કારણે હાર્ટ સાથે સંબંધિત બિમારી થવાની શક્યતા ઓછી રહે છે. નિષ્ણાંતો કહે છે કે બ્લડ ડોનેશન કરવાથી આયરન લેવલ શરીરમાં સંતુલિત રહે છે. આ ઉપરાંત આના કારણે હાર્ટ સાથે સંબંધિત બિમારીને ટાળી શકાય છે. બ્લડ અથવા તો લોહીના સંબંધમાં પુરતી માહિતી સામાન્ય લોકો પાસે નથી. બ્લડ અંગેની વાસ્તવિકતા નીચે મુજબ છે.
એક સ્વસ્થ યુવાનના શરીરમાં આશરે ૧૦ યુનિટ બ્લડ હોય છે
માત્ર એક યુનિટ બ્લડથી ત્રણ લોકોને બચાવી શકાય છે
કોઈપણ સ્વસ્થ રક્તદાતા દર ૫૬ દિવસમાં રક્તદાન કરી શકે છે
રક્તદાન કરવામાં માત્ર ૧૦થી ૧૨ મિનિટ લાગે છે
ભારતમાં દર વર્ષે આશરે ત્રણ કરોડ બ્લડ કમ્પોનેન્ટ જરૂરિયાતવાળા લોકોને આપવામાં આવે છે
દુનિયામાં બ્લડની અછતને ધ્યાનમાં લઈને હાલમાં લેબમાં તેના નિર્માણના પ્રયાસો થઈ રહ્યા છે
હોસ્પિટલમાં સૌથી વધારે નિર્માણ ઓ પોઝીટીવ રહે છે
આ ગ્રૂપના લોહીને કોઈને પણ આપી શકાય છે
એ બી પોઝીટીવ પ્લાઝમાંની પણ ખૂબ માંગ રહે છે
દાન કરવામાં આવેલા લોહીની પહેલા ચકાસણી કરવામાં આવે છે
એક વખત બ્લડ ડોનેટ કરવાથી ૬૫૦-૭૦૦ કિલો કૈલરીને ઘટાડી શકાય છે
બ્લડ ડોનેટ ત્રણ મહિનામાં એક વખત કરી શકાય છે.