પાક ઉત્પાદન અંગે પણ અંદાજ લગાવી શકાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

  શ્રીહરિકોટા : આરઆઇસેટ–૨ની મદદથી જુદા જુદા ક્ષેત્રોમાં મોટો ફાયદો થનાર છે. આની મદદથી પાકના ઉત્પાદના સંબંધમાં વધારે સચોટ માહિતી મળી શકશે. પાકના ઉત્પાદનના સંબંધમાં અંદાજ લગાવવાની બાબત પણ સરળ બની જશે. ભારતમાં પાક ઉત્પાદન માટે મુખ્ય સિઝન મેથી સપ્ટેમ્બર સુધી હોય છે. એ વખતે આકાશમાં વાદળો હોય છે. દેશમાં વરસાદ થાય છે. હવે ઉપગ્રહની મદદથી સરળતાથી માટી, જમીનના ઉપયોગ અને અન્ય બાબતો અંગે માહિતી મળી શકશે. પુર અને તોફાનના સંબંધમાં પણ માહિતી મળી શકશે.

Share This Article