લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી ચુક્યા છે. ચૂંટણી પંચે હવે જાહેરાત કરી છે કે ૧૭મી લોકસભામાં ૫૪૨ સાંસદો ચૂંટાઇ આવ્યા છે. આ ૫૪૨ ચૂંટાયેલા સાંસદો પૈકી ૭૮ મહિલા સાંસદો છે. ભારતીય લોકશાહીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં મહિલાઓ ચૂંટાઇને લોકસભામાં પહોંચી છે. આવી સ્થિતીમાં લોકસભામાં સ્વરૂપ અને મુડ બદલાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પ્રથમ વખત સંસદના નીચલા ગૃહમાં ૧૪ ટકા મહિલાઓ જનતાનુ પ્રતિનિધીત્વ કરનાર છે. આનો અર્થ એ થયો કે મહિલાઓ તેમના મતવિસ્તારની સાથે સાથે સામાન્ય પ્રજાના મુદ્દાને જારદાર રીતે ઉઠાવવા તૈયાર છે.
મહિલાઓને આ તક આ વખતે સરળ રીતે મળી નતી. ખુબ ઓછ લોકોને આ અંગે માહિતી છે કે ૧૯૫૨માં દેશમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી થઇ ત્યારે ૪૮૯ સીટો પૈકી ૨૫ સીટ પર મહિલાઓએ જીત હાંસલ કરી હતી. હવે ૭૮ મહિલા પ્રતિનિધીઓ ચૂંટાઇને આવી છે. આ ઉંચો આંકડો સંકેત આપે છે કે લોકસભામાં અડધી વસ્તીની તાકાતમાં વધારો થયો છે. અલબત્ત આ બાબતને પણ યાદ રાખવા જેવી છે કે વૈશ્વિક સ્તર પર મહિલા પ્રતિનિધીઓની સરેરાશ ૨૪ ટકાની આસપાસ છે. દક્ષિણ એશિયામાં આ ટકાવારી ૧૮ ટકાની છે. હાલમાં ભારત પર જ માત્ર ધ્યાન આપવામાં આવે તો પણ કેટલીક નવી ચીજા ઉભરીને સપાટી પર આવી રહી છે. લોકસભા માટેની ચૂંટણીમાં ૭૮ મહિલાઓની જીત પણ નાની બાબત નથી. આ જીતની પટકથા પણ ઓછી રોચક નથી. આ વખતની ચૂંટણીમાં ૮૦૦૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જે પૈકી મહિલા ઉમેદવારોની સંખ્યા એક તૃતિયાંશ જેટલી રહી હતી. જ્યારે દેશની કુલ વસ્તીમાં મહિલાની હિસ્સેદારી ૪૮.૫ ટકા છે. આ કડવી વાસ્તવિકતા છે કે પુરૂષ પ્રધાન સમાજ અને રાજનીતિમાં મહિલાને તેમની સંખ્યાની તુલનામાં પ્રતિનિધીત્વ આપવામાં આવતુ નથી.
આ જ કારણ છે કે સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની માંગ ઉઠી રહી છે. આ માંગ વર્ષોથી ઉઠી રહી છે. વર્ષોથી માંગ કરવામાં આવી રહી હોવા છતાં બિલ હજુ સુધી પસાર થઇ શક્યુ નથી. આવી સ્થિતીમાં કહી શકાય છે કે મહિલાઓની હજુ અવગણના કરવામાં આવી રહી છે. રાજકીય દળોની સામે કોઇ રાજકીય અને કાનુની અડચણો નથી. આવી સ્થિતીમાં જા ૭૮ મહિલાઓ ચૂંટાઇને આવી રહી છે તો આની પાછળ કેટલાક મહત્વપૂર્ણ પરિબળો રહેલા છે. આની પાછળ નવીન પટનાઇક અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ જવાબદાર છે. બીજેડી દ્વારા ૩૩ ટકા અને ટીએમસી દ્વારા ૪૨ ટકા ટિકિટ મહિલાઓને આપી હતી. ખાસ બાબત એ છે કે આ દળોની મહિલા ઉમેદવારોનો દેખાવ પણ ઉત્સાહજનક રહ્યો છે. ટીએમસી દ્વારા ૧૭ મહિલાને ટિકિટ આપવામાં આવી હતી. જે પૈકી નવની જીત થઇ છે. આવી જ રીતે બીજેડી દ્વારા સાત મહિલાને ટિકિટ આપવામાં આવી હતી. જે પૈકી પાંચ મહિલાની જીત થઇ છે. મહત્વપૂર્ણ પ્રશ્ન હવે એ થાય છે કે મહિલા સાંસદોની સંખ્યામાં વધારો થયા બાદ શુ રાજનીતિમાં મહિલાઓની સમસ્યાને સારી રીતે ઉકેલી શકાશે. મહિલાઓની સમસ્યાને પ્રાથમિકતા આપવા માટેની સમજ વિકસિત થશે કે કેમ તેના પર હવે નજર રહેશે.
સવાલનો જવાબ મેળવી લેવા માટે રાજનીતિમાં મહિલાઓની વધતી ભાગીદારીમાં પ્રભાવી રીતે અભ્યાસ કરવાની જરૂરિયાત દેખાઇ રહી છે. અનુભવ દર્શાવે છે કે મહિલાઓની ભાગીદારી જનકલ્યાણ સાથે જાડાયેલા મામલાને સારી રીતે ઉઠાવે છે. મહિલાઓ આવા મુદ્દાને વધારે સંવેદનશીલ બનાવે છે. પંચાયતમાં મહિલાઓની વધારે ભાગીદારીના કારણે શિક્ષણ, જળ અને આરોગ્ય સંબંધિત મામલાને પહેલાની તુલનામાં વધારે મહત્વ મળે છે. એવી આશા રાખી શકાય છે કે મહિલાઓની ભાગીદારી વધી જવાના કારણે આવનાર સમયમાં જન કલ્યાણ સાથે જાડાયેલા મામલાને વધારે સારી રીતે ઉઠાવી શકાય છે. મહિલાઓની વચ્ચે કામની માંગ પણ વધી રહી છે. આવનાર દિવસોમાં લોકસભાની કામગીરીને પણ વધારે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામા ંઆવનાર છે.