કોઇ પણ ક્ષેત્રમાં ઉલ્લેખનીય સફળતા હાંસલ કરવામાં જોશ અને જુસ્સાની ચાવીરૂપ ભૂમિકા હોય છે. જીવનમાં જોશ અને ઉત્સાહ છે તો હારેલી બાજી પણ જીતી શકાય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જુસ્સો અતિ ઉપયોગી ચીજ છે. વિશ્વમાં મોટી મોટી સફળતા હાંસલ કરી ચુકેલા લોકો નક્કરપણે માને છે કે જુસ્સા અનેજો શ વગર સફળતા શક્ય નથી. થોડાક દિવસ પહેલા એક હિન્દી ફિલ્મ ઉરી આવી હતી. જેના કેટલાક ડાયલોગ પૈકી એક ડાયલોગને લોકો ક્યારેય ભુલી શકશે નહીં. આ ડાયલોગ છે હાઉ ઇઝ ધ જોશ. યુવાનો માટે આ ડાયલોગ પ્રેરણા સમાન છે. તેમાંતી પ્રેરણા લઇને આગળ વધી શકાય છે. જીવનમાં દરેક મોટા કામ કરવા માટે જોશ અને જુસ્સાની જરૂર હોય છે. જે વ્યક્તિમાં જુસ્સો અને જોશ નથી તે કોઇ કિંમતે આગળ વધી શકે તેમ નથી. કામમાં મક્કમતાપૂર્વક લાગી રહેવાથી આંતરિક જુસ્સો રહે છે. આંતરિક ઉત્સાહની પણ આના માટે જરૂર હોય છે. સવાલ એ છે કે આખરે આ જુસ્સો અને જાશ આવે છે ક્યાંથી ? કેટલાક લોકો તો થોડાક પ્રમાણમાં કામ કરીને થાકી જાય છે. થોડાક કામ સાથે જ પરેશાન થઇ જાય છે. નિષ્ણાંતો કહે છે કે જા જીવનમાં સફળતાના નવી નવી સિદ્ધીઓ હાંસલ કરવાની ઇચ્છા છે તો ચોક્કસપણે મન લગાવીને આગળ વધવાની જરૂર છે. પોતાને મજબુતી સાથે રજૂ કરવાની જરૂર છે. જો મજબુત ઇરાદા રહેશે અને મજબુત ઇચ્છાશક્તિ રહેશે તો સફળતા સરળ રીતે હાંસલ કરી શકાય છે. જોશ જાળવી રાખવા માટે શુ કરવુ જાઇએ તેને લઇને પણ જ્યારે લોકો પ્રશ્ન કરે છે ત્યારે તેનો જવાબ એ છે કે જુસ્સાને જાળવી રાખવા માટે સતત કેટલાક કામ કરવાની જરૂર હોય છે.
જુસ્સાને વધારી દેવા માટે સૌથી પહેલા તો કામને સારી રીતે સમજી લેવાની જરૂર હોય છે. જ્યારે તમે કામને સારી રીતે સમજી લો છો ત્યારે મનમાં કામને લઇને કોઇ પણ પ્રકારની ભ્રમની સ્થિતી રહેતી નથી. જાણકાર નિષ્ણાંતો કહે છે કે તમે જે પણ કામ કરવાની ઇચ્છા ધરાવો છો તે કામને લઇને પહેલા સંપૂર્ણ પણે વાકેફ થઇ જવાની જરૂર છે. જીવનમાં એવા કોઇ કામ કરવા જાઇએ નહીં જેમાં તમારી ઇચ્છા ન હોય. કારઍમ કે જે કામની ઇચ્છા હોતી નથી તે કામ અધુરા મન સાથે કરવામાં આવે છે અને અધુરા મન સાથ કરવામાં આવેલા કામ સફળ રહેતા નથી. સફળતા હાંસલ કરવા માટે મનમાં એક બાબત બેસાડી લેવી જોઇએ કે જીવનમાં જા આગળ વધવાની ઇચ્છા છે તો જાશ ખુબ મહત્વપૂર્ણ સાબિત થાય છે.
જોશ અને જુસ્સા વગર મનમાં નિરાશાની ભાવના જાગી જાય છે. આવી સ્થિતીમાં આગળ વધવામાં તકલીફ આવે છે. આપને વારંવાર સફળતા મળતી નથી. દાખલા તરીકે કોઇ નાનકડા જીવ જંતુ જેમ વારંવાર પડી ગયા બાદ પણ આખરે દિવાળ પર પહોંચી જાય છે તેવી જ રીતે લાઇફમાં આગળ વધવાની જરૂર હોય છે. આપે નોંધ લીધી હશે કે ખેલના મેદાનમાં દરેક ખેલાડી વોર્મ અપ કરે છે. સાથે સાથે પોતાની અંદર જાશ અને જુસ્સો ભરવાના પ્રયાસ કરે છે. તે મનની અંદર જીતવા માટે કલ્પના કરે છે. જો તમે પણ જીવનમાં જીતવા માટેની ઇચ્છા રાખો છો તો જીત મેળવી લેવા માટે વિચારણા શરૂ કરવાની જરૂર હોય છે. જોશ મારફતે ટીમને યોગ્ય લક્ષ્યાંક સુધી પહોંચાડી શકાય છે. ટાઇમ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. દરેક વ્યક્તિ કોઇને કોઇ ખાસ સમયમાં ભારે એનર્જી ધરાવે છે. કેટલાક લોકો સવારના સમયમાં મુશ્કેલ કામને સરળ રીતે પૂર્ણ કરી લે છે.
કેટલાક લોકો રાત્રી ગાળામાં મુશ્કેલ કામને પૂર્ણ કરવામાં વિશ્વાસ રાખે છે. પોતાને આ અંગે માહિતી મેળવી લેવાની જરૂર છે કે અમે સૌથી વધારે કામ્ કરવાની સ્થિતીમાં ક્યારેય હોઇએ છીએ. બાકીના સમયમાં તમામ કામ પૂર્ણ કરવા જાઇએ. સફળતા હાંસલ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત તો પોતાના કામ પ્રત્યે પ્રેમ ભાવના હોય છે. કેટલાક લોકો રાત્રી ગાળામાં મુશ્કેલ કામ કરી નાંખે છે. બાકી સમયમાં રૂટીન કામ પૂર્ણ કરવા જાઇએ. આપને સમગ્ર દિવસ માટેની પ્લાનિંગ કરવાની જરૂર હોય છે. આપની પાસે એક તો ટુ ડુ લિસ્ટ રાખવામાં આવે તે જરૂરી છે. દરેક કામ યોજનાપૂર્વક કરવામાં આવે તો સીધો ફાયદો થાય છે. હારેલી બાજી જીતી જવા કેટલાક મામલે મકક્કતા સાથે આગળ વધવાની જરૂર હોય છે. ઉરી ફિલ્મમાં હાઉ ઇઝ ધ જાશ ડાયલોગને પ્રેરણા તરીકે રાખવાની જરૂર છે.