મુંબઇ : શેરબજારમાં આજે જોરદાર તેજીનુ મોજુ ફરી વળ્યુ હતુ. લોકસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થયા બાદ જોરદાર તેજી બજારમાં આવી હતી.આના માટે જે સંકેત હતા તેમાં કેન્દ્રમાં ફરી એકવાર સ્થિર સરકાર છે. મોદી સરકાર બહુમતિ સાથે કેન્દ્રમાં આવી રહી છે તે હેવાલ આવ્યા બાદ શેરબજારમાં તેજીનુ મોજુ ફરી વળ્યુ હતુ .
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સે ૪૦,૦૦૦ની સપાટી કુદાવી લીધી હતી. સેંસેક્સમાં ૮૦૦ પોઇન્ટથી વધારેનો ઉછાળો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટીએ પ્રથમ વખત ૧૨ હજારની સપાટીને કુદાવી લીધી હતી. તેમાં ૨૬૦ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો.આજે દિવસ દરમિયાન જોરદાર તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૪૦ પોઇન્ટ ઉછળીને ૩૯૧૧૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૯ પોઇન્ટ ઉછળીને ૧૧૭૩૮ની સપાટીએ રહ્યો હતો.લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણ જારી કરવામા ંઆવ્યા છે. જેમાં જેમાં મોટા ભાગે એનડીએની લીડ દર્શાવવામાં આવી રહી છે .
એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદ સેંસેક્સ ૧૪૨૨ પોઈન્ટ ઉછળીને રેકોર્ડ ૩૯૩૫૨ની ઉચી સપાટીએ રહ્યો હતો. એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ તેની સીધી અસર શેરબજારમાં થઇ હતી. આ ઉપરાંત કંપનીઓના પરિણામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે.