અગાઉની નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વીજળી ઉત્પાદન વધારી દેવા અને માર્ગ નિર્માણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી હતી. જેના કારણે તેની કામગીરીની પ્રશંસા થઇ હતી. જા કે બીજા મુદ્દા પર તેના માટે નવા અવતાર માટે પડકારો ઉભા થઇ ગયા હતા. નવી સરકાર પણ આ ટર્મમાં કેટલાક કઠોર અને સાહસી નિર્ણય સાથે આગળ વધશે તેમાં કોઇ બેમત નથી. જા કે પહેલી અવધિની તુલનામાં આ અવધિમાં લોકલક્ષી પગલા વધારે ઝડપથી લેવામા આવી શકે છે. જે રીતે લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મોદીને મળી છે તે જાતા તેમની જવાબદારી પણ વધી ગઇ છે. આગામી દિવસોમાં મોદી વધારે સાહસી અને લોકકલ્યાણકારી નિર્ણયની જાહેરાત કરી શકે છે. મોદીને નવી અવધિમાં વિદેશ નિતી અને આર્થિક મોરચા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં શ્રીલંકા, નેપાળ, ભુટાન જેવા દેશો ચીન તરફ વધારે ખેંચાયા છે. આના માટે કેટલાક કારણો રહેલા છે.
વાસ્તવિકતા એ છે કે ચીન પોતાની ખતરનાક યોજના હેઠળ આ તમામ દેશોને તેમની મુળભુત સુવિધા અને માળખાના નિર્માણ માટે કેટલીક યોજના માટે જંગી નાણાં આપી રહ્યુ છે. જેના કારણે ચીન તરફ આ દેશો ઝુંક્યા છે. અમે આ દેશોમાં ચીનનો માત્ર મૌખિક વિરોધ કરી રહ્યા છીએ. અમે ચીનની આર્થિક શક્તિનો સામનો કરવાની સ્થિતીમાં નથી. પરંતુ અમારી પાસે ભારે પ્રમાણમાં માનવ સંશાધન છે. દેશમાં વૈજ્ઞાનિકો, શિક્ષકો, એન્જિનિયરો, આર્કિટેક્ટ, અર્થશાસ્ત્રી જેવા કુશળ લોકો મોટી સંખ્યામાં બેરોજગાર ફરી રહ્યા છે. નવી સરકારને આ દિશામાં જારદાર પહેલ કરવાની જરૂર છે. આ પડોશી દેશોની સાથે સાથે આફ્રિકા અને વિશ્વના અન્ય વિકાસશીલ દેશોને માનવ સંશાઘન ઉપલબ્ધ કરાવવા માટે એક કાર્યક્રમ હાથમાં લઇને સરકાર આગળ વધે તો ખુબ ફાયદો થઇ શકે છે. ચીને શ્રીલંકાને આશરે ૮૩૦૦ કરોડ રૂપિયાની પ્રતિ વાર્ષિક મદદ આપી છે.
આ રકમના માત્ર એક ટકા રકમથી અમે ૧૫૦૦ શિક્ષિત લોકોને આ દેશોને આપી શકીએ છીએ. અમારા આ લોકો આ દેશોમાં જઇને ભારત પ્રત્યે સોહાર્દ વધારી શકે છે. સાથે સાથે ભારતમાં શિક્ષિત બેરોજગારીની સમસ્યાનો ઉકેલ પણ આવશે. વિદેશ નિતીના સંબંધમાં બીજા મુદ્દો અમેરિકાનો છે. અમેરિકામાં ટ્ર્મ્પ સત્તારૂઢ થયા બાદ અમેરિકાએ અમારી અનેક ચીજા પર આયાત દર વધારી દીધા છે. ઇરાન પાસેથી તેલની ખરીદી ન કરવા માટે પણ દબાણ લાવી રહ્યુ છે. છેલ્લી એનડીએ સરકારે જાહેરાત કરી હતી કે અમે પણ અમેરિકાથી આયાત પર આયાત કરવેરાને વધારી દઇશુ.જા કે આ નિર્ણયને અમલી ન કરવાનો નિર્ણય કર્યો હતો. ઇરાન પાસેથી તેલની ખરીદીના મુદ્દા પર પણ દબાણ છે. નવી સરકારને અમેરિકાનો સામનો કરવો પડશે. અગાઉની સરકાર ઇચ્છતી હતી કે અમેરિકાની સાથે રહીને પાકિસ્તાન પર દબાણ વધારી શકાશે. જેમાં સફળતા પણ મળી છે.
પરંતુ અમેરિકા દ્વારા પાકિસ્તાન પર જે દબાણ વધારી દેવામાં આવ્યુ છે તેમાં ભારતની ભૂમિકા ઓછી રહી છે. ટ્રમ્પ એવા તમામ દેશો પર દબાણ વધારી રહ્યા છે તે ઉપરથી અમેરિકાને ટેકો આપે છે પરંતુ અંદરથી તેનો વિરોધ કરે છે. જેથી અમેરિકાનો સામનો કરવાથી અમેરિકાની પાકિસ્તાનની નીતિ પર કોઇ અસર થશે નહીં. અમેરિકાનો સામનો કરીને અમેરિકી ચીજા પર આયાત ડ્યુટીમાં વધારો કરવાની જરૂર છે. ઇરાનમાંથી તેલ આયાત જારી રાખવા માટે યુરોપિયન દેશોની સાથે મળીને એક સંયુક્ત નીતિ બનાવવાની જરૂર છે. કારણ કે યુરોપિયન દેશો પણ ઇરાનમાંથી તેલની ખરીદી કરીને આગળ વધવા માટે ઇચ્છુક છે. અર્થવ્યસ્થાની ગતિને ઝડપી કરવા માટે પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. છેલ્લી સરકારની અવધિમાં વિકાસનો દર ૭ ટકા રહ્યો હતો. જેનુ મુખ્ય કારણ સરકાર દ્વારા વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે યુપીએ સરકારની ઘાતક નીતિને જારી રાખવા માટેનુ કારણ હતુ. સરકારી રોકાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી નાણાંકીય ખાદ્ય નિયંત્રણમાં રહી શકે છે. આજે સ્થિતી બદલાઇ ગઇ છે. વિકસિત દેશોની અર્થવ્યવસ્થા મંદ પડી રહી છે. આવી સ્થિતીમાં અમને ભારે રોકાણ મળનાર નથી. જેથી અમને નાણાંકીય ખાદ્યને વધારી દઇને રોકાણને વધારી દેવાની જરૂર છે..