અમદાવાદ : ભરૂચની નર્મદા ચોકડી નજીક સુરતથી વડોદરા તરફ જતી લક્ઝરી બસ રેતી ભરેલી ટ્રકની ઓવરટેક કરવા જતા લક્ઝરી બસ પલટી મારી જતા બસમાં સવાર ૧૬ જેટલા મુસાફરોને વત્તા ઓછા અંશે ઇજાઓ પહોંચી હતી. ્અકસ્માતના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરત થી વડોદરા જતી લકઝરી બસ નંબર ૧૯-એક્સ-૬૮૬૮ રેતી ભરેલી ટ્રકને ઓવર ટ્રેક કરવા જતાં બસ નર્મદા ચોકડી ઉપર પલટી મારતા બસમાં સવાર ૧૬ થી વધુ પેસેન્જરને નાની મોટી ઇજા થઈ હતી. અકસ્માતના પગલે સમગ્ર મુખ્યમાર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. લક્ઝરી બસ પલટી ખાતા તમામ ઘાયલોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી.
અક્સ્માતમાં અનેક મુસાફરોના હાથ પગ ફેક્ચર થઇ ગયા છે. લકઝરી બસ પલટી ખાતા સર્જાયેલા આ અકસ્માતમાં ઘવાયેલા લોકો સુરત, નવસારી, સાવરકુંડલા, ભરૂચ સહિતના વિસ્તારોના રહેવાસી છે.
તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નર્મદા ચોકડી પાસે ત્રણ મહિનામાં છથી વધુ લક્ઝરી બસ પલટી ખાઈ જવાની ઘટના બની છે, જેને લઇ સ્થાનિકોમાં પણ ભારે રોષની લાગણી જાવા મળી રહી છે અને તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવાની માંગ ઉઠી છે. જા કે, આજના અકસ્માતના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક ચકકાજામ થઇ ગયો હતો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.