અમદાવાદ : આજથી ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડકપની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બુકીઓ અને સટ્ટોડિયાઓ માટે સૌથી મોટી સીઝન આવી ગઇ છે. ખાસ કરીને દેશ અને દુનિયામાં સમગ્ર વર્લ્ડકપ દરમ્યાન કરોડો-અબજા રૂપિયાની ઉથલપાથલ થઇ જશે. જા ગુજરાતની વાત કરીએ તો, ખાલી ગુજરાતમાં જ વર્લ્ડકપમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુનો સટ્ટો ખેલાવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. જા કે આ વખતના વર્લ્ડકપમાં બુકીઓના મતે વર્લ્ડકપ માટે મેજબાન ઇંગ્લેન્ડ હોટ ફેવરીટ છે. તો બીજા નંબરે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબરે ભારત ફેવરીટ ગણાઈ રહ્યું છે. જા કે, અમુક બુકીઓ ઇન્ડિયન ક્રિકેટ ટીમના રોહિત શર્મા, કોહલી, હાર્દિક પંડયા, ધોની, ભુવનેશ્વર કુમાર(ભુવી) અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ અને તેમના ફોર્મને લઇ ભારતને પણ વર્લ્ડકપ માટે હોટ ફેવરીટ ગણાવી રહ્યા છે.
વર્લ્ડકપને લઇ આજથી ગુજરાત સહિત દેશભરનું સટ્ટાબજાર જારદાર ધમધમતુ થઇ ગયું છે અને ખેલાડીઓના ફોર્મ, રન, ટીમની જીત સહિતની બાબતોને લઇ સટ્ટો ખેલાવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે સટ્ટાબજારમાં કે જાણ ગરમાવો આવી ગયો છે. જા કે, આજના મોબાઇલ-ટેબ્લેટના આધુનિક જમાનામાં આજકાલ સટ્ટો રમવો આસાન થઈ ગયું છે. મોબાઈલમાં એક માત્ર એપ્લિકેશનથી જ સટ્ટો રમી શકાય છે. ઓનલાઈન વેબસાઈટમાં લોગીન આઈડીથી સટ્ટો રમવામાં આવે છે. વર્લ્ડકપ સટ્ટોડિયા જ નહીં પણ પોલીસ માટે પણ સીઝન કહેવામાં આવે છે. પોલીસ નાના બુકીઓને ઝડપે છે. આગળ જ્યાં બુકી સટ્ટો કપાવતો હોય છે ત્યાં સુધીમાં તો પોલીસ માટે ઓફરો ચાલુ થઈ જાય છે. આઇપીએલ દરમિયાન અમદાવાદ પોલીસ સહિત સમગ્ર રાજ્યમાં પોલીસે સટ્ટો રમતા લોકો અને બુકીઓને ઝડપ્યા હતા. પરંતુ આજ સુધી કોઈ એવા મોટા બુકીને ગુજરાત પોલીસ ઝડપી શકી નથી શકી.
આઇપીએલ રમનારા જુના બુકીઓ જ હવે ફરી સક્રિય બન્યા છે અને કરોડોનો સટ્ટો ખેલી ઉથલપાથલ સર્જવામાં જાતરાયા છે ત્યારે શહેર અને રાજય પોલીસની કામગીરી અને કર્તવ્યનિષ્ઠા પર પણ સૌની નજર છે કે, પોલીસ માત્ર નાના બુકીઓ કે એજન્ટોને પકડી સંતોષ માની લે છે કે, મોટા બુકીઓ કે માથાઓને ઝબ્બે કરી મર્દાનગીભરી તપાસ કાર્યવાહી કરે છે તેને લઇને હવે સવાલો પણ ચર્ચાઇ રહ્યા છે. આવા સંજાગોમાં વર્લ્ડકપ દરમ્યાન પોલીસ તંત્ર માટે તટસ્થ રીતે કામ કરવું એ પણ એક પડકાર સમાન બની રહેશે.