અમદાવાદ : ભારતીય લશ્કરી ભરતી માટે અરજદારોએ હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે. ગુજરાત રા
જ્યનાં ૨૧ જિલ્લા અને ર કેન્દ્રશાસિત પ્રદેશો માટે લશ્કરી ભરતીનું આયોજન લશ્કરી ભરતી કચેરી દ્વારા તા.૨૮ ઓગસ્ટ- ૨૦૧૯ થી ૯ સપ્ટેમ્બર-૨૦૧૯ સુધી સાબર સ્પોટ્ર્સ સ્ટેડિયમ, હિંમતનગર ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં ભરતી થવાની છે તેવા ૨૧ જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ તથા બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અરજદારોએ ઓનલાઇન અરજી કરવા માટે www.joinindianarmy.nic.in વેબસાઇટ જોવાની રહેશે. આ વેબસાઇટ ભરતીની તારીખના ૬૦ દિવસ પહેલાં ખૂલ્લી મૂકવામાં આવશે. ભરતીનાં ૧૫ દિવસ પહેલાં રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવશે. ઓનલાઇન અરજી અને વધુ માર્ગદર્શન માટે લશ્કરી ભરતી કચેરી, હેલ્પલાઇન નં.૦૭૯-૨૨૮૬૮૦૮૨ અને ૦૭૯-૨૨૮૬૧૩૩૮નો સંપર્ક કરવાનો રહેશે. અરજદારોને ભરતી માટે તેમનાં મોબાઇલ નંબર તથા ઇ-મેઇલ એડ્રેસ પર ૧૩ ઓગસ્ટ-૨૦૧૯થી જાણ કરવામાં આવશે, તેમ લશ્કરી ભરતી અધિકારીની યાદીમાં જણાવાયું છે.