બાળકોના મોંમા અને શ્વાસમાં દુર્ગધની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. સુન્દર અને સ્વસ્થ બાળકોમાં પણ આ સમસ્યા રહે છે. ભારતની વસ્તીની વાત કરવામાં આવે તો દરેક ચાર વ્યક્તિ પૈકી એકમાં આ તકલીફ રહે છે. આવા બાળકોમાં મોંમા અને શ્વાસમાં ગંધ આવે છે. આ સમસ્યા બાળકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. નિષ્ણાંત તબીબો નક્કરપણે માને છે કે શ્વાસમાં આવતી દુર્ગધના કારણ અનેક હોઇ શકે છે. સડેલા ઇંડા અન્ય પ્રકારની ગંધ શ્વાસ અને મોંમાં આવે છે. આ સમસ્યા માત્ર ભારતીય લોકો અને બાળકોમાં જ નથી. બલ્કે પશ્ચિમી દેશોમાં રહેતા લોકો અને બાળકોમાં પણ જોવા મળે છે. વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. બાળકના શ્વાસમાં ખરાબ વાસ આવવાનુ કારણ શુ છે તેને લઇને કેટલાક અભ્યાસ પણ થઇ ગયા છે. મોટા હોય કે બાળ, મોમામાં આવતી ખરાબ વાસનુ મુખ્ય કારણ દાંત અને પેઢાની અંદરના સડા છે.
આના કારણે જ ગંઘ અને વાસ આવે છે. બાળક નાનુ હોય છે ત્યારે તેને દાતબ્રશ કરવાનુ ફાવે નહીં. ગમે નહીં કે આળખ કરે તો દાંતમાં સડો વધવાની શક્યતા રહે છે. આજના ફાસ્ટ સમયમાં બાળકો પણ ફાસ્ટ ફુડ, જામ, જેલી, કેડબરી જેવી ચીજાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે. જે દાંત અને પેઢામાં ચોંટી જાય છે. ગળ્યા ખોરાક બાળકો લેતા રહે છે. સુક્ષમ બેક્ટિરિયા રહેવાનુ આમાં શક્ય બની જાય છે. આને વૃદ્ધિ પામવા માટે વાતાવરણ મળી જાય છે. આ બેક્ટેરિયાને મુખ્ય રીતે એનેરોબિક બેક્ટેરિયા કહેવામાં આવે છે. જે હમેંશા મોંની અંદર રહે છે. બાળક જમી રહે એટલે બેક્ટેરિયાનો જમણવાર ચાલુ રહે છે.
મોંની અંદર રહેલા ખોરાકના કણો ખાવવા માટે બેક્ટેરિયા પેઢાની વચ્ચેથી બહાર આવે છે. તેમના પાચન દરમિયાન વોલેટાઇલ સલ્ફર કમ્પાઉન્ડ નામનો દુર્ગધ મારતો વાયુ છોડે છે. જેની દુર્ગધ ખરાબ હોય છે. મોંમા સોજા આવીને ચાંદા પડેલા હોય કે ફુગ લાગી થુલો પડ્યો હોય તો પણ બાળકના શ્વાસમાં દુર્ગધ આવે છે. ખોરાક, કેટલીક દવા, અને અન્ય કારણોથી પણ શ્વાસ અને મોમાં ગંધ આવે છે. મોંમા આવતી વાસને રોકવા માટે કેટલાક પ્રયોગ કરી શકાય છે. આના માટે ઇલાયચી રાખવાથી થોડાક સમય માટે રાહત મળે છે. દુર્ગધને રોકવા માટે એન્ટિસેપ્ટિક માઉથવોશના કોગળા કરવાથી પણ અંદરના બેક્ટિરિયા નાશ પામે છે. પુષ્ખળ રેસાવાળા ફળ અને શાકભાજી ખાવાથી પણ પેટ સાફ આવે છે. સાથે સાથે મોંમાંથી વાંસ ઓછી થાય છે.