હેપેટાઇટિસ લિવરમાં એક પ્રકારના સોજા તરીકે છે. લિવરમાં બળતરા અને ઇન્ફેક્શન થાય છે. આ પાંચ પ્રકારના વાયરસ સાથે થાય છે. હેપેટાઇટિસ ઇન્ફેક્શન વ્યક્તિને લિવર ફાઇબ્રોસિસ અથવા તો લિવર કેન્સર અથવા તો લિવર સિરોસિસના કારણે પણ થઇ જાય છે. ઓટોઇમ્યુન ડિસીઝ અને કેટલીક અન્ય દવાના કારણે પણ આ બિમારી થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસ બાદ આ બાબત સપાટી પર આવી છે કે ૪૦ કરોડથી વધારે લોકો હેપેટાઇટિસ બીથી ગ્રસ્ત થયેલા છે. દુનિયાભરમાં કુલ મોત પૈકી એક ટકા મોત આ બિમારીના કારણે થાય છે. લિવરમાં ઇન્ફેક્શનના કારણે આ બિમારી થાય છે.
સારવાર આ બાબત પણ આધારિત રહે છે કે આ રોગના લક્ષણ કેટલા જુના અને ફેલાયેલા છે. મોટા ભાગના દર્દી હેપેટાઇટિસ બીના જાવા મળે છે. આ રોગના સંબંધમાં ખુબ ઓછા લોકો પાસે પુરતી માહિતી છે. હેપેટાઇટિસના કેટલાક કારણો રહેલા છે. હેપેટાઇટિસ કેમ થાય છે તે અંગે વાત કરવામાં આવે તો જાણી શકાય છે કે દુષુત ભોજન અને પાણીના કારણે આ પ્રકારની તકલીફ ઉભી થાય છે. હેપેટાઇટિસ બી ઇન્ફેક્શન વ્યક્તિના બ્લડના ટ્રાન્સફ્યુશનના કારણે પણ થાય છે. આવી જ રીતે હેપેટાઇટિસ સી ઇન્ફેક્શન સિરિન્જના પ્રયોગના કારણે થાય છે. હેપેટાઇટિસ ડીની વાત કરવામાં આવે તો જે પહેલાથીજ એચબીવી વાયરસતી ગ્રસ્ત છે તે લોકો તેના સંકજામાં આવે છે. આવી જ રીતે હેપેટાઇટિસ ઇ દુષિત પાણી પીવાના કારણે અને દુષિત ભોજન કરવાના કારણે થાય છે. જાણકાર તબીબોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો હેપેટાઇટિસ એમાં સારવાર હોતી નથી.
વધારે પરેશાની હોવાની સ્થિતીમાં રેસ્ટ, ઝાડા ઉલ્ટી થવાની સ્થિતીમાં વિશેષ ડાઇટ લેવાની જરૂર હોય છે. રસીકરણના કારણે પણ હેપેટાઇટિસ એના ઇન્ફેક્શનને રોકી શકાય છે. મોટી વયના લોકો માટે રસીકરણની સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી ચુકી છે. હેપેટાઇટિસ બી હોવાની સ્થિતીમાં તેની કોઇ નિશ્ચિત સારવાર નથી. પરંતુ રસીકરણકના કારણે રોગને કેટલાક અંશે રોકી શકાય છે. ક્રોનિક હેપેટાઇટિસ સીના દર્દીઓની સારવાર એન્ટીવાયરલ થેરાપી અને નવી દવાઓના કારણે કરવામાં આવે છે. આને રોકવા માટે હજુ સુધી કોઇ રસી તૈયાર કરવામાં આવી નથી. કેટલીક દવા છે જેના કારણે ૯૫ ટકા દર્દીઓ સ્વસ્થ થઇ જાય છે. સમય પર સારવાર ન હોવાની સ્થિતીમાં કેટલીક ગંભીર અને જીવલેણ બિમારી થવાનો ખતરો રહે છે. જેમ કે લિવર સિરોસીસ, લિવર ફેલિયોર, લિવર કેન્સર જેવી ગંભીર બિમારી થઇ જાય છે. હેપેટાઇટિસ ડીની સારવાર માટે નવી પદ્ધિતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેના ભાગરૂપે ફાયદો પણ થઇ રહ્યો છે. અન્ય કોઇ ઇલાજ આ બિમારીમાં નથી.
હેપેટાઇટિસ ઇની કોઇ સારવાર નથી. આ બિમારી સમયની સાથે ઠીક થઇ જાય છે. તેના વાયરસ બહાર નિકળતા નથી. તેની સારવારના ઉપાય તરીકે રસીકરણ છે. મોટા ભાગના દર્દી એડવાન્સ તબક્કામાં હોસ્પિટલમાં પહોંચી જાય છે. જ્યારે લિવર સંપૂર્ણ પણે ડેમેજ થઇ જાય છે ત્યારે સારવાર કરવી મુશ્કેલ પડે છે. કેટલાક ખોટી ભાવના લોકોમાં ફેલાયેલી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે તમામ પ્રકારના હેપેટાઇટિસ બિમારીમાં કોઇ સારવાર શક્ય બની શકતી નથી. લિવરમાં સતત બળતરા પણ હેપેટાઇટિસના લક્ષણ હોઇ શકે છે જેથી સાવધાની રાખવામાં આવે તે ખુબ જરૂરી છે.જન્મના ૭૨ કલાકની અંદર શિશુને હેપેટાઇટિસની પ્રથમ રસી મુકવામાં આવે તે જરૂરી છે. આના એક વર્ષ બાદ બીજી રસી અને છ વર્ષની વયમાં ત્રીજી રસી લગાવવામાં આવે છે. હેપેટાઇટિસના લક્ષણની વાત કરવામાં આવે તો સ્કીન અને આંખના રંગ પીળા થાય છે. યુરિનના રંગ ઘેરા થઇ જાય છે. વધારે પડતી થાકનો અનુભવ થાય છે. ઝાડા ઉલ્ટી થાય છે. ભુખ પણ ખુબ ઓછી લાગે છે. વજનમાં પણ ઘટાડો થાય છે.૭૨ કલાકમાં વેક્સીન જરૂરી છે.